મોંઘી મોંઘી દવાઓ કરતા વધુ અસર કરી યાદશક્તિ ખીલવતું, વાયુનાશક તેમજ અનેક રોગો નો નાશ કરનાર આયુર્વેદ નું ઉત્તમ ઔષધ માલકાંગણી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

માલકાંગણી ને ચરક સંહિતામાં માથામાં જામી ગયેલા કફ તેમજ માથાના ભારે દુખાવા, વાઈ તેમજ ઉન્માદના ઉપચાર માટે પ્રયોગ કરવામાં આવે છે. સુશ્રુત સંહિતામાં જ્યોતિષમતિ તેલને માથાના કફ તેમજ માથાના દુખાવા અને વાઈની સાથે રક્તપિત્તના ઉપચારમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

માલકાંગણી જેને બીજા શબ્દોમાં જ્યેતિષમિતિ પણ કહેવામાં આવે છે તેનો ઉપયોગ મગજને રોકેટ જેવું તેજ બનાવવા, નબળાઈ દૂર કરવા, બળ વધારવા, પુરુષોના રોગમાં, રક્તપિતમાં, વાઈ જેવા રોગોમાં કરવામાં આવે છે. આયુર્વેદમાં શંખપુષ્પીની જેમ ‘જ્યોતિષ્મતી’ને પણ મેધ્ય એટલે કે બુદ્ધિવર્ધક અને સ્મૃતિવર્ધક છે. આ જ્યોતિષ્મતીને ગુજરાતીમાં ‘માલકાંગણી’ નામથી ઓળખીએ છીએ.

ગુજરાતમા તેનાં જ્યોતિષ્મતી, કંગની, સ્વર્ણલતા વગેરે અનેક નામો છે. બુદ્ધિવર્ધક હોવાની સાથે સાથે તે ગ્રહણશક્તિને પણ વધારનાર છે. બ્રિટિશ એન્સાઇક્લોપીડિયા કહે છે કે માલકાંગની નું તેલ જેને અંગ્રેજીમાં સેલેસ્ટ્રસ ઓઈલ કહે છે તે બ્રેઈન ટોનિક છે.માલકાંગણીની વેલ સમગ્ર ભારતના પર્વતીય પ્રદેશમાં ૬૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી જોવા મળે છે. તેની શાખાઓ ખૂબ જ પાતળી, લાંબી અને કોમળ અને બીજ મરી જેવાં પણ સહેજ લાંબાં અને પીળાશ પડતાં હોય છે.

ઔષધ ઉપચારમાં તેનાં આ બીજ અને તેલનો ઉપયોગ થાય છે.માલકાંગણીના ફૂલ પીળા તેમજ લીલા રંગના હોય છે. અને તેનો સ્વાદ કડવો અને તીખો હોય છે. માલકાંગણી ગરમ તાસીરની હોય છે. તેના બીજનું વધુ પડતું સેવન કરવાથી ઉલટી કે જાડા થઈ શકે છે. માલકાંગનીનું સેવન ગરમ પ્રકૃતિના વ્યક્તિએ કરવું જોઈએ નહીં.

આયુર્વેદ પ્રમાણે માલકાંગણીનાં બીજ સ્વાદમાં તીખાં અને કડવાં, ગરમ, કફ અને વાયુનાશક, ભૂખ લગાડનાર, બુદ્ધિ અને સ્મૃતિવર્ધક, પુષ્ટિદાયક અને બળપ્રદ તથા શરીર અને ચહેરાના લકવાને મટાડનાર છે. તેનું તેલ પણ તીખું અને કડવું, ગરમ, તીક્ષ્ણ, બુદ્ધિ-સ્મૃતિવર્ધક, વાયુનાશક અને પિત્તને વધારનાર તથા મગજના રોગને મટાડનાર છે.

માલકાંગણી લકવો, સંધિવા, વાના રોગ, બેરી-બારી, ઉધરસ, દમની બિમારી, મૂત્ર રોગ, અપચો, ખજવાળ, હરસમસા, નપુંસકતા, ખરજવું, વ્રણ, સફેદ ડાઘા, સોજા, યાદશક્તિ ઓછી હોવી આ બધી જ તકલીફોમાં ગુણકારી છે. માલકાંગની અફીણ ખાવાની આદતને છોડાવવાની એક ઉત્તમ દવા છે.

