Site icon Ayurvedam

વિચારોને કાબુમાં રાખી મનને શાંત કરવા માટે જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, 100% રિજલ્ટ મળશે, જાણવા માટે અહી ક્લિક કરો

કયારેક આપણને એમ લાગે છે કે, જીવન નિયંત્રણ બહાર જતું રહ્યું છે. જે કાંઈ થઈ રહ્યું છે તે સંતોષજનક નથી. આ પ્રકારની સ્થિતિમાં આપણે આપણું આધ્યાત્મિક પાસું બહાર લાવવાની જરૂર હોય છે. મન, શરીર અને આત્મા વચ્ચેના સુમેળની જરૂર હોય છે.

ઓફિસમાં તમારા લન્ચ-બ્રેક દરમિયાન ઓફિસની બહાર જઈને કોઈ પાર્ક કે ગાર્ડન જેવી જગ્યા શોધીને ત્યાં બેસો. પાસે સિંગદાણાનું એક પેકેટ રાખો. કલ્પના કરો કે તમે તમારી રોજિંદી દુનિયામાંથી એક જુદી જ દુનિયામાં આવી ગયા છો. દરેક સિંગદાણો જાણે કે એક નકારાત્મક ભાવ કે વિચાર છે. હવે સિંગદાણાને તમારા નકારાત્મક ભાવનું નામ આપીને જમીન પર ફેંકો અને વિચારો કે નકારાત્મક વિચારને તમે ત્યજી દીધો છે. પાર્કમાં ફરતાં પક્ષીઓને ભોજન મળી જશે. તમારી નકારાત્મકતા જતી રહેશે અને પક્ષીઓને ખવડાવવાનો આનંદ તમને મળશે.

રોજની પાંચ મિનિટની શ્વાસની કસરત જીવનમાં સંતુલન, સુમેળ અને શાંતિ લાવવામાં મદદ કરે છે. પ્રાણાયામની સાદી પદ્ધતિ આ પ્રમાણે છે. એકથી ચાર સુધી ગણતા શ્વાસને અંદર લો. ઉચ્છ્વાસ કાઢતી વખતે ફરી વાર એકથી ચાર સુધી ગણો.

દરેક વ્યક્તિમાં વધુ સારા બનવાની ક્ષમતા હોય છે. વ્યક્તિની આસપાસ રહેલા તેજ વલયને જુઓ. તેનાથી તમને તમારી વિશિષ્ટતાનો ખ્યાલ આવશે. દરેક વ્યક્તિની આસપાસ સોનેરી રંગનું એક તેજ વલય હોય છે. અનુભવ માટે આ પ્રમાણે કરો. તમારા કોઈ મિત્રને આછા રંગે રંગેલી દીવાલ પાસે ઊભા રાખો. તેને તેના હાથ-પગ ફેલાવીને રાખવા કહો. કોઈ પડછાયો ના પડે તેનું ધ્યાન રાખો. હવે તે વ્યક્તિમાં જુઓ, તેના શરીરને નહીં. એકાદ-બે મિનિટમાં તમને તેના શરીરમાંથી નીકળતું સોનેરી તેજ દેખાશે.

આધ્યાત્મિક-ગુરુઓની જેમ તમે પણ દુઃખી વ્યક્તિનું દુઃખ ઓછું કરી શકો છો. જો તમે તમારો હાથ દુઃખી વ્યક્તિના માથા પર મૂકીને ધવલરંગી ઊર્જા વહેતી હોવાની કલ્પના કરશો તો સાથે જ તે ચેષ્ટા તે વ્યક્તિને રાહત આપશે. હાથના સ્પર્શ દ્વારા તમે સકારાત્મક ઊર્જાને તે વ્યક્તિમાં આરોપો છો જેથી તે વ્યક્તિ આત્મવિશ્વાસનો અનુભવ કરે છે.

મંત્રોચ્ચાર આપણને ઝડપથી ધ્યાનની સ્થિતિમાં લઈ જાય છે. મંત્રોચ્ચારને ધ્યાનથી સાંભળો. તેનો અવાજ સાંભળવાની પ્રક્રિયા તમારા મનને અન્ય વિચારોથી દૂર રાખશે. તમે હળવા બની જશો.

