Site icon Ayurvedam

તમારા નાના બાળકો ને એન્ટીબાયોટિક દવાઓ આપતા પહેલા આટલી બાબતો નું જરૂર ધ્યાન રાખો

આપણે સૌએ એ સત્ય સ્વીકારી લેવું જ જોઈએ કે દર્દી, દવા અને ડૉક્ટર(ગમે તે ઉપચાર પદ્ધતિ હોય) નો સબંધ અતૂટ છે અને રહેવાનો છે. જૂના જમાનામાં જ્યારે આજના જેટલી બીમારીઓ નહોતી ત્યારે પણ દર્દીની સારવાર થતી હતી, ડૉક્ટરો પણ હતા અને દવાઓ પણ હતી. તંદુરસ્ત હોવાની અને રહેવાની કલ્પના એ જમાનામાં શરીરને સ્વસ્થ રાખવાની હતી. બદલાતા જમાનામાં તંદુરસ્તી એટલે દરિદ્ર રોગમુક્ત રહેવું જોઈએ એમ ગણાય છે.

કદાચ આ સિદ્ધાંતના પાયા પર જ મૉડર્ન મેડિસિન(આધુનિક નિદાન અને ઉપચાર પદ્ધતિ) અને અકલ્પનીય ઝડપથી વિકાસ થયો છે. રોગનિદાન નાં આધુનિક ઉપકરણની મદદથી મનુષ્યના શરીરમાં થયેલ કોઈ પણ રોગનું નિદાન તાત્કાલિક શક્ય બન્યું છે એટલું જ નહીં પણ એ જ રીતે વૈજ્ઞાનિકો અને ઔષધશાસ્ત્રીઓએ કોઈ પણ રોગને તાત્કાલિક મટાડવાના અથવા કાબૂમાં રાખવા માટે એકથી એક ચડિયાતા ઔષધો શોધી કાઢ્યાં છે.

ઔષધો પણ દુઃખ દૂર કરે છે, તાત્કાલિક પરિણામ આપે છે એ વાત સાચી પણ રોગ થવાનાં કારણો દૂર કરવા માટેના ઉપાયો વિશે મોટા ભાગના કિસ્સામાં મૉડર્ન મેડિસિન કશું જ પગલાં સૂચવતા નથી. પરિણામે રોગો અને દવા વચ્ચે હરીફાઈ થઈ ગઈ છે. રોજ નવા નવા રોગ ઉત્પન થાય છે અને નવી નવી દવાઓ પણ શોધાય જાય છે.બાળકોના કિસ્સામાં મૉડર્ન મેડિસિને સીરપ વેક્સિન અને જુદા જુદા રોગોને મટાડવા માટેની દવાઓની શોધ કરીને ઘણી મદદ કરી છે.

નાનપણમાં જ ત્રિગુણી રસી, પોલિયો વેક્સિન વગેરે ઉપયોગથી શીતળા, લકવો, ઓરી, અછબડા, ઉટાંટિયું જેવા રોગો સામે રક્ષણ આપવા થી બાળમરણ નું પ્રમાણ ઘટ્યું છે. એ વાત બરાબર પણ વારસાગત રોગો અને ભયંકર વાતાવરણ તેમજ ખોરાક અને પ્રવાહીના પ્રદૂષણથી ઘેરાયેલી ઉછરતા બાળકોની પેઢીને રક્ષણ થોડું પણ નથી. માબાપોને પણ સ્વાસ્થની પૂરેપૂરી સમજ નથી પછી બાળકોની પાસે શું અપેક્ષા રાખવાની ?

પરિણામ બાળકોના શરીરમાં વારસામાં મળેલી થોડી ઘણી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) ચેપી રોગોની સામે પૂરી નથી પડતી. અને તેથી જ આજકાલ બાળકોમાં વાર તહેવારે સીઝન પ્રમાણે શરદી, ઉધરસ, તાવ, ગૂમડાં, ફોલ્લીઓ, પેટનો દુખાવો, કાકડા ની ફરિયાદ, આંચકી, કાનની તકલીફ, આંખનો. નંબર આવવા, ઝાડા, ઉલટી, મગજની તકલીફ, યાદશક્તિ નો અભાવ વગેરે અનેક પ્રકારની સામાન્ય અને ગંભીર તકલીફો થાય છે. ચેપી રોગો માટે બાળકોને રક્ષણ છે ફક્ત એન્ટિબાયોટિક દવાઓનું, એ વાત મૉડર્ન મેડિસિને પ્રયોગોથી અને જુદા જુદા રોગો ની સારવાર કરીને દર્દને સંપૂર્ણ રોગમુક્ત કરી દઈને સાબિત કરી આપ્યું છે.

