મેથી આપણા સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક સાબિત થાય છે. મેથીનો પાક બનાવીને પણ ખાવામાં આવે છે, જેથી શરીરને શક્તિ મળે અને શરીર રોગો સામે લડી શકે. રસોડામાં વપરાતી આ વસ્તુનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિ તરીકે કરવામાં આવે છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્ર્ટ, ચરબી, જળ, લોહ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન વગેરે આવશ્યક માત્રામાં રહેલાં છે.
આયુર્વેદ પ્રમાણે મેથી સ્વાદમાં કડવી, તીખી, ગરમ, પિત્તવર્ધક, ભૂખ લગાડનાર, પચવામાં હળવી, બળપ્રદ, હૃદય માટે હિતકારી અને મળને અટકાવનાર છે. મેથીના દાણા કરતાં તેની ભાજી થોડી ઓછી ગરમ, વાયુનાશક, સોજા મટાડનાર, પિત્તશામક અને પાચનકર્તા છે. આજે અમે તમને મેથીના દાણાના ફાયદા વિષે જણાવીશું.
મેથી કબજિયાત અને ગેસની સમસ્યાથી રાહત આપે છે. જો કોઈને ગેસની સમસ્યા હોય તો મેથીનું સેવન કરવાથી ફાયદો થાય છે. તેના ઉપયોગથી પાચન સરળ રહે છે, જે પેટને લગતી સમસ્યાઓથી રાહત આપે છે. મેથીના દાણા હાડકાને લગતી સમસ્યાઓ જેવી કે સંધીવાં અને સાયટિકામાં પણ ફાયદાકારક સાબિત થાય છે. એના માટે સૂંઠનો પાવડર અને મેથીના દાણાનો પાવડર મિક્સ કરીને, તેના ફક્ત 1 ગ્રામનું સેવન નિયમિત કરવાથી તમને ફાયદો થશે. એને તમારે નવશેકા પાણી સાથે દિવસમાં બે વાર લેવો જોઈએ.
જો વાળ ખરવાની સમસ્યા હોય તો એના માટે મેથીના દાણાને પાણીમાં પલાળીને તેની પેસ્ટ બનાવો. એ પેસ્ટને વાળમાં લગાવવાથી વાળ ખરતા બંધ થાય છે, અને મજબૂત પણ થાય છે. એનાથી સફેદ વાળ પણ કાળા થવા લાગે છે. સવારે નયણાં કોઠે પલાળેલા મેથીના દાણાનું સેવન કરવાથી ચહેરા પરથી ખીલ દુર થાય છે.
મેથીના દાણાને ખાવાથી પેટ સંબંધિત બધી સમસ્યાઓ દૂર થવા માંડે છે. મેથી ખાવાથી શારીરિક પાચનશક્તિને પ્રોત્સાહન મળે છે અને અપચન, કબજિયાત વગેરે જેવી શારીરિક તકલીફો દૂર થાય છે. મેથીના દાણા ખાવાથી આપણા શરીરમાં જોવા મળનારા વિવિધ પ્રકારના ઝેરીલા હાનિકારક રાસાયણિક પદાર્થોને બહાર નીકળવામાં ખૂબ મદદ મળે છે અને આપણી પાચનશક્તિનો વિકાસ થાય છે.
જો મેથી દાણાને 1 ચમચી મધ અને લીંબૂના રસ સાથે લેવામાં આવે તો આપણને તાવ, શરદી ખાંસી અને ગળાની ખારાશ જેવી સમસ્યાઓથી રાહત મળે છે. રાત્રે પાણીમાં પલાળેલા મેથીના દાણાને સવારે નયણાં કોઠે સેવન કરવાથી અને એનું પાણી પીવાથી તમે તમારું વધતું વજન અટકાવી એને ઘટાડી શકો છો.
રોજ સવાર સાંજ 1-1 ગ્રામ મેથીના દાણા પાણી સાથે ગળી જવાથી ધૂંટણ તથા હાડકાંના સાંધાઓ મજબૂત થાય છે. વાયુના રોગો થતા નથી, ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ પણ થતું નથી. શરીર સ્વસ્થ રહે છે તથા સ્થૂળતા વધતી નથી. સાઈટિકા અને પીઠના દુખાવામાં એક ગ્રામ મેથી દાણાનો પાવડર અને સુંઠનો પાવડર નવશેકા પાણી સાથે દિવસમાં બે-ત્રણવાર લેવું ફાયદાકારક છે અને દુખાવામાં રાહત મળે છે.
દુ:ખાવા પર મેથીનો પોટલીનો શેક ઘણી રાહત આપશે. નાનાં બાળકો પથારીમાં પેશાબ કરતાં હોય કે મોટેરાંઓને વારે વારે પેશાબ કરવા જવું પડતું હોય ત્યારે મેથીનો ઉપયોગ કરવો જોઈએ. સૂવાના સમયે અડધી ચમચી મેથીના દાણા અને અડધી ચમચી ધાણા પાવડર નાખીને, એક મહિના નિયમિત ગરમ દૂધ સાથે લેવાથી પુરુષોમાં જાતીય શક્તિ વધે છે.
સુવાવડ સમયે મેથીનો વપરાશ પીડાતી સ્ત્રી માટે આર્શીવાદરૂપ બને છે. સુવાવડ વખતે આખો મહિનો મેથીના લાડવા હોંશે હોંશે આરોગતી મહિલા કમરનો દુ:ખાવો, સફેદ પાણીની રમઝાટ, પ્રસુતિના કારણે આવેલી નબળાઈ, રકતકણોની કમી, ચક્કર, અરૂચિ, આખા શરીરે પીડા, મુખ્યત્વે ગર્ભાશયની આજુબાજુની પીડા કે પછી સુવાવડીની મોટી ફરિયાદ અનિંદ્રા વગેરે માંથી છુટકારો મળે છે.
મધની સાથે મેથી પીવું હૃદય માટે ફાયદાકારક છે. મેથીના દાણા ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. જો ગૅસ , એસિડિટી અને ખાઈ લીધા પછી જો પેટ નો દુખાવો રહેતો હોય તો છાશ માં ½ ચમચી મેથી નો પાવડર ભેળવી પીવાથી રાહત થાય છે. મેથી ને પલાળી અથવા તેના પાવડર ને દૂધ માં નાખી ખાવાથી પરસેવા ની વાસ આવતી નથી. મેથી ના પાવડર માં 1 ચમચી મેથી પાવડર , 1 ચમચી દૂધ ની મલાઈ, 1 ચમચી ગુલાબજળ લો. આ બધી વસ્તુ ને મિક્સ કરી માસ્ક બનાવી તેને ચહેરા પર 15 થી 20 મિનિટ પર લગાવાથી ચહેરા પર ચમક વધે છે અને ખીલ થતાં અટકે છે.
શરીરમાં કોઈપણ જગ્યાએ દુખાવો હોય ત્યા મેથીના દાણા રાખી ટેપ મારી દેવાથી દુખાવો ગાયબ થઈ જશે. સરસોનું તેલ, નારિયેલનું તેલ કે ગાયનું ધી ત્રણમાંથી એક વસ્તુ લો તેમાં મેથીના દાણાને નાખીને ખૂબ ઉકાળો. ઠંડુ થયા બાદ જેમને પણ કાનનો દુખાવો હોય તેમના કાનમાં એક ટીંપુ કાનમાં નાખો. દુખાવો બંધ થઈ જશે.