માત્ર 1 દિવસમાં ગમેતેવો મરડો મટાડવા અકસીર છે આ આયુર્વેદિક ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઝાડામાં જળસ અને લોહી પડે, પેટમાં સખત વાઢ થાય, તો એ મરડાનાં સ્પષ્ટ લક્ષણો છે. આ સિવાય આમાં એટલા સખત ઝાડા થઈ જાય છે કે મરડાના દર્દીને વારંવાર જાવુ પડે છે. ઝાડો કરવા બેસે ત્યાં ઝાડો થાય નહીં, પેટમાં ખૂબ જ વાઢ આવે, ઝાડોનહીં જેવો થાય, લોહીનાં ટીપાં અને જળસ પડે.આ મરડા ના લક્ષણો છે.

મરડા સાથે તાવ પણ શરૂ થાય છે. મરડાની શરૂઆતમાં તાવ નથી હોતો. જઠરાગ્નિ તદ્દન નરમ પડી જાય છે. ખાવાનું મન થતું નથી, પગમાં ગોટલા ચડી જાય છે, અશક્તિ દિનપ્રતિદિન વધતી જાય છે. પેટમાં આફરો થાય છે પેટ ફૂલી જાય છે, ચૂંક મારે છે, જીભ ઉપર સફેદ છારી બાઝે છે અથવા તો, જીભ વારંવાર સૂકી પડી જાય છે, પણ આ લક્ષણો લાંબા વખતના મરડાના રોગમાં જ જણાય છે. સાધારણ મરડામાં આ લક્ષણો ભાગ્યે જ જણાય છે.

મરડા તીક્ષ્ણ અને જીર્ણ એવા બે પ્રકારના છે. તીક્ષ્ણ મરડામાં ઉપર લખેલાં બધાં ચિહ્નો જણાય છે. પેશાબ લાલ થાય છે. આ ઉપરાંત  જીભ ઉપર છારીનું વળવું, પગમાં ગોટલા ચડીજવા, જીભનું વારંવાર સુકાવું, અશક્તિનું વધવું વગેરે જણાય છે. મરડાની સારવાર માં સારી દવા ઇસબગુલ છે.

ઇસબગુલ, ઘીમાં તળેલી હરડે અને શેકેલી વરિયાળી આ ત્રણનું મિશ્રણ બનાવીને તેને સવારસાંજ છાશ કે પાણી સાથે પીવાથી દસ્ત સાફ આવે છે, પેટની વાઢ નરમાય છે, લોહી પડતું હોય તો તે અટકી જાય છે. ઇસબગુલ  ૧ ચમચો ભરીને તેના આઠ ગણા પાણીમાં ભીંજાવી રાખવું જોઈએ. જમી ને ઊઠ્યા બાદ મરડાના દરદીએ આ ભીંજાવેલ ઇસબગુલ ખાઈને જ ઊઠવું જોઈએ, ઇસબગુલનીચૂર્ણ અથવાતો તો આખા દાણા લેવા.

નારંગી ની છાલ પણ મરડો મટાડવામાં વપરાય છે. આ છાલ ના ટુકડા કરી ને તેને પાણી માં ગરમ કરી ઉકાળો. ત્યાર બાદ આ ઊકાળા  ને ગાળી ને ઠંડુ પાડવા દયો. તેમાં સ્વાદ માટે એક બે ચમચી મધ નાખો અને પીવો. ગરમ પાણીના ગ્લાસમાં ત્રણ થી ચાર ચમચી મધ નાખો અને પછી જ્યારે ઝાડાથી પીડાતા હોય ત્યારે તે પીવો. તે મરડા થી ઝડપી રાહત આપવા માટે મદદ કરે છે.

મરડાના દર્દીએ મોટે ભાગે દહીં, છાશજ પીવી જોઈએ. કણકી, કોદરી પણ દહીં સાથે જ જમવી. મગનું ઓસામણ જેમાં આદું, લસણ, મરી, ગરમ મસાલો, હિંગનો વઘાર હોય એવું આ ઓસામણ થોડા ભાત સાથે લેવું. ગૅસ થતો હોય તો જમતાં પહેલાં હિંગાષ્ટક ચૂર્ણ ચોળીને પ્રથમ ખાઈ લેવું. બીલીનો ગર્ભ ૧ તોલો, જાયફળ ૧ તોલો, દાડમની છાલ ૧ તોલો, કડાછાલ ૧ તોલો, આનું ચૂર્ણ બનાવી, તેની નવ પડીકી બનાવી લેવી. ત્રણ દિવસ સુધી સવાર-બપોર-સાંજ ત્રણ વખત આ પડીકા પાણી સાથે પીવાં.

દિવેલમાં તળેલી ઇસબગુલનું ચૂર્ણ અને શેકેલી વરિયાળી સમાન ભાગે લઈ ચૂર્ણ કરી  આ ચૂર્ણ ને સવાર સાંજ દહીંની તર સાથે લેવું આનાથી મરડો મટશે. આ બહુ સારી ફાકી છે. બે થી ત્રણ ચમચી એરંડિયા તેલમાં પા ચમચી સૂંઠનું મિશ્રન કરી સવારે અને રાત્રે લેવું. મરડો નવો કે જૂનો, આયુર્વેદીય ઔષધો તેના ઉપચારમાં લાંબા ગાળે  વધારે સારું પરિણામ આપે છે.

બીલીનો ગર્ભ, ઓથમી જીરું, કડાછાલ, મરડાશિંગી, મોચરસ, અતિવિષની કળી, જાયફળ, જાવંત્રી, સુંઠ, વાવડિંગ અને અફીણ સમાન ભાગે લઈ મગ જેવડી નાની ગોળીઓ પાણીમાં બેલવીને બનાવવી. સવાર, બપોર, સાંજ ત્રણથી છ ગોળીઓ મરડા ના દર્દી ને આપવી જોઈએ તેનાથી લાભ મળે છે.  દર્દીનાં વાસણ, કપડાં વગેરે અલગ રાખવાં. મરડો મટયા પછી પણ થોડો વખત મિષ્ટાન્ન, કઠોળ વગેરે ભારે અન્નનો ત્યાગ કરવો. મરડાના દર્દી નાં કપડાં હંમેશાં તડકામાં નાખવાં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top