પ્રેગનેન્સી કોઇપણ મહિલાના જીવનનો સૌથી ખાસ સમય હોય છે. આ દરમિયાન ગર્ભવતી મહિલા તમામ મુશ્કેલીઓમાંથી પસાર થાય છે. પરંતુ એ વાતની ખુશી હોય છે કે તે એક બાળકની માતા બનવાની છે. પ્રેગનેન્સી દરમિયાન જો મહિલાની યોગ્ય રીતે સાચવણી કરવામાં આવે તો નોર્મલ ડિલીવરીમાં કોઇપણ પ્રકારની કોઇ સમસ્યા નથી આવતી. કુદરતી રીતે સ્વસ્થ પ્રસવ માટે પ્રેગનેન્સી દરમિયાન ઘણી વાતો ધ્યાનમાં રાખવી પડે છે.
સૌ પ્રથમ જરૂરી છે કે પ્રેગનેન્સી અને બાળક અંગે પૂરી માહિતી હોવી જરૂરી છે. કોશિશ કરો કે લેબર પેન સહન કરવા માટે સામાન્ય પ્રક્રિયા અંગે જાણકારી મેળવવી જોઇએ. પ્રેગનેન્સી દરમિયાન વધારે સમય આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. તેમજ ભાર વજન, ઉઠાવવા માટે પણ ઇન્કાર કરવામાં આવે છે. પરંતુ પ્રેગનેન્સીના થોડાક સમય માટે સામાન્ય એક્સરસાઇઝ કરી શકાય છે.
આ કસરત લેબરપેનનો સામનો કરવામાં મદદ કરે છે. ગર્ભાવસ્થામાં કોઇપણ કસરત નિષ્ણાંતની દેખરેકમાં કરો. કારણકે ઘણી કસરત કરવાથી કોઇપણ પ્રકારની ભૂલ થશે તો તેની સીધી અસર બાળક પર પડી શકે છે. નિયમિત યોગાસન અને એકસરસાઈઝથી માંસપેશી મજબૂત બને છે એટલે નોર્મલ ડિલીવરી થવાની શક્યતા વધી જાય છે .
ગર્ભાવસ્થા દરમિયાન ખાન-પાન પર વિશેષ ધ્યાન રાખવું જોઇએ. પોષક તત્વોથી ભરપૂર આહાર આ સમય માટે વિશેષ જરૂરત હોય છે. પરંતુ ઘ્યાન રાખો કે આ અવસ્થામાં વધારે ભોજન લેવું ફાયદાકરાક નથી હોતું. તેથી વજન વધી શકે છે અને નોર્મલ ડિલીવરીના ચાન્સીસ ઘટી પણ શકે છે. જેથી એવા ખોરાકનું સેવન કરો કે જે વધારે મજબૂત રાખે અને પૂરતા પ્રમાણમાં પોષકતત્વ પણ મળી રહે.
ગર્ભાવસ્થા દરમિયાન તણાવ તેમજ ચિંતાથી દૂર રહેવું જોઇએ. તણાવ અને ચિંતા કરવાથી ગર્ભાવસ્થા તેમજ બાળક પર ખરાબ અસર થઇ શકે છે. તેનાથી બચવા માટે પુસ્તકો વાંચો. તેમજ સકારાત્મક લોકોની સાથે રહો અને ખુશ રહો. પાણી હંમેશાથી આપણા શરીરની મહત્વપૂર્ણ આવશ્યકતા છે. પરંતુ જ્યારે ગર્ભવતી હોય, તો તે શરીર માટે ખૂબ જરૂરી છે. પાણી સ્ટેમિનાને વધારવામાં મદદ કરે છે.
જેની જરૂરત પ્રસવ દરમિયાન હોય છે. એવામાં તાજા ફળના જ્યૂસ અને એનર્જી ડ્રિંક્સનું પણ સેવન કરી શકાય છે. ગર્ભાશયમાં શિશુ એક તરલ પદાર્થમાં ભરેલી એમનિયોટિક ફ્લયૂડમાં રહે છે. જેનાથી બાળકને ઉર્જા મળે છે. આ માટે ગર્ભવસ્થા દરમિયાન 8 થી 10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. જેનાથી પાણીની કમી નથી થતી અને નોર્મલ ડિલીવરીથવાની શક્યતા વધી જાય છે.
જો શરીરમાં લોહીની કમી હોય તો ડિલીવરી સમયે ખૂબ મુશ્કેલી પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રોપર ડાયટ પર પણ ધ્યાન રાખવું જોઈએ. આ દરમિયાન શરીરમાં આયરન અને કેલ્શિયમની જરૂર પડે છે. આ બંનેની પૂર્તિ થાય તેવો આહાર લેવો જોઇએ. ડિલિવરી સમયે ત્રણસો, ચારસો એમએલ બ્લડ શરીરમાંથી નીકળી જાય છે.
જેના કારણે શરીરમાં બ્લડની કમી થઇ જાય છે, એટલા માટે પ્રેગ્નન્સી સમયે સમતોલ આહારની સલાહ આપવામાં આવે છે. જેટલું શક્ય હોય તેટલો આયરન અને કેલ્શિયમયુક્ત ખોરાક લેવો જોએ. આ આપેલ તમામ ટિપ્સને ફોલો કરવાથી ગર્ભાવસ્થા તો હેલ્ધી રહેશે જ સાથે-સાથે ડિલિવરી પણ આરામદાયક અને નોર્મલ થશે. શારીરિક રીતે ડિલિવરી સુધી સક્રિય રહેવાથી નોર્મલ ડિલિવરીના ચાન્સીસ વધી જાય છે.