આર્યુવેદમાં ઘરગથ્થુ ઊપચારમાં મેથીને એક અગ્રણીય ઔષધીમાં સ્થાન પ્રદાન કર્યુ છે. હજારો વરસથી એનો વપરાશ થતો આવ્યો છે. મેથીમાં કડવાપણું તેમા રહેલા પદાર્થ ‘ગ્લાઈકોસાઈડ’ ને કારણે થાય છે. મેથીમાં ફોસ્ફેટ, લેસીથિન, વિટામીન ડી અને લોહ અયસ્ક તત્વો હોય છે, જે તમારા સ્વાસ્થ્યની જરૂરિયાતોને પૂરી કરે છે. મેથીના દાણા ફક્ત શરીરને આંતરિક રૂપે મજબૂત કરવાની સાથે સાથે શરીરને બહારહી પણ સુંદરતા આપવામાં મદદરૂપ થઈ શકે છે.
મેથી તાસીરે ગરમ અને સ્વભાવે ચીકણી હોવાથી એ વાયુમાં ખાસ હીતદાયક છે.મેથી હળદર જેવાં કડવાં દ્રવ્યોની હરોળમાં આવતી હોવાથી એનો રોજીંદો વપરાશ આહારનું સમતુલ જાળવવા માટે આવશ્યક જણાતો છે. શિયાળાની ઋતુમાં મેથીનો વપરાશ વધારે થાય છે.. ભારતભરમાં મોટાભાગમાં પરિવારો મેથીને મેથી પાકમાં આવરીને અને મેથીના ખાસ લાડમાં સમાવીને હોંશે હોંશે ખાવામાં મજા માણે છે.
શરીરમાં ઠંડી સામે લડત આપવા ઊપરાંત વાયુના રોગો તેમજ જાતિય નબળાઈને હટાવવામાં મદરૂપ બને છે. મેથીપાક કે લાડુ આખો શિયાળો ખાવાથી ખાનાર માનવીની રોગ- પ્રતિકાર શકિતમાં વધારે થાય છે. મેથી વાયુને દૂર કરે છે, ભૂખ લગાડે છે, પાચનશક્તિ વધારે છે અને શરીરને પુષ્ટ કરે છે. ખીચડીમાં મેથી નાંખી શકાય, વઘારમાં એ વાપરી શકાય. મેથીનો સાંભાર કરીને પણ રોજ લઈ શકાય. કોઈપણ રીતે આહારમાં મેથીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ.
મેથી ના આરોગ્યવર્ધક ફાયદા:
મેથીનો આમપાચક ગુણ આમવાતને હાંકવામાં સહાયભૂત થાય છે. અંગ્રેજીમાં રૂમટીઝમ તરીકે ઓળખતા આમવાતને કેડ, ઢીંચણ, ખબો કે પગની એડીમાંથી મેથી હકાલપટી કરે છે. માથામાં આમ વાયુની થતાં આમવાતનો દુ:ખાવો અને ઘણી વખત સોજો પણ આવે છે. ત્યારે સૂંઠ દિવેલના ઊકાળા સાથે મેથીનો વપરાશ અકસીર ગણાય છે. સંધીવા જેવા હઠીલા રોગમાં પણ મેથી અને દીવેલનું મિશ્રણ થતાં ફાયદો જણાય છે. જેમને અરૂચિ હોય અને ભૂખ ન લાગતી હોય એમણે મેથીનું સેવન કરવું જરૂરી છે.
ડાયાબિટીસમાં મૂત્ર સાથે જતી સાકર (ગ્લુકોઝ)નું પ્રમાણ ઘટાડવાનો મેથીમાં (કડવી હોવાથી) ખાસ ગુણ રહેલો છે. ડાયાબિટીસના દર્દીએ બે ચમચી મેથી રોજ રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, ગાળી લઈ એકાદ મહિના સુધી એ ગાળેલું પાણી રોજ સવારે પીવું. આ ઉપચારથી મૂત્રમાં જતી સાકરનું પ્રમાણ ઓછું થાય છે. ડાયાબિટીસના રોગીએ આ સરળ અને સાદો ઉપચાર ધીરજ રાખી કરવા જેવો છે.
