શરીરમાં કુદરતી રીતે ઉત્પન્ન થતા તૈલી પદાર્થનું રાસાયણિક માળખું ઓલિવ ઓઈલ સાથે મળતું આવે છે. આ જ કારણથી અનેક સૌંદર્ય પ્રસાધનોમાં તેનો મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો ત્વચા શુષ્ક હોય તો તે માટે ઓલિવ ઓઈલ એકદમ યોગ્ય છે. તે ત્વચાના છિદ્રો વાટે અંદર સુધી પહોંચે છે અને ત્વચાને પોષણ આપે છે.
ઓલિવ ઓઈલની અન્ય એક ખૂબી એ છે કે તેમાં હાઈડ્રોક્સીટાયરોસીલ નામનું તત્વ હોય છે, જે એન્ટી એજિંગ એટલે કે વૃદ્ધત્વને દૂર રાખવાનો ગુણધર્મ ધરાવે છે.ઓલિવ ઓઇલમાં ફેટી એસિડની પર્યાપ્ત માત્રા હોય છે, જે હ્રદય રોગના ખતરાને ઘટાડે છે.
શુગર લેવલ કંટ્રોલ માં રહે છે :
ઓલિવ ઓઇલમાં ફેટ સાવ ઓછી હોવાથી શુગર લેવલ નિયંત્રણમાં રહે છે. સાથે સાથે તેને ખાવાથી બોર્ડર લાઇન ડાયાબિટીસ થવાનો ખતરો લગભગ 50 ટકા જેટલો ઘટી જાય છે. ડાયાબિટીશના દર્દીઓ માટે તે લાભદાયક છે. શરીરમાં શુગરની માત્રા સંતુલિત રાખવામાં તેની ખાસ ભુમિકા છે. તેથી આહારમાં પણ આ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં સંતુલિત માત્રામાં ફેટ હોય છે. તેથી તે શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રાને સંતુલિત રાખવામાં પણ મદદ કરે છે. તેનાથી હાર્ટએટેકનો ખતરો પણ ઘટે છે.
આ તેલમાં એન્ટીઓક્સિડન્ટની માત્રા ઘણી હોય છે. તેમાં વિટામીન એ, ડી, ઇ, કે અને બી-કેરોટિનની માત્રા વધુ હોય છે. તેનાથી કેન્સર સામે લડવામાં સરળતા રહે છે. તે માનસિક વિકારને દુર કરીને યંગ રાખે છે. ઓલિવ ઓઇલ આંતરડામા થતા કેન્સરથી બચાવે છે. આ ઉપરાંત તે રોગપ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે.
પેટની ચરબી ઘટાડવા માટે :
ઓલિવ ઓઇલમાં કેલ્શિયમની માત્રા ખુબ હોય છે. તેથી ભોજનમાં તેનો ઉપયોગ કરવાથી અથવા અન્ય રીતે તેને ઉપયોગમાં લેવાથી ઓસ્ટિઓપોરોસિસ જેવી બિમારીઓથી રાહત મળે છે. લાંબા સમય સુધી આહારમાં ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવાથી શરીરમાં રહેલી ચરબી ઓટોમેટિક ઘટવા લાગે છે. તેનાથી મેદસ્વીતા ઘટે છે અને તે પણ હેલ્ધી રીતે.
વાળની સમસ્યા માટે ફાયદાકારક :
ઓલિવ ઓઇલની ગણના ઉત્તમ કન્ડિશનરમાં થાય છે. તેથી તે વાળને સુંવાળા બનાવવામાં પણ મદદગાર છે. રાત્રે સુતી વખતે માથામાં ઓલિવ ઓઇલથી મસાજ કરો અને સવારે વાળ ધોઇ નાંખો, વાળ સુંવાળા અને ચમકદાર થઈ જશે. વાળ માં ખોડો થવો , બરછટ થવા, વાળ ના મૂળ માં ગરમી નિકળવી કે ખીલ થવા જેવી સમસ્યા થી પણ ઓલિવ ઓઇલ મુક્તિ આપે છે.
