Site icon Ayurvedam

જીવનમાં ક્યારેય નહીં આવે હાર્ટ એટેક, ફક્ત આ રીતે કરો આ રામબાણ પાનનો ઉપયોગ

લીમડાનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હોય છે કે લીમડામાં અનેક ઔષધિય ગુણોનો ભંડાર છે. મીઠા લીમડા ના પાન ની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થતા હોય છે. મીઠા લીમડાના પાનને ઘણી જગ્યાએ કડી પત્તા તરીકે પણ ઓળખવામાં આવે છે.

મીઠા લીમડાના પર્ણમાંથી થોડેઘણે અંશે વિટામીન એ, બી, સી અને ઇ પ્રાપ્ત થાય છે. મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન, કોપર જેવા પોષકતત્ત્વો પણ કઢી લીમડામાં ઉપલબ્ધ છે. એમિનો એસિડ, નાયસિન, ફ્લાવોનોઇડ્સ અને એન્ટી ઓક્સિડેન્ટ્સ જેવા સ્ત્રોત પણ મળી આવે છે. મીઠો લીમડો આપણા ખાવાનો સ્વાદ તો વધારે છે, પરંતુ સાથે સાથે તે આપણા શરીરને પણ અનેક પ્રકાર ના ફાયદા કરે છે, અને સાથે સાથે આપણા શરીર ની અંદર થતી અને પ્રકારની બીમારીઓને દૂર રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

મીઠા લીબડા ના ઔષધીય ગુણ :

લીવર શરીરની સૌથી મોટી ગ્રંથી છે, જે વિવિધ પ્રકારની બાયોકેમિકલ પ્રક્રિયાઓમાં પોતાનું યોગદાન આપે છે.  શરીરની તંદુરસ્તી માટે યકૃતનું ફીટ હોવું જરૂરી છે. મીઠા લીમડામાં એ ગુણ રહેલો છે કે જે યકૃતને બેક્ટેરિયા-વાઇરસના ઇન્ફેક્શનથી બચાવે છે. મીઠા લીમડામાં રહેલા કાર્બોજોલે એલ્કલોઇડ્સમાં ઝાડાને બંધ કરવાની ક્ષમતા હોય છે. મીઠા લીમડાના પાનનું દરરોજ સેવન કરવાથી ઝાડાથી તકલીફથી છુટકારો થાય છે.

મીઠા લીમડાના સેવનથી લોહીમાં કોલેસ્ટ્રોલને ઘટાડે છે. જે હૃદય રોગથી બચાવવામાં મદદ કરે છે. શરીરમાં રહેલ ઑક્સીડેટીવ કોલેસ્ટ્રોલ બેડ કોલેસ્ટ્રોલનું નિર્માણ કરે છે. જેના કારણે હૃદયનો હુમલો આવવાનો ખતરો વધારે રહે છે. મીઠા લીમડાનાં પાનમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ રહેલો હોય છે, જે કોલેસ્ટ્રોલનું ઑક્સીકરણ થવામાં રોકે છે. જેનાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલની માત્રા કંટ્રોલમાં રહે છે. મીઠા લીમડાના પાન હ્રદય સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.

મીઠા લીમડાના પણ ત્વચા માટે ઘણા ફાયદેમંદ સાબિત થાય છે. મીઠા લીમડાના તેલમાં હાજર રહેલા ગુણ બેક્ટેરિયલ ઇન્ફેક્શનને દૂર રાખવામાં મદદ કરે છે. આ સિવાય મીઠા લીમડાના પાનની પેસ્ટ મોઢા પર લગાવવાથી પણ ફાયદો થાય છે. મીઠા લીમડામાં ઘણાં ઔષધીય ગુણો રહેલાં છે. જેમાંનો એક ગુણ પેટમાં પેદા થતી ગરબડને દૂર કરે છે. ખોરાક પ્રત્યે રુચિ ન થવી, ઉબકા આવવા, ઉલટી થવી, ખોરાકનું પાચન ન થતાં પેટ ફુલી જવું- વગેરે પેટની સમસ્યાઓમાં મીઠા લીમડાનો ઉપયોગ કરી શકાય છે.

Young woman vomiting into the toilet bowl in the early stages of pregnancy or after a night of partying and drinking.Close-up of woman on toilet in morning.

