Site icon Ayurvedam

ઠંડી માં ખાઓ મૂળા, લીવર સહિત અનેક પ્રોબ્લેમ્સને જડમૂળથી કરે છે દૂર

શિયાળાની સીઝનમાં મૂળા ખાવા સ્વાસ્થ્યના હિસાબથી ખૂબ જ સારું હોય છે. મૂળામાં પ્રોટીન કેલ્શિયમ આયોડીન અને આયરન ભરપૂર પ્રમાણમાં હોય છે. મૂળા બે જાતના મળે છે. નાના કદના અને મોટા કદના. મોટા કદના મૂળાઓ મારવાડી મૂળા તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે મૂળા સફેદ રંગ વાળા હોય છે. છતાં પશ્ર્વિમના દેશોમાં લાલ રંગ હોય તેવા કંદના મૂળા પણ જોવા મળે છે.

મૂળા ને  અંગ્રેજીમાં રેડીશ કહેવાય છે. ૧૦૦ ગ્રામ મૂળામાં માત્ર ૧૭ કેલરી છે. મૂળામાં કાર્બોહાઈડ્રેટ, થોડી માત્રામાં પ્રોટીન, વીટામીન એ,  સી, બી-૧, બી-ર વગેરે સારા પ્રમાણમાં હોય છે. લાલ મૂળામાં વીટામીન સી નું પ્રમાણ સફેદ કરતાં વધુ હોય છે. તે ઉપરાંત કેલ્સિયમ, ફોસ્ફરસ, આયર્ન મેગ્નેસિયમ, સોડિયમ, કલોરીન, વગેરે હોય છે.

મૂળાના બીયામાં બ્રોડ સ્પેકટ્રમ એન્ટી બાયોટિક (જીવાણું નાશક એન્ટી બાયોટીક) માઈક્રોલાઈસીન હોય છે. જે ટી.બી.ના જંતુઓનો નાશ કરવા માટે ઉતમ માનવામાં આવે છે.અને ટીબી ના રોગ માં રાહત મળે છે. અવાજ બેસી ગયો હોય અને કફવાળી ખાંસી, દમમાં રામબાણ ઈલાજ તરીકે તેનો ઉપયોગ થાય  છે. પેટમાં બળતરા, આફરો, ખાટા ઓડકાર અને અમ્લપિત્તમાં મૂળા લાભદાયક છે.

અપચામાં પણ તે ફાયદો કરે છે. તેમાં મેગ્નેસિયમ હોવાથી પાચનશક્તિ સારી કરવાનું તે કામ કરે છે. મૂળાના બીજમાં બ્લીચીંગ તત્વ હોવાથી કાળા ડાઘા ફેકલ્સ વિગેરે દૂર થાય છે. કોઢમાં મૂળાના બીમાંથી બનાવેલી પેસ્ટ લાભપ્રદ છે. કમળા માટે પણ મૂળો ઘણો અક્સીર ઈલાજ તરીકે જણાયો છે. તે કબજીયાત દૂર કરીને ભૂખ લગાડે છે. આમ મૂળો અનેક રીતે ઉપયોગી છે.

કુમળા મૂળા ભોજન સાથે ખાવાથી જઠરાગ્નિ સતેજ થાય છે. મૂળામાં જવરનાશક ગુણ રહેલો છે. બરોળવાળાને પણ મૂળા ફાયદાકારક છે. મૂળાનાં પાન વધારે પ્રમાણમાં ખાવાથી પેશાબની છૂટ રહે છે.  અને દસ્ત સાફ આવે છે. અર્શના દરદીને મૂળાનાં પાન અથવા તેનો રસ આપવાથી ફાયદો થાય છે. મૂળાના કંદ કરતાં તેનાં પાનનાં રસમાં ગુણ વધુ છે.

