જરૂરી નથી કે મોંઘા ફળોના સેવનથી જ રોગ દૂર થાય અને ન્યુટ્રિશન મળે, આ સસ્તા ફળો પણ50 થી વધુ રોગોમાંથી અપાવે છે છુટકારો, એકવાર જરૂર જાણવા જેવી છે આ માહિતી

જરૂરી નથી કે મોંધા ફળોમાંથી જ ન્યુટ્રિશન મળે. એવા ઘણા શાકભાજી છે કે સસ્તા છે અને તમને જરૂરી ન્યુટ્રિશન્સ આપી શકે છે. કઈ વસ્તુ શરીર માટે કેટલી જરૂરી છે અને કેટલી નુકશાનકારક, તેની આપણને જાણકારી નથી હોતી.

અમે અહીં તમને રૂટીનમાં ખાવામાં આવતી કેટલીક એવી વસ્તુઓ વિષે જાણકારી આપીએ છીએ જે તમારા સ્વાથ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. બીટ, સફરજન, આમળા, ટામેટાં અને આદુ. આ બધું ભેગું કરી જ્યુસ કરવા માં આવે તો એ લોહતત્વ ની ખામી દૂર કરે છે.

બીટ નું અને સફરજન નું લોહતત્વ અને આમળાનું વિટામિન સી, રક્ત માં લોહતત્વ ના પ્રમાણ માં ત્વરિત વધારો કરે છે. આદુ એન્ટી ઓક્સિડન્ટ તરીકે નું કાર્ય કરી રક્ત ને શુદ્ધ રાખે છે. ટામેટાં નું લાઈકોપીન એન્ટી કેન્સર ગુણો ધરાવે છે. પાલકમાંથી ફાઈબર અને પોટેશિયમ વધુ માત્રામાં મળી રહે છે અને તે સસ્તું પણ હોય છે.

પાલક જેવા જ પોષક તત્વો બીજા કોઈમાંથી મળવા મુશ્કેલ છે, પણ ઈચ્છો તો તેની જગ્યાએ ફુલાવર, પરવર, દુધીના પણ  પસંદ કરી શકો છો. પાલકની જેમ જ તેમાં પણ પુષ્કળ ફાઈબર્સ હોય છે. પોટેશિયમ મેળવવા માટે ભોજનમાં આંબલી નાંખો, આંબલી સસ્તી અને સ્વાસ્થવર્ધક હોય છે.

સૂરણમાં વધુ માત્રામાં સ્ટાર્ચ હોય છે. તેની જગ્યાએ બટાકા પણ ખાઈ શકો છો. બટાકાઅને સૂરણમાં સ્ટાર્ચ અને કેલરીનું પ્રમાણ લગભગ સરખું હોય છે. નિષ્ણાંતો અનુસાર ઉલટીની સમસ્યા સર્જાતા સૂરણ ખાવું બહુ ફાયદાકારક છે. તેમાં કેટલાંક એવા તત્વો હોય છે જે કેન્સર સામે પણ બચાવે છે, પણ આ ક્ષમતા બટાકામાં નથી હોતી.

લીલી ડુંગળી વિટામિન સીની સારો સ્રોત છે. જો તે ખાવા નથી ઇચ્છતા તો લીલા પાંદડાવાળા શાકભાજી, ઘઉંની બ્રેડ, બ્રાઉન રાઈસ જેવી વસ્તુઓ પર પસંદગી ઉતારી શકો છો. તેમાં ફાઈબરનુ પ્રમાણ પુષ્કળ હોય છે. વિટામીન સી મેળવવા માટે તમે ટામેટાં, સ્વીટ લાઈમ, નારંગી, કોબીજ ખાઈ શકો છો.

ગાજર વિટામીનનો સારો સ્ત્રોત છે. પરંતુ જો તે ન ખાવા હોય તો અનેક શાકભાજી છે જેમાંથી આ તત્વ સારી માત્રામાં મળી રહે છે. તેની જગ્યાએ મેથી પણ લઈ શકો છો. કોલેસ્ટ્રોલ ને ઓછું કરવા માટે મેથીનો ઉપયોગ ફાયદાકારક હોય છે. આ સિવાય મેથી પાચન, પેટના ઈન્ફકશન, મોઢાના ચાંદા, ડાયાબિટીઝ વગેરેમાં અત્યંત ફાયદાકાર હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન તેનુ સેવન કરવાથી માતા અને બાળક બંનેને ફાયદો થાય છે.

લીંબુમાં વિટામીન સીની સારી માત્રા હોય છે. લીંબુના નિયમિત સેવનથી ત્વચા અને વાળમાં ચમક આવે છે. તેમાં આયર્નની માત્રા પણ પુષ્કળ હોય છે. જો લીંબુ લેવા નથી ઈચ્છતા તો આંબળામાંથી પણ એટલી જ માત્રામાં વિટામીન સી મેળવી શકો છો. આંબળા લીંબુ કરતા સસ્તા હોય છે, પણ વિટામિન સી થી ભરપુર હોય છે. તેમાં આયર્ન અને એન્ટી-ઓકિસડેન્ટ પુષ્કળ માત્રામાં હોય છે જે ઉમર વધારતા રેડિકલ્સથી તમને બચાવી રાખે છે. તે ત્વચાને હાનિકારક ટોકિસનથી બચાવે છે.

 

વટાણામાં પ્રોટીનની માત્રા ઘણી હોય છે. એવા બહુ ઓછા શાકભાજી છે જેમાં એટલું પ્રોટીન હોય છે. આ સિવાય દૂધ, દહીં અને સોયાબીન પ્રોટીન ના સારા સ્ત્રોતો છે. આંબળા કોઈ ઔષધિથી ઓછી દવા નથી તથા ફળ બંને જ રૂપોમાં ઋષિ-મુની આનું સેવન કરતા હતા. આંબળામાં આપણા શરીરને ઉપયોગી બની રહે તેવા ઘણા બધા તત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે.

ડાયાબિટીઝના દર્દીઓ માટે મેથીની ભાજીનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં છે. આ માટે મેથીનું શાક બનાવીને પણ ખાઈ શકો છો અને તેનો જ્યુસ કાઢીને પણ પીય શકો છો. ડાયાબિટીઝના દર્દીઓ પાણીમાં મેથીના દાણા પલાળીને તેનું પાણી પણ પીય શકે છે. તે ફાયદાકારક હોય છે.

હૃદય રોગમાં ખાસ કરીને ભોજન પછી એક કપ દૂધીના રસમાં થોડા કાળા મરીનો પાવડર અને ફુદીનો નાખીને પીવાથી હ્રદય રોગ જલ્દી ઠીક થઈ જાય છે. દૂધીમાં શ્રેષ્ઠ પ્રકારનો પોટેશિયમ પુષ્કળ માત્રામાં હોય છે,  જેને કારણે આ કિડનીના રોગમાં ખૂબ જ ઉપયોગી છે અને તેનાથી પેશાબ ખૂબ આવે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!