Site icon Ayurvedam

તાવ, કળતર, સોજા અને ડાયાબિટીસ માટે દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ નો ઉપયોગ..

ચોમાસાના દિવસોમાં કડવી નાઈના વેલા ઘણી જગ્યાએ વાડ ઉપર ઊગેલા જોવામાં આવે છે. એનાં પાન ત્રણ કે પાંચ ખૂણિયા વાળા હોય છે. વરસાદની મોસમમાં તેનો વેલો જમીન પર અને ઝાડ ઉપર ખૂબ જ ઝડપથી ફેલાય છે. તેનાં ફળ લીલા રંગના હોય છે. પાકે ત્યારે લાલ રંગના થઈ જાય છે. તેનાં ફૂલ મોગરાનાં ફૂલ જેવાં થાય છે.

નાઈ ની ગાંઠ મોટી વજનમાં ભારે હોય છે. તેનો બહારનો રંગ ભૂરો હોય છે. તે કપાયેલા વચલા ભાગ કરતાં વધુ કઠણ હોય છે. દવામાં એની ગાંઠ વપરાય છે. ચોમાસું આવતાં એની ગાંઠ ગમે ત્યારે ઊગી નીકળે છે. તેમાં ઊલટી અને ઝાડો કરાવનાર તત્ત્વ હોય છે. એમાં મીઠી નાઈ પણ હોય છે. એનાં ફળનું શાક બનાવી શકાય છે.

સોજા થયા હોય ત્યારે નાઈ નો કંદ કાપીને લગાવવાથી સોજો ઉતરી જાય છે. કોઈને ભારે ખાંસી થઈ હોય અને તે મટતી ન હોય ત્યારે તેનો કંદ ઘસીને પીવાથી દર્દીને તરત જ આરામ થઈ જાય છે. ઉલટી દ્વારા કફ પણ નીકળી જાય છે. સ્તનની સમસ્યામાં તેના કંદને ઘસીને લેપ કરવાથી લાભ થાય છે.

ક્યારેક તાવ આવ્યો હોય ત્યારે પણ આ કંદ આપી શકાય છે. બને ત્યાં સુધી એનો ઉકાળો કરીને પીવો જોઈએ. કડવી નાઈ, સપ્તપર્ણી, કરિયાતું, લીમડો અને પટોળા એ દરેક એક એક તોલો લઈ તેનો કવાથ બનાવી શકાય. આ કવાથી પાંચ તોલા લઈ તેમાં સરસવ  નાખી તૈયાર કરવું. આ પ્રવાહી શ્લેષ્મ વિકાર, કૃમિ તથા કૃષ્ટ અને પ્રમેહ માટે કામ લાગે છે.

હાથે પગે થતી ગરમીની વેદનામાં કડવી નાઈ રાહત કરે છે. ક્યારેક સંધિવામાં કડવી નાઈ, કાંદો, ડુંગળી તથા અજમો અને એમાં એરંડિયું તેલ મેળવીને સાંધાવાળી જગ્યાએ લગાડવાથી ઘણી રાહત થાય છે. જીર્ણ આમવાત તથા પરમિયાના દર્દીને આપવા માટે સારી દવા છે, એ લેવાથી દર્દીમાં શક્તિનો સંચાર થાય છે. એનાથી રક્ત શુદ્ધિ પણ થાય છે.

કડવી નાઈ, કરિયાતું, ઇંદ્રજવ ચોપચીની, દેવાદાર તથા ખડસલિયો એ દરેક અડધો તોલો લેવું, કપૂરકાચલી પાંચ તોલા લઈ એનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ પેટનાં સર્વ રોગ ઉપરાંત કૃમિના રોગો પણ મટાડે છે. જ્યારે તાવ આવ્યો હોય અથવા ઉલટી થતી હોય ત્યારે તે માટે નાઈ વપરાય છે. એ દીપન તથા પાચન ગુણ પણ ધરાવે છે. એ પા થી અડધા તોલાની માત્રામાં લઈ શકાય.

તેલમાં કડવી નાઈ, નિરગુંદીનાં પાન અને લસણ બરાબર શેકો. તેને સાંધા ના દુખાવા પર લગાવવાથી સાંધાના દુખાવામાં અને  સોજો માં રાહત મળે છે. 1 ગ્રામ કડવી નાઈ ના પંચાંગ પીસીને તેને આખી રાત પાણીમાં નાંખો. સવારે મેષ કરીને તેને ગાળી લ્યો. આ પીવાથી ડાયાબિટીસ માં ફાયદો થાય છે.

કડવી નાઈનાં પાન, એનાં મૂળ, દરેક અડધો તોલો લીમડાની અંતર છાલ, કરિયાતું, ઇંદ્રજવ, મામેજવો અને મરી એ દરેક પા તોલો લઈ એનું કડવી નાઈના રસમાં બારીક ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ ઓછી માત્રામાં લેવાથી આફરો, કૃમિ તથા ગાંઠ મટે છે. ઉધરસ પણ ઓછી થઈ જાય છે. જ્યાં સાપ કરડ્યો હોય ત્યાં કડવી નાઈ ના કંદની પેસ્ટ બનાવીને લગાવો. આને કારણે સાપના કરડવાથી થતી પીડા, સળગતી ઉત્તેજના વગેરે મટે છે.

કડવી નાઈ, કડુ, કડાછાલ, કરિયાતું, અતિવિષની કળી, ગોખરુ, અને અજમો, એ દરેક લઈ તેનો એક શેર પાણીમાં કવાથ બનાવવો. આ કવાથ પીવાથી જીર્ણજ્વર મટે છે. બાળકને ખૂબ જ જૂજ માત્રમાં અપવાથી કૃમિનો નાશ થાય છે તથા આંચકી પણ મટે છે. કડવી નાઈ ને ગ્રાઈન્ડ કરીને તેને પર અંડકોષ લગાવો. તેનાથી અંડકોષની વૃદ્ધિ અથવા બળતરાની સમસ્યામાં રાહત આપે છે.

1-2 ગ્રામ કડવી નાઈ પાણી માં નાખીને પીવો. તેનાથી ઉલટી થાય છે. આનાથી શરીરના દોષો દૂર થાય છે. તે લોહીના વિકાર, ત્વચાની વિકૃતિઓ, ઉકાળો, પિમ્પલ્સ, ખંજવાળ, ઘા વગેરેને લીધે થતી ત્વચા વિકાર માં રાહત આપે છે. કડવી નાઈ ના કંદ અને લીમડાના પાનને સમાન માત્રામાં ઉકાળો. અને તેને ઘા પર લગાવવાથી ઘા મટે છે.

Exit mobile version