એન્ટિબાયોટિક દવાઓ જિંદગી બચાવી અને હેરાન પરેશાન કરનાર અનેક પરિસ્થિતિ નિવારી લે  છે એ વાત પણ દર્દીને વધારે પડતા ખતરનાક અને જોખમી બેક્ટેરિયા સામે નિઃસહાય કરી દે છે એ વાત પણ ધ્યાન રાખવી જોઈએ. દાખલો લઈએ એમોક્સિસિલિન નામના એન્ટિબાયોટિક. અમેરિકામાં કાનના ચેપથી પરુ આવતું હોય તેવા બાળકો માં ફક્ત ત્રણ મહિના માટે જ આ એન્ટિબાયોટિક આપવાથી તેનો રોગ કાબૂમાં આવ્યો પણ તમને જે બેક્ટેરિયા માટે આ દવા આપવામાં આવી તે દવાથી હવે આ બાળકોને ભવિષ્યમાં કોઈ રક્ષણ નહીં મળે કારણ આ પાવરફુલ બેક્ટેરિયા હવે આ દવાને ગાંઠે નહીં.

મેડિકલ ભાષામાં આને ‘એન્ટિબાયોટિક રેસિસ્ટન્સ’ કહેવાય છે. આપણા દેશમાં જ્યાં ક્વોલિફાઇડ અને અનક્વોલીફાઈડ ડોક્ટર કોઈ પણ જાતના ચેપી રોગ માટે બાળકો માં ચણા-મમરા ની માફક આવી ઉપરાઉપરી એકબીજાથી ચડિયાતી એન્ટિબાયોટિક દવાઓ આપે છે. તેઓ દર્દી ને કેટલી ખતરનાક પરિસ્થિતિમાં મૂકી રહ્યા છે તેનો તેમને સહેજે ખ્યાલ નથી. ગમે તેવા બેક્ટેરિયા હોય પણ એક વાર એ નવા નવા એન્ટિબાયોટિક્સ ની સારવાર અપાય એટલે એ રેઝિસ્ટન્ટ થઈ જાય. બેક્ટેરિયા અને એન્ટી બાયોટિક આ પ્રકારનો સંબંધ જેને ‘એન્ટિબાયોટિક રેસિસ્ટન્સ’ કહેવાય તેનો દર્દીના માબાપને અને કેટલાક કિસ્સામાં ડોક્ટરોને પણ ખ્યાલ નથી હોતો.

આને લીધે ભારેમાં ભારે એન્ટિબાયોટિક આપવાથી અને ભવિષ્યમાં થનારી બીજી બીમારીઓ માટે રક્ષણ નહીં હોવાથી ઘણાં બાળકો નું મૃત્યુ પણ થઈ શકે. એન્ટિબાયોટિક્સ અને બીજી દવાઓની બાળકોમાં વધારા ની ખરાબ અસર : જ્યારે બાળકોને નાના મોટા રોગમાં એન્ટિબાયોટિક્સ અને બીજી દવાઓ જેવી કે મેલેરિયા અને દુખાવાની દવાઓ આપવાથી બાળકોની પાચનક્રિયામાં મદદ કરનારા હોજરીમાં અને આંતરડામાં રહેલા ફ્રેન્ડલી બેક્ટેરિયા નાશ પામે છે. જેથી બાળકોને ભૂખ જતી રહે છે. બાળકોના શરીરમાં પોષણ અને શક્તિ માટે યોગ્ય ખોરાક તેને લીધે લઈ શકતું નથી.

