Site icon
Ayurvedam

100% તમે હજુ નથી જાણતા આના સેવનથી થતાં જોરદાર ફાયદા, પથરી- ગેસ અને અનિંદ્રાથી જીવનભર મળી જશે છુટકારો, જાણો સેવન કરવાની રીત

ઘણા લોકોના ઘરમાં મૂળાનું સલાડ ખાવામાં આવતું હોય છે. ઘણા લોકો સલાડ સિવાય તેની ભાજી અને શાક પણ બનાવીને ખાતા હોય છે. સામાન્ય લાગતા મૂળા જો રોજ ખાવામાં આવે તો કેન્સર, ડાયાબિટીઝ, બ્લડપ્રેશર જેવી ઘણી બીમારીઓથી દૂર રર્હી અને શરીરથી એકદમ સ્વસ્થ રહી શકાય છે.

મૂળાના રોજના વપરાશથી શરદી ખાસી સામે પણ રક્ષણ મળે છે, જો મૂળાની ભાજી કે તેનું શાક નથી ભાવતું તો કાચા મૂળાને સલાડ તરીકે ખાઈને પણ શરદી ખાંસી સામે રક્ષણ મેળવી શકાય છે. મૂળા ખાવાથી ચહેરાની ચમકમાં વધારો થાય છે. અને મૂળા ખાવાથી ભોજન સરળતાથી અને જલ્દી પચી જાય છે.

મૂળામાં પ્રોટીન, કેલ્શિયમ, આયોડીન અને લોહતત્વ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં સોડિયમ, ફોસ્ફરસ, ક્લોરીન અને મેગ્નેશિયમ પણ હોય છે. મૂળા વિટામિન એથી ભરપૂર હોય છે. આ સિવાય પણ ઠંડીમાં સલાડ તરીકે મૂળા ખાવાથી અનેક ફાયદા થતાં હોય છે.  રોજ સાંજે એક મૂળો ખાવાથી ઊંઘ સારી આવે છે. મૂળામાં ખુબ વધુ પ્રમાણમાં ફાઈબર હોય છે જેના લીધે પેટ ભરેલું રહે છે અને ઊંઘ પણ સારી આવે છે.

મૂળા ગેસની તકલીફ માટે રામબાણ ગણવામાં આવે છે. મૂળા અને ટમેટાનું સલાડ કે જ્યુસનું સેવન કરવાથી ગેસથી છુટકારો મળે છે. મૂળા ગેસની વધતી ગતિને વધારે છે જેના લીધે આતરડામાં અટકેલો ગેસ પસાર થઇ જાય છે અને રોગીને રાહત અનુભવાય છે.

મૂળાના રસમાં ક્ષારીય ગુણો હોય છે જેના લીધે તે ગુદા અને મૂત્રમાર્ગની પથરીના રોગીઓ માટે ખુબ લાભદાયક રહે છે. પથરીને લીધે બનતું સંક્રમણની સમસ્યા માટે પણ તે ખુબ ફાયદાકારક બને છે. કમળાના રોગી માટે મૂળા ઉત્તમ ગણાય છે. કમળાના રોગીએ રોજ એક-બે મૂળા ચાવીને કાચા જ ખાઇ જવા જોઈએ. તે કમળામાં પિત્ત ઓછું કરે છે.

પાયરીયાથી બીમાર વ્યક્તિઓને મૂળાના રસથી દિવસમાં 2-3 વાર કોગળા કરવા જોઈએ અને સાથે જ તેનો રસ પણ પીવો જોઈએ. મૂળા ને ચાવી ચાવી ને ખાવો જોઈએ. તેના કારણે દાંતો સબંધિત બધા રોગો દૂર થઈ જાય છે. દરરોજ મૂળા ઉપર બ્લેક સૉલ્ટ નાંખીને ખાવાથી ભૂખ ન લાગવાની સમસ્યા દૂર થઇ જાય છે. મૂળા ખાવાથી આપણને વિટામિન A મળે છે, જેનાથી દાંતને મજબૂતી મળે છે. મૂળા ખાવાથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઇ જાય છે.

મૂળાના રસમાં થોડું મીઠું અને લીંબુનો રસ મિક્ષ કરીને નિયમિત રીતે પીવાથી સ્થૂળતાથી છુટકારો મળે છે અને શરીર સુડોળ બને છે. મૂળાના પાન કાપીને લીંબુ નિચોવી ખાવાથી પેટ સાફ થાય છે અને સ્ફૂર્તિ અનુભવાય છે. પેટ સંબંધી રોગોમાં જો મૂળાના રસમાં આદુનો રસ અને લીંબુનો રસ મિક્ષ કરીને નિયમિત પીવામાં આવે તો ભૂખમાં વધારો થાય છે અને પેટના કૃમિ નષ્ટ થાય છે.

મૂળા આંખોના તેજ વધારવા માટે પણ લાભદાયક હોય છે. મૂળાની અંદર રહેલું વિટામિન એ, બી અને સી આંખોના તેજ વધારવા માટે ખુબ જ ફાયદાકારક નીવડે છે. મૂળામાં પોટેશિયમ સારા પ્રમાણમાં હોય છે. જેથી શિયાળામાં રોજ મૂળાનું સેવન કરવાથી બીપી કંટ્રોલમાં રહે છે.

મુળા થી ખુબ જ વધારે માત્રામાં ફોલિક એસિડ, વિટામિન C અને ઈંથોકાઈનીંન મળે છે. જેના કારણે કેન્સરની બીમારીમાંથી રાહત મળે છે. મોં, પેટ અથવા કિડનીના કેન્સરમાં રાહત આપે છે. એટલા માટે મૂળો એ કેન્સર ના દર્દી માટે ખુબજ ફાયદાકારક છે. મૂળો ખાવાથી ડાયાબિટીસ દૂર થાય છે. મૂળા ખાવથી બ્લડ શુગર વધતુ નથી. અને રોજ સવારે મૂળો ખાવાથી ડાયાબિટીસ પર નિયંત્રણ રાખી શકાય છે.

મૂળા જાડાપણું દૂર કરવામાં પણ મદદરૂપ છે. એના માટે દિવસમાં બે થી ત્રણ વાર ૧૦૦ થી ૫૦૦ એમ.એલ મૂળાનાં જ્યૂસમાં લીંબુનો રસ મેળવી ને પીવો. તેના સિવાય ૬ ગ્રામ મૂળાનાં બીમાં ૧ ગ્રામ યક્ષાવર અને થોડું મધ મેળવીને ખાશો તો ચરબી દૂર થઈ જાય છે.

Exit mobile version