દોડતા , ચડતા , રમતા, ઉતરતા પડી જવાથી કે લોહી જામી જવાથી જે વાગે એને મૂઢમાર કેહવામાં આવે છે. જેમાં દુખાવો થાય પણ અથવા નાં પણ થાય. મુંઢમાર વઘ્યો હોય એ દર્દી ને હાડવૈધ પાસે લઈ જવો જ હીતાવહ છે. આયુર્વેદ માં એને અભિઘટ કહેવામાં આવે છે .
મૂઢમાર કે મોચ પર લોહચુંબકનો સાઉથ પોલ મૂકવાથી તરત જ આરામ થાય છે. લોહચુંબક લાકડી જેવું બ્લોક આકારનું હોવું જોઈએ અને નોર્થ પોલ શરીરના બીજા ભાગને અડે નહિ તેની કાળજી લેવી.
પડવા કે મૂઢમાર વાગવાથી લોહી જામી ગયું હોય તો તે લોહી છૂટું પડી જાય અને ભવિષ્યમાં તેમાંથી કોઇ ગંભીર ગાંઠ ન થઈ જાય કે પાકી ન જાય તે માટે તાત્કાલિક નીચેનામાંથી અનુકૂળ પડે તે ઉપાય કરવો જોઈએ.
પાણીમાં અસાળીયો ભીંજવી અથવા તેની ખીર પકાવી (ગરમ કરી) વાગેલાં ભાગ ઉપર લગાડી દેવું તે વાગેલા ભાગ ઉપર પ્લાસ્ટરની જેમ ચોંટી જશે અને માર વેરાઈ જશે પછી જ ઉખડશે.
દર્દીનું લોહી મૂઢ માર વાગવાથી ગંઠાઈ ગયું હોય તો, તેને લીલા નારીયેળનાં પાણીમાં મધ મેળવી પીવડાવવાથી લોહી છૂટું પડી જાય છે.નવસેકા પાણી નાં પોતાં વાગેલી જગ્યાએ મૂકવાથી પણ જામી ગયેલું લોહી છૂટું પડી જાય છે. વધારે પડતું વાગ્યું હોય તો કેળું અને મીઠાશ બિલકુલ બંધ કરવા. મેંદા લકડી, સાજીખાર અને આંબા હળદર સમભાગ ચૂર્ણ કરી લસોટી લેપ કરવાથી મૂઢ મારમાં ખૂબ ફાયદો થાય છે.
૧ ચમચી હળદર અને ૨ ચમચી ખાંડ મિક્સ કરી સવાર-સાંજ ફાકી કરવી. જેનાથી પણ મૂઢ મારમાં ફાયદો જણાય છે.ધાણાં અને જવનો લોટ પલાળી લેપ કરવો. વાગવાથી સોજો આવી ગયો હોય તો આ લેપથી સોજો તુરંત ઉતરે છે.
શિંગોડાની છાલ ઘસીને લેપ કરવાથી સોજો ને દુઃખાવો મટે છે.લસણ, હળદર અને ગોળને મેળવીને તેનો લેપ મૂઢમાર પર કરવાથી આરામ મળે છે. સરસિયા કે તલના તેલમાં થોડો અજમો નાખી તેલ ગરમ કરી તેલનું સંધિવાના સોજા પર માલિશ કરવાથી આરામ થાય છે.મીઠું લસોટીને ચોપડવાથી સોજો ઊતરી જાય છે.તુલસીનાં પાનને પીસીને સોજા પર લગાડવાથી સોજો ઊતરી જાય છે.
રસોડા માંથી સહેજ હળદર લઈ ને મૂઢમાર ની જગ્યા એ લગાવી દેવી જોઇએ.યાદ રાખો કે મીઠું નાં લાગવું.વાગ્યું હોય એ જગ્યા એ પોતાનું જ મૂત્ર લગાવવાથી ફાયદો થાય છે અને રાહત મળે છે. ખેતર ની કાળી માટી યા નદી નો કાંપ લગાવવાથી પણ મૂઢમાર માં રાહત મળે છે.જેલ નાં કેદીએ આમ જ સારા થતાં હોય છે.બળતરા થતી હોય કે ઠંડું લાગતું હોય તો ગરમ કરી ને લગાવી શકાય.
આંબા હળદર અને દારૂ હળદર નો લેપ લગાવવાથી પણ મૂઢમાર માં રાહત મળે છે.ગામડા માં જ્યાં આવલ નાં ફૂલ મળતા હોય ત્યાં હળદર જોડે ગરમ કરી ને લેપ કરવાથી મૂઢમાર માં તરત જ રાહત મળે છે.
તલ નું તેલ, સરસવ નું તેલ, મગફળી નું તેલ, સિંધવ નું તેલ, કપાસિયા નું તેલ, દિવેલ વગેરે લઈ ને પણ માલિશ કરી સકાય છે.સહેજ હળદર જોડે ગરમ કરી ને લગાવી સકાય છે.મૂઢમાર માં રાહત મળે છે. ખાવા નાં ઔષદો માં ગૂગલ, અભા ગોગળ, પુંનનવ ગૂગલ નો ઉપયોગ પણ લેપ કરવામાં કરી સકાય છે.રસવંતી લેપ, પીડાનાશક લેપ, લેપદુતી, વગેરે વગેરે નો ઉપયોગ પણ કરી શકાય છે.