આધાશીશી, મગજના અને રોગો અને માથાના દુખાવા માંથી દવા કરતાં પણ વધુ અસરકારક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ લોકોમાં માથાના દુખાવાની સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે. નાના હોય કે મોટા આ સમસ્યા સામાન્ય બની ગઈ છે. આ સમસ્યા દૂર કરવા માટે ઘણી દવાઓ આવે છે પણ તે નુકસાન કરે છે માટે અમે માથાના દુખાવાની સમસ્યાના નિવારણ માટે કેટલાક ઘરેલુ ઉપચાર લઈ ને આવ્યા છીએ. જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.

પગના તળિયે રોજ ચોખ્ખું ઘી કાંસાના વાટકાથી ઘસવાથી માથાનું દર્દ નાશ પામે છે.  સુખડ પાણીમાં પથ્થર પર ઘસીને માથે લગાડ લગાડ કરવાથી માથું દુખતું બંધ થશે. એ જ રીતે હીરાબોર અને વિનેગર લગાડવાથી પણ માથાનાં દર્દ મટે છે. એરંડાનાં મૂળનો લેપ વારંવાર લગાડવો અથવા કપાસનું પાન ગરમ કરીને માથા પર બાંધવું એ જ રીતે દિવેલાનું પાન ગરમ કરીને માથે બાંધવાથી દુખાવો નરમ પડે છે.

દરરોજ કેસર ને મગજતરીવાળું દૂધ સવારમાં નરણે કોઠે પીવાથી મગજની બીમારી દૂર થાય છે. માખણથી રોજ માથા ઉપર ખૂબ જ મહેનતથી માલિશ કરવું. આથી માથાનું દર્દ મટે છે. ૧૦ વર્ષ જૂના જમરૂખના ઝાડનું મૂળ પાણીમાં ઘસી લગાડયા કરવાથી ગમે તેવા માથાનો દુખાવો મટે છે. કેવડાની જડ પાણીમાં છૂદી માથે મૂકવી અથવા જાડાછીંક નામની વનસ્પતિ સુંઘવાથી માથાનું દર્દ મટે છે.

અડદનો રોટલો બનાવી માથે બે કલાક રાખવાથી માથાનું દર્દ મટે છે. ખસખસ ૧૦ તોલા, જાયફળ ૧ તોલો, સફેદ મરી ૧૦ તોલા, ખાંડ ૨ શેર, કમળબીજ ૧૦ તોલા, દૂધનો માવો ૧ શેર, બદામ ૧૦ તોલા અને એલચી ૧ તોલો મેળવી એનો પાક બનાવી ખાવાથી મગજની ઘણી બીમારી નરમ પડે છે.

કેળાની કૂંપળનો રસ માથે લગાડવો. બોરડીનું મૂળ અને પીપર ઘસીને માથે લેપ કરવો. જલદ ચા (વગર દૂધની) માં ૧ લીંબુ નીચોવી પીવાથી માથાનો દુખાવો મટે છે. સાજીખાર ગાયના દૂધથી બનેલા માખણમાં ખાવાથી માથું દુખતું બંધ થાય છે. આરીઠાની છાલ અથવા આંબાની અંતરછાલ પાણીમાં ઘસી નાકથી સૂંઘવું.

બીલી, નગોડનાં પાન, અજમો અને મસળીને રોટલા જેવું બનાવીને માથે મૂક્વાથી ગમે તેવો દુખાવો નરમ પડે છે. કાળી માટી ભીંજવી કપડાં પર લગાડી માથે મૂકે તેમજ પેટ ઉપર મૂકે તો ગરમીથી દુખતું માથું નરમ પડે છે. કાંસકીનું મૂળ અને મરી પાણીમાં ઘસીને માથે મૂકવું. કંકોડા, રતાંજલિ અને કોપરેલનો લેપ માથે લગાડવો.