નિષ્ણાતો રુંધાયેલા ચક્રો પર હળવું દબાણ આપીને અવરોધને દૂર કરે છે. એક નિષ્ણાત કહે છે, ”લોકો પોતાના ચક્રોમાં ઘણી લાગણીઓનો સંગ્રહ ધરાવતા હોય છે. ચક્ર-ચિકિત્સા તેઓને જીવનમાં આગળ વધવામાં મદદ કરે છે. તેઓ જૂના મિત્રોને યાદ કરીને મળે છે. નવા સ્થળોએ ફરવા જાય છે. જીવનને ફરી વાર માણવા લાગે છે.”

આપણું અર્ધજાગ્રત મન આપણી ખુશી અને સફળતાનો આધાર છે. તેને પ્રભાવિત કરીને આપણે આપણા જીવનને સુધારી શકીએ છીએ. આપણા વિશે અને આપણા જીવન વિશેના હકારાત્મક ટૂંકા વિધાનો આપણા માટે ખૂબ મદદરૂપ નીવડે છે. જ્યારે આપણે આ રીતે વિચારીએ છીએ ત્યારે તેની છાપ આપણા અર્ધજાગ્રત મન પર પડી જાય છે. ઉદાહરણ તરીકે : ”હું મારા ધ્યેય તરફ મક્કમ પગલે આગળ વધી રહી છું.” ”હું મારા જીવનને સાર્થક બનાવીશ.” આ પ્રકારના હકારાત્મક વાક્યોને દિવસમાં ત્રણ વાર દસ પુનરાવર્તન કરીને મનમાં બોલો.

એક ફેંગ-શૂઈ નિષ્ણાતના મત મુજબ નાણાંમાં ઘણી ઊર્જા હોય છે, પરંતુ અનેક લોકોના હાથમાંથી પસાર થયેલાં બધાં નાણાં સારા (શુભ) નથી હોતા. નાણાંને લીલાછમ રંગના પર્સમાં રાખવાથી લાલચભરી નકારાત્મક ઊર્જા દૂર રહે છે. નાણાં ગમે ત્યાં વપરાતા નથી. જરૂરની ચીજોમાં જ વપરાય છે.

ઈસેન્શિયલ ઓઈલ ફક્ત સારી સુગંધ નથી આપતા, તે આપણા મૂડને સુધારે છે અથવા આપણા મનને શાંત પાડે છે. રોઝ, લવંડર, લેન્ઝ-લોન્ગ, ઓરેન્જ-બ્લોસમ અને કેમોમાઈલ મનને શાંત પાડવા માટે જાણીતા ઓઈલ્સ છે. તમને જે સુગંધ સારી લાગે તેના ઓઈલનો ઉપયોગ કરો. એક ઓઈલ બર્નરમાં તમારી મનપસંદ સુગંધના ટીપાં નાખો. ઓઈલને સીધું ત્વચા પર લગાવશો નહીં. તેને કેરિયર ઓઈલમાં મેળવીને (મંદ પાડીને) પછી વાપરો. આલ્મંડ ઓઈલ એક સારું કેરિયમ-ઓઈલ છે. જરૂર લાગે તો નિષ્ણાતની સલાહ લો.

મનને શાંતિથી ભરી દેવું હોય તો તદ્દન પાયાનો ઉપાય છે ‘મનને ખાલી કરવાનો’ મહાવરો. મનોવિજ્ઞાનમાં તેને ‘કેથારસિસ’ કહે છે. દિવસમાં ઓછામાં ઓછું બે વાર તો મન ખાલી કરવું જ જોઈએ. મનને ભય, ધિક્કાર, અસલામતી, દુઃખો, પસ્તાવા, ગુનાહિત વિચારો, તથા ભાવનાઓ વગેરેથી ખાલી કરવું જ જોઈએ. આપણને એવો અનુભવ નથી કે જ્યારે આપણું મન ચિંતાઓથી ઘેરાઈ ગયું હોય અને કોઈ પાસે તે ચિંતાઓ ઠાલવી દઈએ ત્યારે આપણું મન હળવું ફૂલ થતું હોય છે ! આપણે હંમેશાં ઇચ્છીએ છીએ કે આપણી વેદનાઓ કે સુખો કોઈ સાંભળે; આપણે તેના પાસે ખુલ્લી વાત કરી શકીએ.

