Site icon Ayurvedam

ગેસ, વાળ અને ચામડીને લગતા દરેક રોગ માટે જરૂર કરો આ ઘરે બનવેલા પાવડર નો ઉપયોગ, જાણવા માટે અહી ક્લિક કરો

બજારમાં મળતી નારંગી કે મોસંબી ઇમ્યુનિટી વર્ધક છે પરંતુ તેની સાથે આ ફળની છાલનો બહોળો ઉપયોગ કરવા માટેનો પ્રોજેક્ટ શરૂ કરી શકાય છે, જેનાથી સૌંદર્ય પ્રસાધનો ઉપરાંત નેચરલ પરફ્યુમ બનાવવા અને દવાના ઉત્પાદન માટે થઇ શકે છે. છાલ અને બીજને સૂકવીને તેમાંથી તેલ કાઢી તેની અલગ અલગ ચીજવસ્તુ બનાવી શકાય છે.

નારંગી ની છાલમાં ફોટો કેમિકલ્સ ઉપરાંત કેલ્શિયમ, મેગ્નેશ્યમ, ફોલેટ, વિટામીન એ અને બી હોય છે. છાલ અને બીજમાંથી કેટલીક ખાદ્ય ચીજવસ્તુઓ પણ બનાવી શકાય છે. ચહેરાની સુંદરતા માટે છાલનો પાવડર બજારમાં મળે છે. નારંગીની છાલમાં રહેલું ફોલિક એસિડ વાળના મૂળને મજબૂત બનાવે છે. શરીરનું ખરાબ કોલેસ્ટ્રોલ સારૂં કરે છે.

નારંગીની છાલમાં વિટામિન સી અને બી એન્ટિ ઓકિસડન્ટ હોય છે, જે તંદુરસ્ત ત્વચાને મેળવવામાં અને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. તેને સ્ક્રબ અથવા ઉબટનની જેમ આખા શરીર પર લગાડી શકાય છે.

કેટલાક દેશોમાં ઓરેન્જની છાલનો કુદરતી ક્લિનર્સ માટે તેનો બહોળો ઉપયોગ થાય છે. છાલમાં વિટામીન સી અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે તેથી તે પ્રાકૃતિક શુદ્ધિકરણ તરીકે કાર્ય કરે છે.

નારંગી ની છાલને પાણીમાં ઉકાળી પાણીનો છંટકાવ કરવાથી ક્લિનર બની શકે છે. તેની છાલમાં સુગંધ અને તેલ હોય છે તેથી તેમાંથી એર ફ્રેશનર પણ બનાવી શકાય છે. નારંગીની છાલનો પાવડર ફાંકવાથી ગેસ અને ઉલ્ટીઓ થતા અટકે છે.ચીનમાં હજારો વર્ષોથી નારંગીની છાલનું સેવન બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે કરાય છે.

શ્વાસની દુર્ગંઘથી છૂટકારો મેળવવા માટે ચ્યુંગમની જગ્યાએ નારંગીની છાલનો ટુકડો પણ ચાવી શકાય છે.ચા બનાવતી સમયે નારંગીની છાલ નાંખવાથી ઓરેન્જ ફ્લેવરની ચા બને છે. તેનો સ્વાદ મૂડને તરોતાજા રાખે છે. નારંગીની છાલને સુકવીને તેને ન્હાવના પાણીમાં નાંખો. આ છાલ પાણીમાં ઓઇલનું કામ કરે છે. તેનાથી ત્વચા મુલાયમ રહે છે.

સંતરાની છાલમાં વિટામિન B6, કેલ્શિયમ, પ્રોવિટામિન A અને ફોલેટ ઉપરાંત પૉલિફેનૉલ્સ રહેલું છે.અને તે ખુબ ફાયદા કારક છે, જે ડાયાબિટીસ ઉપરાંત અલ્ઝાઈમર અને સ્થૂળતા જેવી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.

નારંગી ની છાલમાંથી હર્બલ ટી બનાવીને પી શકો છો.નારંગી ની  છાલના નાના-નાના ટુકડા કરીને સલાડ, સૂપ અથવા સ્મૂધીમાં ઉમેરીને ખાઈ શકાય છે. નારંગી ની  છાલને સૂકવીને તેનો પાઉડર બનાવી લો. બાદમાં તેનો ઉપયોગ મફિન, કેક અથવા યોગર્ટમાં કરી શકાય છે. નારંગીની છાલને પીસીને તેનો પાવડર વાળમાં લગાવવાથી વાળ મુલાયમ તથા ચમકદાર થાય છે. સાથે ડેંડ્રફ જેવી સમસ્યા પણ દૂર થાય છે.

Exit mobile version