Site icon Ayurvedam

ડાયાબિટીસ, તાવ અને પેટ ના 50થી વધુ રોગ ને જડમૂળ માથી દૂર કરવા ઘરે જ બનાવો આ પાવડર, જાણવા માટે અહી ક્લિક કરો

આયુર્વેદમાં ‘મામેજવા’ને ‘મામેજક’ કહે છે. સ્વાદમાં અત્યંત કડવો આ મામેજવો આપણે ત્યાં મધુપ્રમેહ-ડાયાબિટીસના ઔષધ તરીકે ખૂબ જ પ્રસિદ્ધ છે. મામેજવો મધુપ્રમેહ(ડાયાબીટીસ)ને કાબુમાં રાખનાર ઉત્તમ ઔષધ છે. એ કફ-પીત્તશામક, ભુખ લગાડનાર, આમપાચક, ઝાડો સાફ લાવનાર, સોજો ઉતારનાર, રક્તની શુદ્ધી કરનાર તથા રક્તપીત્તને મટાડનાર છે.

મામેજવાનો આખો છોડ સૂકવી તેનું ચૂર્ણ બનાવી લેવું. અડધી ચમચી જમ્યા પછી આ ચૂર્ણ લેવાથી ડાયાબીટિસ કંટ્રોલમાં રહે છે. મામેજવાનો છોડ જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, મળ સાફ લાવનાર, રક્તની શુદ્ધી કરનાર, આમને પચાવનાર, યકૃતને ઉત્તેજીત કરનાર, રક્તપીત્ત, કફ અને પીત્તનો નાશ કરનાર છે.

અડધી ચમચી મામેજવાનું ચુર્ણ અને ત્રણ કાળાં મરીનું ચુર્ણ દીવસમાં ત્રણ વખત લેવાથી તાવમાં ફાયદો થાય છે. મામેજવાનું ચુર્ણ છાસમાં લેવાથી મૅલેરીયા અને અતીસારમાં ફાયદો થાય છે. તે કૃમીનો નાશ કરે છે, અને ડાયાબીટીસને શાંત કરે છે.

મામેજવો , જાંબુ ના ઠળિયા નો પાવડર , કારેલા નો પાવડર અને બીજી ઔષધિઓ નાખી ને બનાવામા આવેલ ડાયાબિટીસ માટે નુ સ્પેશ્યલ ચૂર્ણ મળશે. જે લેવાથી ડાયાબિટીસ કંટ્રોલ થઇ જાય છે

આયુર્વેદ પ્રમાણે આ મામેજવો સ્વાદમાં કડવો, પચવામાં હળવો, શીતળા, ભૂખ લગાડનાર, પાચક, કફ અને પિત્તનાશક, રક્તશુદ્ધિકર, યકૃતને ઉત્તેજિત કરનાર, મધુપ્રમેહને કાબૂમાં રાખનાર, ફ્લ્યૂ, મેલેરિયા અને જીર્ણ જ્વરને મટાડનાર તેમજ ત્વચાના રોગો. ઝાડા. ઉદરવાયુ, ખાંસી, પેટનાં કૃમિ, સોજા વગેરેને પણ દૂર કરનાર છે.

મામેજવાનું ચૂર્ણ ૩ થી ૫ ગ્રામ, કાળા મરી ચૂર્ણ ૪ રતી, પાણીમાં બે વાર દેવું. તેની ઉપર ગોદંતી ભસ્મ કે ઘાપાણ ૧ ગ્રામ જેટલું ઘીમાં ચાટવું.એમ કરવાથી તાવ માં ફાયદો થશે.

દાળ-શાકમાં મામેજવાના પાન (લીમડાના પાનની જેમ) વાપરવા કે તેના મૂળનું અથાણું બનાવી ખાવા થી તાવ ની અરુચિ દુર થાય છે. મામેજવો, સિંધવ, કાળા મરી અને શેકેલ જીરાનું ચૂર્ણ બનાવી દહીંના મઠ્ઠા કે છાશમાં મેળવી રોજ ૨-૩ વાર લેવા થી પેટ ભારે લાગવાની સમસ્યા દૂર થાય છે. અને કફ વાત અને પિત માં રાહત થાય છે.

મામેજવો પંચાંગનો અર્ક કે ઉકાળો કરી, તેમાં શિલાજીત ઉમેરી રોજ પીવું. તેથી પેશાબની સાકરનું પ્રમાણ ઘટે છે. દાહ-પરુ મટે છે. મામેજવાના તાજા પાન ૧૦-૨૦ ગ્રામમાં થોડું નમક અને થોડી હળદર મેળવી, વાટી, ગરમ કરી ગાંઠ પર પોટીસ લગાવવી. ગાંઠ પાક્યેથી સોયથી કાણું પાડી, પરુ-બગડેલું લોહી દબાવીને બહાર કાઢી નાંખવું. આ પ્રયોગથી કંઠમાળ પણ મટે.

હાઈ બ્લડપ્રેશરથી થતી મસ્તક પીડા પર પંચાંગના ઉકાળામાં થોડી સાકર કે મધ નાંખી સવાર-સાંજ પીવું, કપાળે મામેજવાના તાજા પાન વાટીને લેપ કરવો. પેશાબ કે માસિક સાફ લાવવા માટે મામેજવાના પાન, જીરું અને મરી (૧૦૦ + ૨૫ + ૫ ગ્રામ)નું ચૂર્ણ કરી, સવાર સાંજ પીવું. માસિક સાફ લાવવા ઉકાળા ઉપરાંત સ્ત્રીએ રાતે દિવેલ ૨ ચમચી દૂધ કે ચામાં લેવું.

કૃમિ રોગ માં મામેજવાનાં પાન, વાવડિંગ અને હરડેનું ચૂર્ણ બનાવી તેમાં ગોળ નાંખી વટાણા જેવડી ગોળીઓ બનાવી, ૨-૨ ગોળી રોજ બે વાર લેવી. મામેજવાનો છોડ જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, મળ સાફ લાવનાર, રક્તની શુદ્ધી કરનાર, આમને પચાવનાર, યકૃતને ઉત્તેજીત કરનાર, રક્તપીત્ત, કફ અને પીત્તનો નાશ કરનાર છે.

મામેજવો, મેથી, આમળાં, કાચકા અને હળદરનું સમાન ભાગે બનાવેલ ચુર્ણ રોજ અડધી ચમચી જેટલું સવાર-સાંજ લેવાથી અને દરરોજ એકથી બે કીલોમીટર ચાલવાથી ડાયાબીટીસ કાબુમાં રહે છે.

Exit mobile version