શ્વાસના રોગ, અસ્થમા, લોહી શુધ્ધિ, યુરીક એસિડ જેવા 50થી વધુ રોગો માટે અમૃત સમાન છે આ ફળનું સેવન

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

નોની ફળ પોલિનેશિયા અને તાહિતીના ટાપુઓ પર મૂળ એવા એક વૃક્ષ છે, જે કેરેબિયનના કેટલાક વિસ્તારોમાં પણ ઉગે છે. નોની ફળમાં વિટામીન એ, વિટામીન બી, વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન ઈ આવેલા છે. સાથે સાથે તેમાં પ્રોટીન,કાર્બ, ફેટ, ફોલેટ, બાયોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ ,પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં આવેલા છે. નોની ફળની અંદર એન્ટિ ઇન્ફ્લેમેટરી, એન્ટિ ઓક્સિડન્ટ ,એન્ટી એજિંગ ,એન્ટી કેન્સર અને ટોક્સિન્સ કલીયરન્સ જેવા ગુણધર્મો પણ આવેલા છે. હવે આપણે જાણીશું નોની ફળના ફાયદાઓ વિશે.

નોની ફળ અસ્થમા અથવા અન્ય શ્વસન રોગો ને રોકવામા મદદગાર છે. શ્વસન સંબંધી રોગોથી બચવા માટે નોની ફળ નું સેવન કરવું જોઈએ. આ ફળ કોઈપણ પ્રકારના ચેપમાં પણ ઉપયોગી છે. આપણા શરીરમાં કોલેજન પેશીઓ જોવા મળે છે જે ઘાને મટાડવામાં મદદ કરે છે. નોની લોહીના પ્રવાહને યોગ્ય માત્રામાં રાખે છે. જે ઘા ને ઝડપથી મટાડવામાં મદદ કરે છે.

નોની ફળની અંદર ભરપૂર માત્રામાં પોટેશિયમ આવેલું હોવાથી કિડનીની કાર્યક્ષમતામાં વધારો કરે છે. આથી શરીરમાં લોહી શુદ્ધ થાય છે. તેમજ પોટેશિયમ હૃદયના ધબકારા અને હાઇબ્લડપ્રેશરને પણ કન્ટ્રોલ કરે છે. આમ શરીરને જરૂરી એવા મુખ્ય અંગો કિડની હૃદય અને મજબૂત બનાવે છે.

નોની ફળ લીવરને મજબૂત કરી પાચક રસ સારી રીતે પેદા કરે છે. તેથી શરીરમાં જે તે ખોરાકનું પાચન સારી રીતે થાય છે. આંતરડાને પણ સાફ કરે છે. આમ નોની ફળ પાચન સંબંધી તકલીફમાં પણ ફાયદાકારક છે. તેમજ આંતરડાના કેન્સર જેવા અતિ ગંભીર બીમારી સામે રક્ષણ આપે છે.

નોનીમાં મિલેનિનને બનતું અટકાવવા માટે પોષકતત્વ મળી આવે છે. મિલેનિન ચામડીના રંગને નિર્ધારિત કરે છે, જેમાં વધુ મિલેનિન બને છે, તેની ચામડી નો રંગ કાળો હોય છે. અને નોની તે બનતું અટકાવે છે. નોની ફળ કેલરી ઓછી કરવામાં મદદ કરે છે જેનાથી વજન ઓછું થાય છે. જો વજન વધારે છે અને વજન ઓછું કરવા માંગો છો, તો આ ફળનું સેવન કરવાથી ફાયદો થશે. વજન નિયંત્રિત કરવા માટે નોની ફળોનો રસ પીવો.

નોની નો રસ લોહીમાં યુરિક એસિડ ઘટાડે છે અને સંધિવાનું જોખમ ઘટાડે છે. નોનીના એન્ટી વાયરલ ગુણધર્મો ને લીધે શરદી, ખાંસી, તાવ અને શરીર ના દુખાવામાં રાહત મળે છે. નોનીના રસમાં વિટામિન સી અને સેલેનિયમ હોય છે જે ત્વચાનેહાનિકારક રોગથી સુરક્ષિત કરે છે. ત્વચાની સાનુકૂળતા પણ જાળવી રાખે છે. તેમાં ખીલ વિરોધી ગુણધર્મો પણ છે જે ખીલને રાહત આપે છે.

નોની ફળ શરીરમાં જુદા જુદા સાંધામાં થતા દુખાવા તેમજ આર્થ્રાઇટીસ એટલે કે વાની તકલીફમાં પણ ફાયદાકારક છે. તેમજ તંદુરસ્ત વ્યક્તિ નોની ફળના જ્યુસનું સેવન કરે તો તેની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટીમાં વધારો થાય છે. અને અન્ય રોગો સામે લડવા શરીર સક્ષમ બને છે. નાના-મોટા વાયરસ તેમજ બેક્ટેરિયાના ઇન્ફેક્શન શરીરમાં ઝડપથી લગતા અટકાવે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top