Site icon Ayurvedam

આ 10 દાણાથી જીવનભર ડાયાબિટીસ, સાંધાના દુખાવા અને થાયરૉઇડથી મળશે રાહત

આજના યુગમાં ડાયાબિટીસની બીમારી એક ખૂબ જ ગંભીર સમસ્યા બની ગઈ છે, ડાયાબિટીસની બીમારી કોઈને પણ થઈ શકે છે, પછી તે બાળક હોય કે વૃદ્ધ, ડાયાબિટીસનો રોગ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી તેને નિયંત્રિત કરવું જરૂરી છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે તમારે વધારે દૂર જવાની જરૂર નથી, પરંતુ ઘરના કિચનમાં રહેલા મસાલાથી જ તમે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો.

જી હાં, અમે વાત કરી રહ્યા છીએ મેથીના દાણાની, મેથીનું સેવન શુગર લેવલને કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે મેથી ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. મેથીમાં જસત, ફોસ્ફરસ, ફોલિક એસિડ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમની સાથે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, ફાઇબર, પ્રોટીન, ફોસ્ફોરિક એસિડ જેવા તત્વો હોય છે. જે શુગલને નિયંત્રિત કરવાની સાથે સાથે સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓને દૂર કરે છે.

ડાયાબિટીસ માટે નો રામબાણ ઈલાજ મેથીના દાણા:

મેથીના દાણાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે મેથી દાણામાં એમિનો એસિડ હોય છે અને એમિનો એસિડ લોહીમાં રહેલી શુગરને તોડવામાં અને તેનું લેવલ ઘટાડવામાં મદદ કરે છે. તેથી જો ડાયાબિટીસના દર્દીઓ મેથીના દાણા ચાવીને કે મેથી દાણાવાળી ચા બનાવીને રોજ મેથીના દાણા પીવે તો તેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

મેથીના દાણાના અન્ય ફાયદા:

મેથીના દાણાનું સેવન શુગર લેવલને કંટ્રોલ કરવા સાથે કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે. કેમકે તેમાં ફાઇબર હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાટે છે. મહિલાઓને પીરિયડ્સ દરમિયાન દુખાવો અને ખેંચાણની ફરિયાદ હોય છે, પરંતુ જો મહિલાઓ પીરિયડ્સ દરમિયાન મેથીનું સેવન કરે છે, તો તેનાથી દુખાવા અને ખેંચાણથી છુટકારો મળે છે.

મેથીના દાણાનું સેવન વજન ઘટાડે છે મેથીના દાણાનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે મેથીના દાણાનું સેવન ફાયદાકારક છે. કારણ કે મેથીના દાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓને દૂર કરે છે.

મેથી સંધી વા માટે બેસ્ટ ઈલાજ છે. મેથી ને ઘીમાં શેકીને, દળી ને તેનો લોટ બનાવવો. પછી ગોળ-ઘીનો પાક કરીને સુખડીની જેમ હલાવી, તેના નાના નાના લાડુ બનાવવા. રોજ સવારે એક એક લાડુ ખાવાથી અઠવાડિયામાં વા થી જકડાઈ ગયેલા અંગો છુટા થાય છે અને હાથ-પગે થતી વા ની કળતર મટે છે.

મેથીના દાણાનું ખાલી પેટ સેવન કરવાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. જેથી વાયરસ અને બેક્ટેરિયાથી બચી શકાય છે. સાંધામાં દુખાવો કે સાંધામાં બળતરા થતી હોય ત્યારે મેથીના દાણાનું સેવન ફાયદાકારક છે. કારણ કે મેથીના દાણામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે દુખાવો અને બળતરા ઘટાડે છે.

મેથીનું થાઇરોઇડમાં પણ ખૂબ જ લાભકારી છે અને થાઇરોઇડ પણ કાબૂમાં રહે છે. આજે માનસિક રોગના ભોગી તેમજ વધારે પડતું ખારું ખાનાર મોટાભાગના લોકો થાઈરોડની બીમારીથી પીડાય છે.

Exit mobile version