મીઠા લીમડાનાં દસ પાંદડાંનો બે ચમચી રસ અને એક ચમચી લીંબુનો રસ ઠંડા પાણીમાં મેળવીને તેમાં જરૂર પૂરતી સાકર નાખવી. તેમાં મરીનો પાવડર પણ ઉમેરવો. આ શરબત પીવાથી ઉપર્યુક્ત સમસ્યાઓનું નિવારણ કરી શકાય છે.મીઠું, જીરુ, હિંગ અને મીઠા લીમડાનાં પાંદડાંથી વઘારેલી છાશ જમતી વખતે લેવાથી મરડો, મ્યુણે કોલાયટીસ જેવી સમસ્યાઓમાં થોડી રાહત થાય છે.

ડાયાબિટિસથી પીડાતી વ્યક્તિઓ માટે લીમડાના સેવનની સલાહ આપવામાં આવે છે. તેમાં સમાયેલ ફાઇબર ઇન્સુલિન પર સકારાત્મક પ્રભાવ નાખે છે. બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે મીઠા લીમડાને સેવન ફાયદેમંદ માનવામાં આવે છે. મીઠા લીમડામાં હાજર ફાઈબર ઈન્સુલિન સકારાત્મક પ્રભાવ પહોય બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. મીઠા લીમડામાં રહેલા આયરન અને ફોલિક એસિડ એનિમિયાના ખતરાને ઓછો કરવામાં મદદ કરે છે. આ સિવાય મીઠા લીમડામાં રહેલા વિટામિન એ અને સી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

મીઠા લીમડાના પાનનું સેવન કરવાથી વજન વધવાનો ખતરો ઘટે છે. જો કોઈને ક્યાં પણ ઇજા થઇ હોય અથવા સ્કિન પર ઇજા, દાઝી ગયા હોય તો મીઠો લીમડો ફાયદેમંદ છે. મીઠા લીમડામાં હાજર રહેલા એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ સ્કિન માટે ગુણકારી છે. આ માટે  ઘાવ પર મીઠા લીમડાની પેસ્ટ કરીને લગાડવાથી ફાયદો થાય છે.

મીઠા લીમડા ના પાન ને વાંટી એક ચમચી પેસ્ટ અથવા તો પાવડર મા અડધી ચમચી મુલતાની માટી તેમજ ગુલાબજળ ભેળવી ને ઘાટી પેસ્ટ તૈયાર કરી લેવી. ત્યારબાદ તેને મોઢા પર લગાવવી. ૧૫ મિનિટ સુધી રાખ્યા બાદ મોઢા ને ધોઈ લેવો. આવું બે થી ત્રણ કરતા ની સાથે જ મોઢા ઉપર ફરક જોવા મળશે.વાળ ખરવાની સમસ્યા હોય તો મીઠા લીમડાના સૂકા પર્ણોની ભુકી તલ કે નારીયેળના તેલ સાથે ઉકાળી અને માથામાં ચોપડી દેવાનો ક્રમ થોડા દિવસો જારી રાખવાથી વાળના મૂળની મજબૂતાઈમાં વધારો થાય છે.

વાળ ને લાંબા કરવા માટે આ મીઠા લીમડા ના પાન ને ટોપરા ના તેલ મા ત્યાં સુધી ગરમ કરવા કે જ્યાં સુધી તેલ નો રંગ હળવો કાળો ના થઇ જાય. ત્યારબાદ આ તેલ ને ઠંડુ કરી એક બોટલ મા ભરી લેવું તેમજ દર અઠવાડિયે આ તેલ થી ટાલ ના ભાગ મા મસાજ કરવી. શરીરમાં આયર્નના શોષણ માટે જવાબદાર ફોલિક એસિડ મીઠા લીમડાના પાંદડામાં મળે છે. લીમડામાં સમાયેલા પોષક તત્વો વાળને જલદી સફેદ થવા દેતા નથી.

રોજિંદા આહારમાં લીમડાના વપરાશથી દિમાગ તેજ થાય છે. લીમડાના સેવનથી યાદશક્તિ નબળી થઇ જવી તેમજ અલ્ઝાઇમર જેવી બીમારીઓમાં લાભ થાય છે. માનસિક તાણથી મગજને શાંત કરવામાં મદદ કરે છે. લીમડામાં સમાયેલ લિનાલૂલ નામનું તત્વ માનસિક તાણને દૂર કરે છે.એન્ઝાઇટી અને ડિપ્રેશનન ઓછું કરવા માટે લીમડાનું તેલ ફાયદાકારક સાબિત થયું છે. રાતના સૂતા પહેલા તકિયા પર બે-ત્રણ ટીપા કરી લીફ એસેન્શિયલ ઓઇલના છાંટવા.

Exit mobile version