Site icon Ayurvedam

માત્ર એક વખત આના ઉપયોગથી માથાનો ખોડો, ખંજવાળ અને ખરતા વાળનો 100% અસરકારક ઉપચાર..

આજ સુધી માથાની ખંજવાળના ઉપાયમાં ઘરગથ્થું ઉપાયોને જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. માથામાં ખંજવાળ મોટાભાગે માથાને યોગ્ય રીતે ના ધોવાથી, ખોડો અને ફંગસના કારણે કે ક્યારેક ક્યારેક માથાની ત્વચામાં સંક્રમણના કારણે થાય છે. તેના માટે પર્યાપ્ત દેખભાળ અને ઉપાયની જરૂરિયાત હોય છે.

લીંબુ ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક હોય છે. લીંબુમાં ઉપસ્થિત એન્ટીસેપ્ટિક ગુણોના કારણે તમે તેનો ઉપયોગ માથાની ખંજવાળ દૂર કરવા માટે કરી શકો છો. કેટલાક નિષ્ણાંતો સલાહ આપે છે કે જો તમે એક કે બે મહિના સુધી લીંબુનો ઉપયોગ કરશો તો તમે સમસ્યાથી પૂરી રીતે છુટકારો મેળવી શકો છો.

૨-૩ લીંબુ લો અને તેને અડધા કાપો. હવે નીચોવીને રસ કાઢી લો અને તેને એક વાટકામાં ભેગો કરો. હવે કોટન બોલની મદદથી તેને માથાની પેથિએ લગાવો. માથાની ત્વચા પર લીંબુ લગાવવાથી ખોડાથી પણ રાહત મળે છે. તેને ૧૦ મિનીટ પછી ધોઈ લો. લીંબુ એક કંડીશનરની જેમ પણ કામ કરે છે.

બેકિંગ સોડા એક પ્રભાવી પદાર્થ છે જેનો ઉપયોગ માથાની ખંજવાળ દૂર કરવા માટે કરવામાં આવે છે. બધા ઘરે બેકિંગ સોડાનો ઉપયોગ કરે છે અને આ કારણ છે કે બેકિંગ સોડાનો ઉપયોગ કરીને સારો હેર પેક બનાવી શકાય છે. તેલ મસાજ વાળ માટે દરેક રીતે ફાયદાકારક છે.

એક કટોરામાં ૪-૫ ચમચી બેકિંગ સોડા લો અને તેમાં પાણી મેળવો. હવે સામગ્રીઓને સારી રીતે મેળવો અને ધ્યાન રહે કે પેસ્ટ ના તો વધુ ગાઢ થાય કે ના વધારે પાતળી. આ પેસ્ટને માથાની ત્વચા પર લગાવો અને થોડા સમય માટે રાખો. ૨૦-૨૫ મિનીટ પછી ધોઈ લો. એક દિવસના અંતર પછી આ પ્રક્રિયાને ફરીથી કરો અને માથાની ખંજવાળથી પૂરી રીતે છુટકારો મેળવો.

નારિયેળ તેલ માથાની ત્વચા પર ખૂબ સારી રીતે કામ કરે છે અને આ કારણ છે કે માથાની ત્વચાની ખંજવાળ દૂર કરવાનો આ એક સારો વિકલ્પ છે. તમે દરેક વખતે તમારા શેમ્પુમાં ૨-૩ ટીંપા નારિયેળ તેલના મિક્સ કરો અને પછી તેનાથી વાળ ધુઓ. કે પછી તમે એક દિવસના અંતરે વાળમાં નારિયેળ તેલથી મસાજ કરી શકો છો.

નારિયેળનું તેલ માથાની ત્વચામાં થનાર ફંગલ અને અન્ય પ્રકારના સંક્રમણો સામે લડવામાં મદદરૂપ થાય છે. એક વખત જ્યારે તેલ સેટ થઈ જાય તેના પછી તમે બેબી શેમ્પુંથી વાળ ધોઇ શકો છો. માથાની ત્વચાની ખંજવાળને રોકવા માટે મીઠા લીમડાંના પત્તાથી બનેલ માસ્કનો ઉપયોગ કરો.

હીલિંગ અને લુબ્રિકેટિંગ ગુણોના કારણે તલનું તેલ માથાની ખંજવાળના ઉપાયમાં ખૂબ ફાયદાકારક હોય છે. એક ડબ્બામાં ખૂબ ઓછી માત્રામાં તલનું તેલ લો અને તેને થોડીવાર ગરમ કરો. હવે આ તેલથી ૧૫-૨૦ મિનીટ સુધી માથાની ત્વચાની માલિશ કરો. પછી વાળને શેમ્પુથી ધોઈ લો.

હંમેશા આ સલાહ આપવામાં આવે છે કે તમે રાત્રે તલનું તેલ લગાવો અને આખી રાત વાળમાં રહેવા દો. આથી તલનું તેલ માથાની ત્વચામાં સારી રીતે ઉતરી જાય છે અને માથાની ખંજવાળ પૂરી રીતે ઠીક કરી દે છે. બ્રોકલીમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે માથાની ત્વચા પર થનાર ફંગસને રોકવામાં મદદરૂપ હોય છે. તેના ઉપરાંત તે વાળની જડોને મજબૂત બનાવે છે જે વાળના વિકાસમાં મદદરૂપ હોય છે.

એક મુઠ્ઠી ભરીને બ્રોકલી લો અને તેને થોડા સમય માટે ઉકાળો. તમે બ્રોકલીને પીસીને તેની પેસ્ટ પણ બનાવી શકો છો. જો જરૂરી હોય તો તેમાં થોડા ટીંપા લીંબુનો રસ અને ઓલિવ ઓઈલ મિક્સ કરો. હવે તેને માથાની ત્વચા પર લગાવો અને થોડી મિનીટ સુધી લગાવી રાખો.

ત ખરતા વાળ અટકાવવા માટે તમારે દરરોજ માથાની તેલથી મસાજ કરવી જોઈએ.આ ઉપાય એકદમ સરળ અને શ્રેષ્ઠ છે. વાળ અને ખોપરી ઉપરની ચામડીની યોગ્ય માલિશ કરવાથી લોહીનો પ્રવાહ વધે છે અને વાળના મૂળની શક્તિમાં વધારો થાય છે. જો તાણની સમસ્યાથી પણ વાળ ખરતા હોય, તો તેલ મસાજ કરવાથી તાણની સમસ્યા દૂર થાય છે.

Exit mobile version