વાળ અકાળે સફેદ થવા, ટાલ પડવી , ગ્રોથ ઓછો હોવો જેવા પ્રોબ્લેમ્સ પણ દૂર કરે છે. વાળ ને મજબૂત અને ઘટ્ટ બનાવે છે. વાળ ને આકરા તાપ થી થતા નુકસાન ને પણ અટકાવે છે.વાળ નો ગ્રોથ વધારી ને ખરાબ થયેલા વાળ ને પણ રીપેર કરે છે. ઓલિવ ઓઇલ વાળ ને સંપૂર્ણ રીતે હેલ્ધી બનાવે છે. ઓલિવ ઓઈલ દ્વારા સન બર્નની સમસ્યાનો પણ ઉકેલ લાવી શકાય છે.
ચામડી માટે ફાયદાકારક :
પાણી અને ઓલિવ ઓઈલને સમાન માત્રામાં મિશ્રિત કરી ચહેરા પર મસાજ કરવાથી સન બર્નથી થતી તકલીફ દૂર થાય છે. ઓલિવ ઓઈલ અનેક રીતે ગુણકારી છે. તેમાં સ્ક્વેલીન હોય છે જે ત્વચાની લવચિકતામાં વધારો કરે છે. ઓલિવ ઓઈલને સી સોલ્ટ સાથે ભેળવીને ચહેરા પર મસાજ કરવાથી ત્વચાના મૃત કોષો નીકળી જશે. અને ત્વચા ખીલી ઉઠશે.
અઠવાડિયામાં ત્રણવાર લીંબુના રસમાં ઓલિવ ઓઇલ ભેળવીને ચહેરાની માલિશ કરવાથી કરચલીઓ તો દૂર ભાગશે જ પણ ચહેરો પણ નિખરી ઉઠશે. ઓલિવ ઓઇલ અને લીંબુ મિક્સ કરીને કોણી પર ઘસવાથી તેની કાળાશ અને ડ્રાયનેસ દૂર થશે અને કોણીનો રંગ હાથના રંગ જેવો જ નિખરી જશે. આ ઉપરાંત આઈલેશીસ અને આઈબ્રોને વધુ ડાર્ક બનાવવા માટે મસ્કારાના સ્થાને પણ ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકાય છે.
નખની મજબૂતી માટે :
જો નખ બટકણા હોય અને વારંવાર તૂટી જતા હોય તો એક મોટા કટોરામાં ઓલિવ ઓઈલ લો અને તેમાં થોડા લીંબુના ટીપાં નાખીને એ મિશ્રણમાં ૧૫ મિનિટ સુધી આંગળીઓને બોળી રાખો. આવું દર સપ્તાહે કરો. નેઈલ પોલિશ કર્યા બાદ સહેજ ઓલિવ ઓઈલ લગાવો. તે સુકાયા પછી નખ ચમકી ઉઠશે.
ઓલિવ ઓઇલ થી મેકઅપ તો આસાનીથી દૂર થશે જ પણ તેની સાથે આંખોની આસપાસની ત્વચાને જરૂરી પોષણ પણ મળશે. ઓલિવ ઓઈલમાં રહેલ એન્ટી એજિંગ અને એન્ટી-ઈનફ્લેમેટરી ગુણધર્મો ત્વચાને રાહત આપે છે. ઓલિવ ઓઈલમાં વિટામિન-ઈ સામેલ હોય છે. જે ત્વચા અને હોઠને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ આપે છે.
ફાટેલા હોઠ માટે ફાયદાકારક :
જો હોઠ સુકાઈ જવાની કે હોઠ ફાટી જવાની સમસ્યાથી છૂટકારો મેળવવા ઈચ્છતા હો તો માત્ર ઓલિવ ઓઈલ સહેજ હોઠ પર લગાવવાનું જ છે. ઓલિવ ઓઈલ હોઠને સુંવાળા બનાવે છે. એક ચમચી ઓલિવ ઓઈલમાં થોડી ખાંડ મેળવો અને તેને હળવા હાથે હોઠ પર રગડો. ખાંડથી ત્વચાની શુષ્કતા દૂર થશે અને ઓલિવ ઓઈલ હોઠને પોષણ આપશે.