ઘણા લોકોને ચરબીની ગાંઠ હોય છે. જે ગાંઠ શરીર પર નીકળે છે. જેમાં ક્યારેક ક્યારેક દુખાવા જેવું પણ રહેતું હોય છે. આ ચરબીની ગાંઠ શરીરના બહારના ભાગમાં પણ થઈ શકે છે અને શરીરના અંદરના ભાગમાં પણ થઇ શકે છે.
આ ગાંઠ ઘણા લોકોને મોઢા પર, કપાળ પર, હાથ પર કે ગમે તે જગ્યાએ સામાન્ય ગાંઠ હોય તે પ્રકારની ગાંઠ જોવા મળે છે. આ ગાંઠ એક જ જગ્યાએ રહે છે. દબાવવાથી તે પોચી દેખાય છે. આ ગાંઠ આપણને નડતી નથી. સામાન્ય ઓપરેશન કરાવવાથી આ ગાંઠ દૂર થઈ શકે છે.
આયુર્વેદમાં ચરક ઋષીએ કહ્યું છે કે જ્યારે પણ આપણા શરીરની અંદર વાયુ બગડે છે, જેમાં વાયુનો પ્રકોપ થાય છે ત્યારે આપણા શરીરમાં ગાંઠ બનવાની ક્રિયા શરૂ થાય છે. જે લોકોને ડાયાબીટીસ હોય, હાઈ બીપી હોય, કોલેસ્ટ્રોલ સમસ્યા હોય, પેટમાં કબજિયાત થતી હોય, ગેસ થતો હોય, જે લોકોની પાચન શકિત મંદ હોય, જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોમાં ચરબીની ગાંઠ જોવા મળે છે.
આ ચરબીની ગાંઠ થાય તો આવા લોકોએ ખોરાકમાં પરિવર્તન કરવું હોઈએ. જેમાં સફેદ ખાંડ ખાવી ન જોઈએ. જેમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ મીઠુંનો ઉપયોગ ન કરવો જોઈએ. આ મીઠાને રીફાઇન કરવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે સંચળ કે સિંધવ મીઠું જ વાપરવું જોઈએ. ખાંડની જગ્યાએ ખડી સાકરનો ઉપયોગ કરવો જોઈએ.
મેંદો અને મેંદામાંથી બનાવેલ કોઇપણ વસ્તુ ક્યારેય ખાવી ન જોઈએ. મેંદો એ ચીકણો હોવાથી આપણા શરીરમાં આંતરડામાં ચોંટી જાય છે. મેંદાની વસ્તુઓ વધારે પડતી ખાવાને લીધે આપણા શરીરમાં કબજિયાત થવાની શક્યતાઓ વધુ રહે છે. સાથે જ પેટમાં ગેસ થવાની પણ સંભાવનાઓ રહે છે.
રીફાઈન કે ડબલ રીફાઈન કરેલું તેલ ક્યારેય ખાવું નહિ. આ માટે તેમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. ડાલ્ડા ઘી પણ ક્યારેય ખાવું નહિ. જે લોકોમાં ચરબીનું પ્રમાણ વધારે હોય, શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય, તેવા લોકોને ચરબીની ગાંઠ જલ્દીથી થઈ શકે છે. જો તમારા શરીરમાં ચરબીની ગાંઠ થઈ હોય તો આ ચારેય વસ્તુઓ બિલકુલ ખાવી નહિ.
આ સિવાય દરરોજ સવારે ઉઠીને 10 મિનીટ સુધી પ્રાણાયામ કરવા. 15 મિનીટ સુધી અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા અને 15 મિનીટ સુધી કપાલભાતિ પ્રાણાયામ કરવા અને 5 મીનીટ સુધી ભત્રિકા પ્રાણાયામ કરવા.
આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તે સૌથી પહેલા આપણા જઠરની અંદર જાય છે. જે ખોરાક બે થી ત્રણ કલાક સુધી જઠરમાં વલોવાય છે. આ પછી જ આ ખોરાક આપણા નાના આંતરડામાં જાય છે. જ્યારે આપણે એવો ખોરાક લઈએ છીએ કે આપણા શરીરમાં યોગ્ય રીતે પાચન થતો નથી. જેના કારણે આ ખોરાક આપણા નાના આંતરડામાં અને મોટા આંતરડામાં ચોંટી રહે છે.
ઉપવાસ કરવાથી પણ ચરબી ની ગાંઠ મા રાહત મળે છે જો તમે ઉપવાસ કરશો તો તમારા શરીરમાં રહેલ કચરો આપમેળે દૂર થઈ જશે અને દરેક બીમારી થી રાહત મળે છે. મિત્રો પહેલાના જમાનામા વડવાઓ નાના બાળકોને અડધી ચમચી દિવેલ તેલ પીવડાવતા હતા એટલે કે જે સમયાંતરે થોડું દિવેલ પીવામા આવે તો આપણા આંતરડા સ્વચ્છ રહે છે ગંદકી ને દૂર કરે છે અને ચરબી ની ગાંઠ થતી અટકાવે છે .