કોઈ પણ જાતના તાવ જેવા કે વિષમજવર, જીર્ણ જવર કે વાત જવરમાં મેથીનો વપરાશ ગુણદાયક નીવડે છે. મેથીનો સ્વભાવ ગ્રાહી હોવાથી જૂના મરડાને જડમૂળ માંથી માટેડે છે. જેમને પાણી જેવા ઝાડા થતા હોય એમને મેથીનાં સેવનથી ઝાડા બંધાઈને આવે છે. છાશ સાથે શેકેલી મેથીના દાણા આપવાથી ઝાડામા રાહત થાય છે. મેથી ખાવાથી કે એનો રસ પીવાથી ઊબકા કે ઊલટી માં પણ રાહત મળે છે. નાનાં બાળકોને કે મોટેરાંઓને કૃમિ હેરાન કરતાં હોય એમણે મેથીનું શાક ખાવુ, મેથી પેટનાં કોઈ પણ જાતમાં કરમિયાંની પરેશાની થી છુટકારો આપે છે.
રપ ગ્રામ મેથી દાણાનો પાવડર બનાવીને થોડું પાણી ઉમેરી લુગદી (પેસ્ટ) બનાવીને તપેલીમાં નાખવું. તેમાં ૧૦૦ ગ્રામ કોપરેલ ઉમેરવું. ધીમે તાપે ગરમ કરવું. લુગદીમાં રહેલું પાણી બળી જાય અને મેથીનો પાવડર લાલ થઈ જાય અને તેલમાંથી સાધારણ ધુમાડો નીકળવા માંડે ત્યારે ઉતારીને ઠંડુ થયે ગાળીને ભરી રાખવું. આ તેલનું માથામાં રોજ માલિશ કરવાથી નિસ્તેજ થઈ ગયેલા વાળમાં ચમક આવે છે. માથાની ચામડીમાંથી ઉખડતી ફોતરી (ખોડો) ધીમે ધીમે બંધ થઈને ખંજવાળ બંધ થાય છે. વાળ ઉતરવાની સમસ્યામાં ઘટાડો થતો જાય છે.
એડીનો દુ:ખાવો કે એડીની કળતર એ આજની સ્ત્રી અને પુરૂષ માટેની સામાન્ય પરેશાની છે. એમાં સ્ત્રીઓની ફરિયાદ વધારે સંભળાય છે ત્યારે મેથી દાણારૂપે ગળાવી કે પછી એનું ચૂર્ણ ફાકવું હીતદાયક જણાશે. મેથી પેઈને કીલર ગુણ ધરાવે છે. દુ:ખાવા પર મેથીનો પોટલીનો શેક ઘણી રાહત આપશે. નાનાં બાળકો પથારીમાં પેશાબ કરતાં હોય કે મોટેરાંઓને વારે વારે પેશાબ કરવા જવું પડતું હોય ત્યારે મેથીનો ઉપયોગ કરવો જોઈએ.
નબળા હદયના દર્દી માટે મેથી ચમત્કારીક લાભ આપે છે. નિત્ય મેથીનું સેવન કરનાર માનવીના જીવનમાં હાર્ટ- એટેકનું નામ જ નહિ આવે. હદયના અન્ય રોગ પણ એની બાજુમાં ફરકશે નહિ એવી મેથીની અદૂભૂત તાકાત છે. મેથી સ્ત્રી માટે ખૂબ ગુણકારી છ. સુવાવડ સમયે મેથીનો વપરાશ પીડાતી સ્ત્રી માટે આર્શીવાદરૂપ બને છે. સુવાવડ વખતે આખો મહિનો મેથીના લાડવા હોંશે હોંશે આરોગતી મહિલા કમરનો દુ:ખાવો, સફેદ પાણીની રમઝાટ, પ્રસુતિના કારણે આવેલી નબળાઈ, રકતકણોની કમી, ચક્કર, અરૂચિ, આખા શરીરે પીડા, મુખ્યત્વે ગર્ભાશયની આજુબાજુની પીડા કે પછી સુવાવડીની મોટી ફરિયાદ અનિંદ્રા વગેરે માંથી છુટકારો મળે છે.
મેથીનો વપરાશ ધાવણ વધારે છે ધાવણને શુધ્ધ પણ રાખે છે. મેથીનું સેવન કરતી માં અને બાળક પણ અનેક શારિરીક વ્યાધીમાંથી ઊગરી જાય છે. મેથીનો વપરાશ કઢીમાં બહુજ ઊતમ ગણાય, મેથીનો સૂપ ગુણકારક રીંગણ કે સરગવાનાં શાકમાં મેથીનો મેળાળવો શરીર માટે લાભદાયક છે. શેકેલી મેથીની ચા પીવાથી અજબ શરીર માં સ્ફૂર્તિ આવે છે. મેથી ગરમ હોવાથી પિતને ઊશ્કેરે છે. માટે જેમનામાં પિતનો વાસ હોય એમણે મર્યાદામાં રહીને મેથીનો ઊપયોગ કરવો અથવા ન પણ કરવો.
