Site icon Ayurvedam

શું તમે જાણો છો આ અનેક ઔષધિય ગુણોથી ભરપૂર પાન વિશે? અત્યારે જ જાણો તમામ ફાયદાઓ

વિશ્વમાં ૭૦૦ જાતના નીલગીરી થાય છે. શરદી અને ઉધરસ મટાડતું નિલગીરીનું તેલ જાણીતું છે. તમામ પ્રકારના યુકેલિપ્ટસ પાનમાં આ તેલ હોય છે. યુકેલિપ્ટસ બારે માસ લીલું રહે છે. ઓસ્ટ્રેલિયાના યુકેલિપ્ટસ ૯૨ મીટર ઊંચા થાય છે. ફૂલવાળા વૃક્ષોમાં તે સૌથી ઊંચા છે. યુકેલિપ્ટસના વૃક્ષો માઈનસ ૩ ડિગ્રી તાપમાનની તીવ્ર ઠંડી પણ સહન કરી શકે છે.

નીલગીરી અટલે યુકેલિપ્તસ એક સદાબહાર ઝાડ છે. જે ઓસ્ટ્રેલિયા ની મૂળ નિશાની છે. આ ધણા ચેપો જેમકે ઉધરસ, તાવ અને ભિંડ ના લક્ષણો ને ઓછા કરવા માટે થાય છે. તે સાથે જ આ ધણા સ્વાસ્થ્ય લાભ ની માંસપેશીઓ અને સાંધા ના દુખાવા થી પણ છુટકારો આપે છે. એજ રીતે આ ઝાડ માંથી નીકળતા તેજનો ઉપયોગ ધણી વસ્તુઓ માં કરવામાં આવે છે. નીલગીરી ના પાન નો ઉપયોગ અસ્થમા અને શ્વાસ ને લગતી સ્થીતી માટે કરવામાં આવે છે.

નીલગીરી મામૂલી શરદી અને ચેપ ના લક્ષણો ને દૂર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ચેપ માટે ગળામાં ખરાશ, સાઈન સાઈટ્સ અને બ્રોકાઈતસ થી રાહત માટે તાજા પાનનો ઉપયોગ કરવો જોઈએ . શરદી અને બ્રોકાઈતસ માટે આ એક પ્રકાર નું ઘરગથુ ઉપાય છે.  કેયુકેલિપ્તસ અને નીલગીરી કફ ને દૂર.કરવા માટે પણ ફાયદકારક છે. ઉધરસ ની ધણી દવાઓમાં નીલગીરી ના તેલ નો સમાવેશ થાય છે.

નીલગીરીની ચા પીવા માટે તેના પાન નો ઉપયોગ થાય છે. ચા બનાવતી વખતે સારી રીતે ઉકાળી લ્યો અને પછી હુંફાળું કરીને પીઓ. જે શ્વાસ અને ચેપ ને ઓછું કરવાનું કામ કરે છે. હુફાળા પાણી સાથે નીલગીરીના પાન નાખીને કોગળા કરવાથી બંધ નાક અને તાવથી છુટકારો મેળવી શકાય છે. ગળામાં કફ અથવા ભરેપણા નો અનુભવ થઈ રહ્યો હોય તો તેના કોગળા પણ કરી શકાય છે.

નીલગીરી ના પાન ના ડ્રોપ અને ટીપા પણ ઘણાં ફાયદાકરક હોય છે. જે ચેપ નો ઉપચાર છે. તેને અપનાવવા માટે નીલગીરીના પાન ને પાણી સાથે ઉકળવા દો અને તેને ઠંડુ કરી ને બોટલ માં ભરી લો. જ્યારે આનો ઉપયોગ કરવો હોય ત્યારે તેના ટીપા લઈ લો.

