Site icon Ayurvedam

શું મુસાફરી દરમ્યાન તમને પણ ઉલટી થાય છે? તો કરી લ્યો આ રામબાણ ઉપાય, બીજી વખત ક્યારેય તમારી સફર નહીં થાય ખરાબ

અમુક લોકોને હરવા ફરવાનો ખૂબ જ વધારે શોખ હોય છે. પરંતુ મુસાફરી દરમ્યાન થતી ઉલટીને કારણે તેઓના શોખ ઉપર પાણી ફરી જતું હોય છે. જેથી આ લોકો બસ અથવા ગાડીમાં મુસાફરી કરવાથી ડરે છે અને કોઈપણ જગ્યાએ બહાર જઇ શકતા નથી. તેવામાં જો તમને પણ મુસાફરી દરમિયાન ઉબકા અને ઊલ્ટી જેવી સમસ્યા થતી હોય, તો આજે અમે તમને અમુક એવા ઉપાય બતાવવાના છીએ જેનાથી તમારી મુસાફરી એકદમ ખુશનુમા અને આરામદાયક બની જશે.

મુસાફરીના અડધા કલાક પહેલા આદુની જીણી જીણી કટકી કરીને ખવડાવવાથી તેમને ક્યારેય ચક્કર કે ઉલ્ટી નહિ થાય અથવા તો જો તમારી પાસે સુકું આદુ હોય તો એક એક કલાકે જીણી જીણી કટકી ખાવાથી તમને ચક્કર કે ઉલ્ટી ક્યારેય નહીં આવે અને તમારો પ્રવાસ પણ સફળ થશે. તુલસીના પાંદડાં ચાવવાથી ઉલ્ટી આવશે નહીં. આ ઉપરાંત એક બૉટલમાં લીંબૂ અને ફુદીનાનો રસ સંચળ નાંખીને રાખો અને મુસાફરી દરમિયાન તેને થોડુક-થોડુક પીતાં રહો.
થોડા લવિંગ લ્યો અને તેને જયારે પણ તમને એમ લાગે છે કે મને ઉલ્ટી થવાની શક્યતા છે ત્યારે તમે એક લવિંગ લઈને પસી તેને તમારા મોઢામાં મૂકી રાખવાથી તમને આવતી ઉલ્ટી કે ચક્કર આવતા સાવ બંધ થઇ જશે.

લીંબૂને કાપીને, તેના ઉપર બ્લેક પેપર અને સંચળ છાંટીને ચાટો. તેનાથી તમારું મન ઠીક રહેશે અને ઉલ્ટી થશે નહીં.અમુક લોકોને તો અજમા ની સુગંધ પસંદ હોતી નથી. પરંતુ અજમાંથી ઉલટી આવવાની સમસ્યાને ખતમ કરી શકાય છે. હકીકતમાં અજમામાં અમુક એવા ગુણ રહેલા છે, જેનાથી ઉલટી થતી નથી. કપૂર, ફુદીનો અને અજમાને મિક્સ કરી દો અને તેને તડકામાં સૂકવવા માટે રાખી દો. ત્યારબાદ તેને એક ડબ્બામાં બંધ કરીને મુસાફરી દરમિયાન પોતાની સાથે રાખો અને ઉલટી અથવા ચક્કર આવવા પર તુરંત તેને ખાઈ લો.

મુસાફરી કરતા સમયે જો તમને ગભરામણ થવા લાગે અથવા તો ઊલટી જેવું થાય તો પીપરમેન્ટ ખાઈ લેવી. પીપરમેન્ટ ખાવાથી ગભરામણ થી રાહત મળે છે અને ઉલટી પણ થતી નથી. એટલા માટે જ્યારે પણ મુસાફરી કરો છો ત્યારે પોતાની પાસે પીપરમેન્ટ જરૂરથી રાખવી. ગભરામણ અથવા ઊલટી થવા લાગે એ પહેલા પીપરમેન્ટ જરૂરથી ખાઈ લેવી. મુસાફરી દરમિયાન જો તમને ઉલટી અથવા ગભરામણ જેવું લાગે તો આદું અને લવિંગ વાળી ચા પી લેવી. આદુવાળી ચા પીવાથી ગભરામણ થતી નથી અને ઊલટીમાં પણ આરામ મળે છે. આ સિવાય તમે ઈચ્છો તો લીંબુનો રસ પણ પી શકો છો.

સંતરુ ખાવાથી મન એકદમ હળવું થઈ જાય છે અને મોઢાનો સ્વાદ પણ સારો બની જાય છે. એટલા માટે મુસાફરી કરતા દરમિયાન પોતાની પાસે સંતરા જરૂરથી રાખવા અને ગભરામણ થવા પર સંતરા ખાઈ લેવા.
કોઈપણ મુસાફરી કરતા પહેલા ખાણીપીણીનું વિશેષ ધ્યાન રાખવું. કારણ કે અયોગ્ય ખાણીપીણીને કારણે મુસાફરી દરમિયાન પરેશાનિઓ ઉભી થઇ શકે છે.મુસાફરી કરતા સમયે ફક્ત હળવો ખોરાક જ લેવો અને મસાલાવાળી ચીજો ખાવાથી બચવું. કારણ કે વધારે પડતી મસાલાવાળી ચીજો ખાવાથી ઉલટી થવાની શક્યતાઓ રહે છે.

રૂમાલ પર ફુદીનાના તેલના થોડા ટીપા છંટકાવ કરો અને મુસાફરી દરમિયાન તે સૂંઘતા રહો. ફુદીનાના પાનને હૂંફાળું પાણીમાં નાખો અને 1 ચમચી મધ નાખી આ મિશ્રણ બહાર જતા પહેલા પીવો. આ તમને ઘણો આરામ આપશે. દાડમનો પાઉડર અથવા આદુ ખાવાથી પણ મુસાફરીમાં થતી ગભરાટ દૂર થાય છે. જ્યારે પણ તમે મુસાફરી માટે નીકળો ત્યારે એક લીંબુ તમારી સાથે રાખો. આ કરવાથી ઉલટી થશે નહીં. ડુંગળીનો રસ ઉલટીમાં પણ રાહત આપે છે, એક ચમચી ડુંગળીનો રસ પીવાથી અને એક ચમચી આદુનો રસ ઉમેરવાથી રાહત મળે છે. ઘર છોડતાં પહેલાં લગભગ એક કલાક પહેલાં આ જ્યુસ પીવો. યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી નહીં આવે. તમે જ્યારે પણ બહાર ફરવા નીકળો ત્યારે ખાલી પેટ ન રહો, આવું હંમેશા યુવતીઓ સાથે થાય છે. આવામાં મુસાફરી દરમિયાન પેટમાં ગેસ બને છે, જેને કારણે જીવ ઉંચોનીચો થયા કરે છે. અને થોડા સમય બાદ ઉલટી થાય છે.

 

 

Exit mobile version