જેવું મન ખાલી થાય કે તરત તેને તંદુરસ્ત અને સર્જનાત્મક વિચારોથી ભરવાનું છે. આનો સતત મહાવરો કરવાનો છે. તો જૂના ધિક્કારો, ચિંતાઓ જ્યારે ફરી પાછાં મનને દરવાજે આવશે ત્યારે ત્યાં બોર્ડ વાંચશે ‘‘જગ્યા નથી.’’ તેઓ અંદર પ્રવેશ મેળવવા મથામણ ધમાલ કરશે, કારણ કે ઘણો સમય ત્યાં રહેવાથી તેમને ઘર જેવું લાગે છે. પણ વ્યક્તિએ જે નવા વિચારોથી હકારાત્મક ભાવનાઓથી, મન ભર્યું હશે તે મજબૂત અને બળવાન હોવાથી તેમને હટાવી શકશે. પરિણામે નિરાશ થઈ જૂના વિચારો પ્રવેશવાનો પ્રયત્ન માંડી વાળશે અને વ્યક્તિનું મન કાયમી શાંતિનો આનંદ અનુભવશે.

તેને પૂરક બીજો પ્રયત્નો કરવાનો છે તે દિવસ દરમ્યાન તક મળે ત્યારે-વારંવાર-શાંત વિચાર મમળાવવાનો પ્રયત્ન કરો. દા.ત. તમે જોયાં હોય તેવાં દૃશ્યોમાંથી જે પરમ શાંત દૃશ્ય જોયું હોય અને ગમ્યું હોય તેનું માનસિક ચિત્ર તમારા સામે ઊભું કરો. કોઈ સાંજના અંધકારથી ઘેરાતી ખીણ જોઈ હોય, આકાશમાં સૂર્ય ઢળતો હોય ત્યારનું દૃશ્ય હોય; સરોવરના પાણી પર ઝિલમિલ થતો ચંદ્રનો પ્રકાશ હોય; કે કિનારાની રેતીને ભીની કરતો દરિયો હોય – આવાં વિચારો, દૃશ્યો મન પર શાંતિ પાથરશે. ઔષધ તરીકે કામ કરશે. દિવસમાં વારંવાર આવાં દૃશ્યો ફલેશ કરો.

એવો જ બીજો સચોટ ઉપાય છે સૂચનનો. એટલે કે વારંવાર મોટેથી શાંતિસૂચક શબ્દો કે વાક્યો ઉચ્ચારવાં શબ્દોમાં અદભુત સૂચનશક્તિ છે. તેનાથી સ્વસ્થ થઈ શકાય છે. હિંસક કે ઉદાસીન કરે તેવા શબ્દોનો વારંવાર ઉચ્ચાર કરો ને ખ્યાલ આવશે. કે મન નર્વસ થઈ જશે. પેટમાં ગરબડ થશે અને આખું શરીર ઢીલું થવાનો અનુભવ થશે. તેને બદલે જો શાંત અને સ્વસ્થ શબ્દોનું ઉચ્ચારણ કરાય તો મન શાંત રીતે પ્રતિભાવ આપશે.

દા.ત. ‘મૌન’ ધી…મે ધી…મે વાગોળતા હો તેમ, ચાવતા હો તેં, ‘મૌન’ શબ્દ વાગોળો. આપણી ભાષાનો તે શ્રેષ્ઠ, મધુર, સુંદર શબ્દ છે. માત્ર તેનો ઉચ્ચાર જ વ્યક્તિને મૌનમાં લઈ જશે. મૌનનો ઉચ્ચાર કરો ત્યારે ચારે બાજુ ગહન મૌનનું ચિત્ર દોરો. તમે તેનાથી ઘેરાતા જાવ છો. તે તમારા પર પથરાતું જાય છે, વીટળાતું જાય છે તેવું અનુભવો. મન મૌન થતું જશે.

Exit mobile version