નીલગીરી ના પાન માઉથવૉશ અને દાંતો ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત નીલગીરી દાંતો માં રહેલા બેક્ટેરિયા સામે લડવામાં સક્રિય હોય છે. જે દાંત ના સડા અને પીરીયડોટાઈટીસ નું કારણ બને છે. નીલગીરી માંસપેશીઓ અને હાડકા માં થતાં થોડા દુખાવાને ઓછું કરવામાં મદદ કરે છે. તે ઘા અને જખમ પર પણ અસરકારક છે અને તેને સરખું કરવામાં મદદ કરે છે.નીલગીરી સામાન્ય ચેપ કે બેક્ટેરિયા નો સામનો કરવા માટે કામિયાબ છે।

નીલગીરીના પાંદડા થી આસુત તેલનું સામાન્ય નામ છે, વિશ્વ આખામાં ખેતી કરવામાં આવી રહી છે. નીલગીરીના તેલમાં બહોળા પ્રમાણમાં એક ઈતિહાસ છે, જેમ કે દવા, એન્ટીસેફટીક, વિકર્શક, સ્વાદિષ્ઠ મસાલા બનાવવા, સુગંધ અને અન્ય ઔધ્યોગિક ઉપયોગ. નીલગીરી જાતિના પાંદડા માંથી નીલગીરી તેલ કાઢવા માટે વરાળ ભરેલી હોય છે.

નીલગીરી નું તેલ એરોમેતિક નથી હોતું, છતાં પણ તેમાં બીજા એરોમેતિક તેલ જેવી સુગંધ આવે છે. તેનાથી એન્ટી-ઇન્ફ્લામેન્ત્રી, એન્ટી-સપાજમોડીક, એન્ટી-સેફટીક, અને એન્ટી-બેક્ટેરીયલ ગુણ હોય છે જે આ તેલને ખુબ અસરકારક બનાવે છે. એન્ટી-સેફટીક ગુણ ને લીધે આ તેલ દાઝેલા, કપાયેલા અને ઘણી જાતના ઘાવ ને સરતાથી ભરી દે છે. તે ચામડીમાં થતા ઘણી જાતના ઇન્ફેકશન થી પણ બચાવે છે. જો માનસિક રીતે થાકી ગયા છો કે પછી ખુબ ચિંતિત છો તો નીલગીરી નું તેલ સ્વાસ્થ્ય માટે દરેક રીતે આરામદાયક છે.

નીલગીરીના તેલ  માસપેશીઓના દુઃખાવા માટે ખુબ જ સારું રહે છે. આ તેલનું મસાજ કરવાથી ખુબ જલ્દી આરામ મળે છે. તે ત્વચા માટે એક કુદરતી બગ જેવું કામ કરે છે . અને બીજી કેમિકલ બનાવટની સામે આ સ્ક્રીનને ઇન્ફેકશન ને દુર કરવામાં ખુબ અસરકારક હોય છે. નીલગીરીનું તેલ  આંતરડામાં રહેલા જીવાણુંઓ ને દુર કરવાની સાથે ચામડી ની પણ સારી રીતે જાળવણી કરે છે.નીલગીરી નું તેલ તાવ, ડાયાબીટીસ અને ટીબી જેવી બીમારીઓ ને પણ ઠીક કરવા માટે ખુબ જ ઉપયોગી બને છે.

નીલગીરીનું તેલ વાયુ પદુષણ ને કારણે ફેફસામાં પડતી મુશ્કેલી ને દુર કરવામાં મદદરૂપ થાય છે. સ્વસ્થ અને એક્ટીવ જીવનધોરણ માટે તે જરૂરી છે. એક મોટા વાટકામાં પાણી લઈને તેને ગરમ કરો. તે ગરમ પાણી માં નીલગીરી તેલના 4 થી 5 ટીપા નાખો. પછી અઠવાડિયામાં બે કે ત્રણ વખત ગરમ પાણીની વરાળ લો.આમ કરવાથી ફેફસા માંથી ખરાબ પદાર્થ અને મ્યુક્સ બહાર નીકળી જશે અને ફેફસા સારી રીતે કામ કરશે. તેની સાથે જ તેની વરાળ લેવાથી ફ્લુ, બ્રોકાઈટીસ તકલીફોમાં થી આરામ મળશે.

Exit mobile version