Site icon Ayurvedam

દવા કરતાં 10 ગણું શક્તિશાળી છે આ ફળ હદય, કિડની અને લીવર જેવા ગંભીર રોગોનો માટે તો છે 100% અસરકારક..

કદાચ ખૂબ જ ઓછા લોકોએ ખાધુ હશે નોની નું ફળ. આ ફળ બહારથી લીલા રંગનું અને અંદરથી સફેદ રંગનું હોય છે, આમ તો આ પહેલા મોટાભાગે ડુંગરાળ વિસ્તારમાં મળતું હતું, પરંતુ હવે આ લગભગ બધી જગ્યાએ મળી રહ્યું છે. નોની કેન્સરને અટકાવવામાં અને તેને દૂર કરવા માટે, કિડની, લીવર ને સારી કામગીરી કરવા માટે, શરીરના કોઈપણ અંગમાં દુખાવો અને સોજાને દૂર કરવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આવા ઘણા રોગોમાં તે ગજબનું કામ કરે છે.

જાણો નોની ફળ થી થઈ રહેલા સ્વાસ્થ્ય લાભ વિશે : નોની ફળ કબજિયાત દસ્ત, માઇગ્રેન, બ્લડપ્રેશર, અસ્થમા, વાળ ખારવા, સ્ત્રી ને માસિક ધર્મની પરેશાની ઉપરાંત બીજી પણ અનેક બીમારીઓથી દૂર કરે છે. આ ફળમાં 200 થી વધારે પોષક તત્વો મળી આવે છે. નોનીના રસમાં કેટલાક તત્વો હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

રોજ એક ગ્લાસ નોની નો રસ લેવાથી ધમનીઓમાં લોહીનો પ્રવાહ વધે છે અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. નોનીના રસમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી હિસ્ટામાઇન ગુણધર્મો છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેને નિયમિત રીતે પીવાથી શરીરની અંદર અનેક રોગો સામે લડવાની શક્તિ મળે છે.

નોની ફળ પેટને લગતી સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. પાચન યોગ્ય ન રહેતું હોય અથવા પેટમાં દુખાવો રહેતો હોય, તો આ બધી સમસ્યામાં નોનીના ફળ નું સેવન કરવાથી લાભ થાય છે. આ ગેસ અને અતિસારમાં લાભદાયી સાબિત થાય છે. દરરોજ એક ગ્લાસ નોનીના રસનું સેવન કરવાથી તણાવનું સ્તર ઓછું થાય છે અને તણાવથી રાહત આપે છે. એટલું જ નહીં, મગજના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

નોનીમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે જેમ કે એન્ટીઓકિસડન્ટ. આ મગજ ને થતા નુકસાન સામે રક્ષણ આપે છે. નોની નો રસ રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખે છે અને ગાંઠ સામે રક્ષણ આપે છે. તેમાં કેન્સર વિરોધી અને એન્ટી ઓકિસડન્ટ ગુણધર્મો જોવા મળે છે જે સ્તન કેન્સરના લક્ષણો ઘટાડવામા પણ મદદ કરે છે. એટલું જ નહીં, તે ધૂમ્રપાનથી થતાં કેન્સરના જોખમને પણ ઘટાડે છે. આ શરીરમાં કેન્સરગ્રસ્ત ગાંઠોને વધતા અટકાવે છે.

નોની ફળ નું સેવન ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે, આ ઉપરાંત નોની ફળ નો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશર અને આધાશીશી જેવી સમસ્યાઓથી પણ રાહત આપે છે. સાંધામાં યુરિક એસિડ જમા થવાથી સાંધામાં ખૂબ જ દુખાવો થાય છે. નોની નો રસ લોહીમાં યુરિક એસિડ ઘટાડે છે અને સંધિવાનું જોખમ ઘટાડે છે. નોનીના એન્ટી વાયરલ ગુણધર્મો ને લીધે શરદી, ખાંસી, તાવ અને શરીર ના દુખાવામાં રાહત મળે છે.

નોનીના રસમાં વિટામિન સી અને સેલેનિયમ હોય છે જે ત્વચાનેહાનિકારક રોગથી સુરક્ષિત કરે છે. ત્વચાની સાનુકૂળતા પણ જાળવી રાખે છે. તેમાં ખીલ વિરોધી ગુણધર્મો પણ છે જે ખીલને રાહત આપે છે. નોની ફળ નો રસ એન્ટીઑકિસડન્ટોના ભરપુર હોય છે, જે દરરોજ ચહેરા પર લગાવવામાં આવે તો તે ચહેરાને જુવાન રાખવામાં મદદ કરે છે.

નોની ફળ પુરુષોમાં નપુંસકતા અને સ્ત્રીઓમાં વંધ્યત્વ ની સમસ્યાનું સમાધાન પણ છે. તે માસિક સમસ્યા અને પુરુષોમાં વીર્યની રચનાને પણ સારી રાખે છે. નોની ફળ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે જેનાથી વજન ઓછું થાય છે. જો વજન વધારે છે અને વજન ઓછું કરવા માંગો છો, તો આ ફળનું સેવન કરવાથી ફાયદો થશે. વજન નિયંત્રિત કરવા માટે નોની ફળોનો રસ પીવો.

નોની ફળ અસ્થમા અથવા અન્ય શ્વસન રોગો ને રોકવામા મદદગાર છે. શ્વસન સંબંધી રોગોથી બચવા માટે નોની ફળ નું સેવન કરો. આ ફળ કોઈપણ પ્રકારના ચેપમાં પણ ઉપયોગી છે. આપણા શરીરમાં કોલેજન પેશીઓ જોવા મળે છે જે ઘાને મટાડવામાં મદદ કરે છે. નોની લોહીના પ્રવાહને યોગ્ય માત્રામાં રાખે છે. જે ઘા ને ઝડપથી મટાડવામાં મદદ કરે છે.

Exit mobile version