મૂળાનાં પાન પાચનમાં હલકાં, રુચિ પેદા કરનારાં અને ગરમ છે. કાચાં ખાવાથી પિત્ત વધારે છે, પરંતુ તેનાં પાન ઘીમાં શાક કરીને ખાવાથી ગુણકારી બને છે. કુમળા મૂળા દોષહર છે, જ્યારે ઘરડા પાકા મૂળા ત્રિદોષકારક છે. મૂળાનો રસ દિલના રોગીઓ માટે ફાયદાકારક હોય છે. એની સાથે જ જો ગળામાં સોજાની સમસ્યા હોય તો મૂળાનું પાણી સીંધાલૂ મીઠુંને મિક્સ કરીને એને ગરમ કરો અને એના કોગળા કરો જેનાથી ગળાનો સોજો ઓછો થઇ જશે અને ફાયદો થશે.

મૂળાની તાસીરને ઠંડી માનવામાં આવે છે. ખાંસીમાં મૂળા ખાવાની ના પાડવામાં આવે છે. પરંતુ મૂળો ખાંસીમાં પણ ઔષધિનું કામ કરે છે. સૂકા મૂળાનો કાઢો બનાવીને મીઠા સાથે એનું સેવન કરવામાં આવે તો માત્ર ખાંસી જ નહીં પરંતુ દમના રોગમાં પણ લાભ થાય છે. જો  ખાવાનું ડાયજેસ્ટ થતું નથી તો મૂળાના પાનનું સેવન કરો. એના સેવનથી પાચન શક્તિ વધે છે.

મૂળા ખાવાથી લીવર મજબૂત થાય છે. આ સાથે જ પેટ સંબંધી ઘણી બીમારીઓ દૂર થાય છે. હાર્ટ પેશન્ટ લોકોએ પણ મૂળા ખાવા જોઇએ.તેનાથી હાર્ટ ને લગતી બીમારી દૂર થાય છે.  મૂળા ખાવાથી દિલ સંબંધી ઘણા રોગ દૂર થાય છે. સવારે મૂળાના નરમ પાન પર સિંધારું મીઠું લગાવીને ખાવાથી મોં ની દુર્ગંધ દૂર થાય છે.

પેટના જીંવાણુંઓનો નાશ કરવામાં પણ કાચો મૂળો ફાયદાકારક સાબિત થાય છે. હાઇ બ્લડ પ્રેશરને શાંત કરવામાં મૂળા મદદ કરે છે. થાક દૂર કરવા તેમજ સારી ઊંઘ લાવવામાં પણ મૂળો ખૂબ જ ફાયદાકારક હોય છે.  મૂળાના રસમાં થોડું મીઠું અને લીંબૂનો રસ મિક્સ કરીને નિયમિત રૂપથી પીવામાં મેદસ્વિતા ઓછી થાય છે.  અને શરીર સુડોળ બની જાય છે.

કુમળા મૂળા ના પાનના રસમાં સુરોખાર નાખી દુંટી પર લેપ કરવાથી મૂત્રાઘાત મટે છે. મુળાના પાનના રસમાં સુરોખાર નાંખી પીવડાવવાથી પથરી મટે છે. મૂળાના ચાર તોલા બીને અર્ધા શેર પાણીમાં ઉકાળી અડધું પાણી બાકી રહે ત્યારે પીવાથી પથરી મટે છે. મૂળાનાં બીનું ચૂર્ણ પીઠ પર થતી વાયુની પીડા માં રાહત આપે છે. મૂળાના બીને અંધેડાના રસમાં પીસીને લેપ કરવાથી કરોળિયા મટે છે.

પયોરિયાના દર્દી એ મૂળાના પતીકા કરી તેની ઉપર નમક ભભરાવી ખૂબ ચાવવા. મૂળામાંથી છૂટતો રસ પેટમાં ન જવા દેતાં મોંમાં રાખી એના કોગળા કરવા. બે મિનિટ આમ કરી રસ થૂંકી દેવો. દિવસમાં બેથી ત્રણ વખત આ પ્રયોગ કરવો. આજ પ્રયોગ પીળા પડી ગયેલાં દાંતથી શુધ્ધિ કરી એને સફેદ ચમકદાર કરવાનો ગુણ પણ ધરાવે છે.

Exit mobile version