મેથી પેટની તકલીફોનું ઉત્તમ ષધ છે. વાયુ, મોળ, ઊબકા, આફરો, ખાટા ઘચરકા, વધારે પડતા ઓડકાર, પેટમાં ઝીણી ચૂંક, બંધાયા વગરનો પાતળો ઝાડો એ બધાં ઉપદ્રવોમાં ખૂબ જ ઉપયોગી છે. બે ચમચી મેથી અને બે ચમચી સૂવાદાણા એ બંને અધકચરા શેકીને ચૂર્ણ કરી લેવું. સવાર-સાંજ એક-એક ચમચી જેટલું આ ચૂર્ણ ફાફી, ચાવીને પેટમાં ઉતારી જવું.પેટ ને લગતી બધી તકલીફોમાં ફાયદો થશે.
સ્ત્રીઓના શ્વેતપ્રદર (સફેદ પાણી પડતું હોય તે) માં મેથીનું સેવન લાભકારક છે. સુવાવડ પછી ઘણી સ્ત્રીઓને પ્રદરની ફરિયાદ કાયમ માટે ઘર કરી જાય છે. એમાં અડધી ચમચી જેટલું મેથીનું ચૂર્ણ થોડા ગોળ અને ઘી સાથે મેળવીને સવાર-સાંજ લેવાથી સારો લાભ થાય છે. સાથેસાથે કપડાની લંબગોળ પોટલીમાં મેથીનું ચૂર્ણ ભરીને યોનિમાર્ગમાં રાખવાથી ઝડપથી ફાયદો થાય છે. મેથીના સેવનથી ગર્ભાશય સંકોચાય છે અને શરીર ધોવાતું અટકે છે. વળી તે વાયુશામક હોવાથી કમરનો દુખાવો અને પગની કળતરને પણ દૂર કરે છે.
શરીરમાં વધી ગયેલા કોલેસ્ટ્રોલને નોર્મલ કરે છે મેથીના દાણા. હાઈ બ્લડપ્રેશરની બીમારીને 15 દિવસમાં ઠીક કરે છે. મેથીના દાણામાં ઈલેટ્રો મેગ્નેટિક ફોર્સ બધી વસ્તુ કરતા વધારે હોય છે. તેથી શરીરમાં કોઈપણ જગ્યાએ દુખાવો હોય ત્યા મેથીના દાણા રાખી ટેપ મારી દેવાથી દુખાવો ગાયબ થઈ જશે. સરસોનું તેલ, નારિયેલનું તેલ કે ગાયનું ધી ત્રણમાંથી એક વસ્તુ લો તેમાં મેથીના દાણાને નાખીને ખૂબ ઉકાળો. ઠંડુ થયા બાદ જેમને પણ કાનનો દુખાવો હોય તેમના કાનમાં એક ટીંપુ કાનમાં નાખો. દુખાવો બંધ થઈ જશે.
હૃદય સંબંધિત સમસ્યાઓમાં મુખ્ય કારણ ‘લોહી જાડું થઈ ગયું છે’ એવું દર્દીઓ અવારનવાર ડોક્ટર પાસેથી સાંભળતા હોય છે અને એના માટે લોહી પાતળું થવાની દવા પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે છે. આ દવાઓ વધારે લાંબો સમય ચાલે કે ડોઝ વધારે આપવામાં આવે તો ચામડી પર જાંબલી રંગનાં ધબ્બાં પડી જતાં હોય છે. પુરુષોમાં શિશ્ન પુનર્જીવનની સમસ્યા આના દ્વારા ઉકેલી શકાય છે. આ સિવાય ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધારીને અન્ય સમસ્યાઓ સુધારવામાં પણ મદદ કરે છે.સૂવાના સમયે અડધી ચમચી મેથીના દાણા અને અડધી ચમચી ધાણા પાવડર નાખીને, એક મહિના નિયમિત ગરમ દૂધ સાથે લેવાથી પુરુષોમાં જાતીય શક્તિ વધે છે.