બાળકોમાં કોઈ પણ જાતના રોગ સામે લડવાની શક્તિ (ઇમ્યુનિટી) ધીરે ધીરે ઉત્પન્ન થતી હોય છે. આને લીધે જ્યારે ચેપી રોગ માટે દવાઓ આપી હોય ત્યારે કદાચ બીજું ઇનફેશન લાગી જાય ત્યારે પોષણનો અભાવ, ઇમ્યુનિટી અભાવ અને આની સાથે અનેક પ્રકારના ઇન્ફેકશન લાગવાનો ડર પણ લાગે છે. મોટા ઘરના બાળકો શારીરિક રીતે પણ પ્રવૃત્તિશીલ નથી હોતા. આને લીધે ઇમરજન્સી કેસ સિવાય હવે નાના પ્રકારના ચેપ માટે ભારે દવાઓ અને ચોવીસ કલાક ધ્યાન રાખવા અને પોષણ આપવા ગ્લુકોજ વગેરે બાટલા ચઢાવવા હોસ્પિટલમાં દાખલ કરવાનો રિવાજ સર્વ સામાન્ય થઈ ગયો છે. સવાલ એ ઊભો થાય કે આવા કિસ્સામાં શું કરવું ?

આડેધડ બેફામ રીતે થોડા ઓવરડોઝ માં અલબત્ત, બાળકોને સાજા કરવાના શુભ આશયથી અપાતી દવાઓનો ઈમરજન્સી કેસમાં ઉપયોગ કરવો હોય ત્યારે પણ બેક્ટેરિયા માટે કલ્ચર રિપોર્ટ તૈયાર કરાવી કઈ એન્ટિબાયોટિક તે બેક્ટેરિયા ને  સેન્સિટિવ છે તે ખાસ રિપોર્ટ કલ્ચર એન્ડ એન્ટિબાયોટિક સેન્સિટિવિટી ટેસ્ટ કરાવવો જોઈએ જેને લીધે કલ્ચર રિપોર્ટ નેગેટિવ આવે તો વાઇરસને કારણે થનાર રોગ માટે એન્ટિબાયોટિક આપવાની જરૂર ના પડે, અને કલ્ચર પોઝિટિવ હોય તો જે એન્ટિબાયોટિક તે બેક્ટિરિયા ‘સેન્સિટિવ’ હોય તેમના સાદામાં સાદા એન્ટિબાયોટિક યોગ્ય માત્રામાં આપવાથી દર્દ જશે.

આ ઉપરાંત કેટલાક સિનિયર ડૉક્ટરો આજે પણ બાળકોને માબાપ ને એન્ટિબાયોટિક કે બીજી દવાઓ ન છૂટકે જ આપવાની સલાહ આપે છે. અને પહેલાં કહ્યું તેમ રૂઢીગત રીતે (કોન્ઝર્વેટિવ) સારવાર આપે છે તે રીતની સારવાર આપવી. બીજી ધ્યાન રાખવાની વાત એટલી જ કે જ્યારે ડૉક્ટર એન્ટિબાયોટિક દવાઓ આપે ત્યારે ડોઝ અને કુલ ગોળી લેવાની ચોકસાઈ રાખે અને સારવાર પૂરી કરે. અધૂરી સારવાર કરવાથી પણ ‘એન્ટિબાયોટિક રેસિસ્ટન્સ’ થવાનો ડર રહે છે. આ સિવાય દવાની અસરથી જ્યારે હોજરી અને આંતરડાંમાં રહેલા ફ્રેન્ડલી બેિિરયા’ નાશ પામે ત્યારે દહીં, છાશ, યીસ્ટ વગેરે આપવાથી બાળકની પાચનશક્તિ નાશ પામે નહીં.

તેની રોગ સામે લડવાની શક્તિ વધશે. આટલા માટે જ બાળકોમાં એન્ટિબાયોટિક અને બીજી જોખમી દવાઓ ન છૂટકે જ આપવી જોઈએ. બાળક બીમાર પડે ત્યારે નહીં પણ ત્યાર સિવાયના સમયમાં “હેલ્પી હેબિટ્સ’ તરીકે પોષણયુક્ત સમતોલ આહાર અને યોગ્ય રમતગમત અને કસરત કરવાનું શીખવાડી ઈમ્યુનિટી વધે એવા પગલાં લેવાથી રોગ બને તેટલા ઓછો થશે અને દવા આપવાની જરૂર નહીં પડે.

Exit mobile version