એક અદભૂત જડીબુટ્ટી જે શરીરને બળવાન અને શક્તિવાન બનાવી દરેક દુખાવા માંથી આપે છે કાયમી છૂટકારો, ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલતા નહીં

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

હાલના સમયમાં કોઇપણ બીમારીનો આયુર્વેદિકથી ઉપચાર કરવાનો ઉપયોગ વધ્યો છે. આપણા શાસ્ત્રમાં વિવિધ ફળ, ફુલ અને વૃક્ષનો આયુર્વેદિક ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે પણ જણાવવામાં આવ્યું છે. આજે અમે એવી જ એક ઔષધી અંગે વાત કરી રહ્યાં છીએ. મહુડો ભારતના વિવિધ વિસ્તારોમાં મળી આવે છે. જોકે સૌથી વધુ માત્રામાં મહુડો ગુજરાતમાં મળી આવે છે. મહુડાના પાંદડા બદામ જેવા હોય છે.

મહુડાની દરેક વસ્તુઓનો ઉપયોગ આપણે ઔષધીના રૂપમાં કરી શકીએ છીએ. તેનુ ફળ હોય કે ફુલ તેનો ઉપયોગ કરવાથી અનેક વિવિધ બીમારીઓમાં તે લાભકારક નીવડે છે. આજે અમે મહુડાનો આયુર્વેદિક રીતે ઉપયોગ કરવાથી કઇ-કઇ બીમારીમાં ફાયદા થાય છે તે અંગે જણાવી રહ્યાં છીએ.

મહુડાની છાલનો ઊકાળો પીવાથી શરદી જલ્દી મટી જાય છે. મહુડાનો ઉકાળો બનાવવા માટે એની છાલ, ખાંડ અને પાણી ની જરૂરત પડે છે, પહેલા એની છાલ સારી રીતે સાફ કરો પછી પાણીને ગેસ પર ગરમ કરવા મૂકી દો અને પછી પાણીમાં છાલને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. ઉકાળો બનીને તૈયાર થઈ જશે.

ડાયાબીટીસના દર્દી  માટે મહુડાના છાલનો ઉકાળો ખૂબ લાભદાયક હોય છે અને ઉકાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે માટે ડાયાબિટીસના દર્દીએ ઉકાળો નિયમિત પીવો જોઈએ. આંખોમાં ધૂળ જાય ત્યારે તમે મહુડાના ફળનો રસ આંખોમાં નાખો. એનો રસ આંખોને એકદમ સાફ કરી દેશે, મહુડાના રસમાં ઈચ્છો તો મધ પણ નાખી શકો છો.

મહુડાનાં છાલનો ઉકાળો પીવાથી ઘૂંટણના દુખાવા અને સોજામાં રાહત મળે છે. ઉકાળો ના પીવો હોય તો એનો લેપ પણ લગાવી શકો છો એનો લેપ બનાવવા માટે એની છાલને પીસીને તેમાં ગરમ સરસોનું તેલ ભેળવો પછી આ લેપને લગાવી દો આ લેપ લગાવવાથી સોજામાં  રાહત મળે છે.

દાંતોમાં દુખાવો થાય ત્યારે મહુડાના વૃક્ષના પાંદડા તોડીને તેને દાંત પાર ઘસો. મહુડાના પાંદડાના મંજન કરવાથી દાંત નો દુખાવો દૂર થાય છે અને મોઢા માંથી લોહી નીકળે ત્યારે આ વૃક્ષની છાલનો રસ કાઢીને તેમાં પાણી ભેળવીને કોગળા કરો. દિવસમાં ત્રણ વાર આ પાણીથી કોગળા કરવા. એવું કરવાથી લોહી નીકળતું બંધ થઈ જશે.

મહુડાનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે અને આ તેલને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીરના કોઈ પણ ભાગે ખંજવાળ આવતી હોય અથવા બળતું હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે. માથું ભારે થઈ ગયુ હોય, સુસ્તી હોય તો મહુડાનાં બીનો નાસ લેવાથી સ્કૂર્તિ આવે છે. સુંઠ, મરી, પિપર, તથા મહુડા ને ભેગા કરીને તેનો નાસ લેવો.  હ્રદય ના રોગીને વારંવાર આ નાસ આપવાથી હુમલા ઓછા થાય છે.

બવાસીર થાય ત્યારે મહુડાના ફળનું સેવન કરો તમે થોડા ફૂલોને લઈ એને ઘી માં નાખી એનું સેવન કરો. રોજ મહુડાના ફળને ખાવાથી બવાસીરથી આરામ મળશે. શરીરમાં દાહ થતો હોય, ખંજવાળ આવતી હોય, ખંજવાળથી થી છોલાઈને જખમ થયો હોય તો ૨૫ ગ્રામ મહુડાની છાલ તેનો પા લિટર પાણીમાં ભેળવવી.  આ કાઢો રોજ સવાર-સાંજ લેવાથી શરીરનો દાહ અને ખંજવાળ મટે છે.

નાના બાળકને ભૂખ લાગતી ન હોય અને થોડા કૃમિ થયાં હોય એવું લાગતું હોય તો ૫ ગ્રામ છાલનો દોઢ-બે કપ પાણીમાં રસ કાઢી અને એમાં મધ નાખીને પીવું. આથી કૃમિ નીકળી જઈને ભૂખ લાગશે. મહુડાનાં ફૂલ ખૂબ ઠંડા હોય છે. એક કાચની બરણી લઈ તેમાં એક થર ખડીસાકરનો અને એક થર ફૂલનો તેવી રીતે ભરવું. આ બરણી બરાબર બંધ કરીને તડકામાં મૂકી દેવી. આ ગુલકંદ ગરમીની તકલીફ માટે ખૂબ સારો માનવામાં આવે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!