કમળના ફૂલની ચા પીવી. આથી માથાનું દર્દ મટે છે. કાળી મૂસળી કોપરા સાથે ખાવાથી, સુંઠ, કેસર અને સાકર સમ ભાગે લઈ ખાવાથી અથવા ગાયના માખણ સાથે સોનામુખી ખાવાથી માથાનું દર્દ મટે છે. આંકડાનું દૂધ રાખમાં મેળવી તે સુંધવું, આથી છીંક આવી માથું દુખતું બંધ થાય છે. પકવેલા સમુદ્રફીણનું ચૂર્ણ સુંધવું.

ત્રિફળાનું ચૂર્ણ પા તોલો મધ સાથે લેવાથી અથવા તકમરિયાંને પાણીમાં ભીંજવી તે પાણી તકમરિયાં સાથે પીવાથી પિત્તથી થતો માથાનો દુખાવો બંધ થાય છે. કફથી માથું દુખતું હોય તો પીપરી-મૂળના ગંઠોડાનું ચૂર્ણ ગોળ સાથે ખાવું અથવા માથામાં જીવડાંને લીધે દુખાવો હોય તો નાકે ટર્પેન્ટાઈન ઓઇલ લગાડવું.

ઘોડાવજ અને સુંઠ ભેગાં કરી સુઘવાથી અથવા અધેડા નું ચુર્ણ સુંધે તો માથાનો દુખાવો બંધ થાય. ઇન્દ્રવરણી નાં મૂળની છાલની ચટણી ૧ તોલો, તેલ ૪ તોલા અને પાણી ૧૫ તોલા મેળવીને ઉકાળવું. તેલ બચે ત્યારે ઉતારીને માથે ઘસવાથી દર્દ મટે છે. હોજરીના બગાડથી માથું દુખતું હોય તો ગરમ પાણી પીવું અને મળસ્થાનને ગરમ પાણીથી સાફ કરવું.

આરીઠાનું ચૂર્ણ સૂંધવાથી લાભ થાય છે. નવસાર અને ચૂનો શીશીમાં ભેગો કરી હલાવીને સુંઘવાથી જોરથી છીંકો આવશે અને માથું હલકું પડશે. મરીનું બારીક ચૂર્ણ સુંઘવાથી છીંક આવશે અને માથું દુ:ખતું મટશે. સાબરસિંગું માથે લગાડવાથી માથું દુખતું નરમ પડે છે. સુખડ ધસીને માથે તેમજ પગના તળિયે લગાડવું અથવા સરકામાં ખાદીનો કટકો પલાળીને માથે મૂકવાથી દર્દ મટે છે.

મરીના દાણા ખૂબ ઝીણા વાટી ભૂખે પેટે બે માસ પીવાથી ગમે તેવો માથાનો દુખાવો મટે છે. કાચા ચોખામાં ૨ લવિંગ વાટીને માથે લેપ કરવો અથવા લીમડાની ડાળી ઘસીને માથે ચોપડવી અથવા ધંતુરાનાં પાનના રસનું ચૂર્ણ અને તેલ માથે લગાડવાથી દર્દ મટે છે. રાત્રે કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે તે પાણીમાં મસળી, ગાળીને પીવાથી માથાનું દર્દ મટે છે.

આકડાનાં પાકેલાં પાન માથે બાંધવાં, અરીઠાનું ફીણ માથે ચોપડવું અથવા આમળાનું ચૂર્ણ પા તોલો ઘી-સાકર સાથે ખાવું. આમ કરવાથી માથાનું દર્દ મટે છે. ગરમીથી માથું દુખતું હોય તો કાંદો સૂંધવો. શરદીથી માથું દુખતું હોય તો મરીને પાણીમાં વાટી માથે લેપ કરવો.

કાચા તૂરિયાનો રસ ગરમ કરી માથે લગાડો અથવા લીમડનાં પાન ગરમ કરવાં અથવા છૂંદીને તેનો રસ ગરમ કરી માથે લગાડવાથી દર્દ મટે છે. આમળાનું ચૂર્ણ સાકર સાથે ખાવું, કાયફળનો ભૂકો સુઘવો અથવા સુખડનો ભૂકો દિવેલમાં મસળી લેપ કરવાથી માથાનું દર્દ મટે છે.

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top