પ્રથમ દિવસે માલકાંગણીનું એક બી, બીજા દિવસે 2 બીજ ત્રીજા દિવસે 3 બીજ આ રીતે 21 દિવસ સુધી બીજ વધારતા જવાનું અને પછી તે જ રીતે ઘટાડતા જવાનું. તેના બીજને ગળી જઈ તેના પર દૂધ પી જવાથી મગજની નબળાઈ દૂર થઈ જાય છે. લગભગ 3 ગ્રામ માલકાંગનીના ચૂરણને સવારે અને સાંજે દૂધની સાથે ખાવાથી યાદશક્તિ વધે છે.

યુનાનની ઉપચાર પદ્ધતિ પ્રમાણે માલકાંગણી ત્રીજા સ્તરની ગરમ અને રુક્ષ હોય છે. માલકાંગનીનું તેલ પાંસળીઓની પીડા, લકવો, સાંધાના દુખાવા (સંધિવા), સ્નાયુ ના રોગમાં લાભપ્રદ રહે છે. માલકાંગની યાદશક્તિને તિવ્ર બનાવે છે.

રાસાયણિક દૃષ્ટિએ માલકાંગણીનાં બીજમાં ૫૨.૨% જેટલું એક ઘટ્ટ, રાતા-પીળા રંગનું, કડવું તથા ગંધયુક્ત તેલ રહેલું હોય છે. બીજમાંથી સિલેસ્ટ્રીન અને પેનિક્યુલેટિન નામના બે ઘટકો પણ મળી આવે છે. માલકાંગનીના બીજ, બચ (એકોરસ), દેવદાર અને અતિવખાણીની કળી વિગેરેનું મિશ્રણ બનાવી લેવું. રોજ સવાર-સાંજ એક ચમચી ઘી સાથે પીવાથી મગજ તેજ અને સ્ફૂર્તિલું બને છે. માલકાંગની તેલના 5-10 ટીપાં માખણ સાથે લેવાથી પણ લાભ થાય છે.

તે ગરમ હોવાથી બાળકોની ગ્રહણશક્તિને પણ વધારે છે. તેમજ ચેતાતંતુઓને બળ આપે છે. યાદશક્તિ અને બુદ્ધિ વધારવા માટે બાળકોને માલકાંગણીનાં તેલનાં ૧થી ૨ ટીપાં રોજ રાત્રે પતાસા પર પાડી અથવા દૂધમાં મેળવીને આપવાં. બે મહિના સળંગ આ પ્રમાણે ઉપચાર કરવાથી બુદ્ધિ સતેજ બને છે. માલકાંગણી મગજને શાંત કરનાર પણ છે. એટલે વધારે પડતા ચંચળ સ્વભાવનાં બાળકોને પણ આ ઉપચારથી લાભ થાય છે.

બુદ્ધિ વધારવા માટે માલકાંગણીનો બીજો એક ઉપચાર આ પ્રમાણે કરી શકાય. માલકાંગણીનું એક બીજ પ્રથમ દિવસે રાત્રે દૂધ સાથે લેવું. બીજા દિવસે રાત્રે બે બીજ લેવાં. એમ રોજ એક-એક બીજ વધારતા જવું. સાતમા દિવસે સાત બીજ લઈ પછી રોજ એક-એક બીજ ઘટાડતા જવું. આ રીતે તેરમા દિવસે ઉપચાર પૂરો કરવો. આ ઉત્તમ બુદ્ધિવર્ધક ઉપચાર છે. વાઈ-એપીલેપ્સિ, અવસાદ-ડિપ્રેશન, મગજની નબળાઈ જેવા વાયુના રોગોમાં પણ સારો ફાયદાકારક છે.

માલકાંગણીનાં બીજ, સૂંઠ અને અજમો સમભાગે લઈ, ચૂર્ણ કરી તેમાં બમણો ગોળ મેળવી તેની મગના દાણા જેવડી ગોળીઓ બનાવી લેવી. શરીર-ચહેરાનો લકવો, સંધિવા, કમરનો દુખાવો, સાયટિકા વગેરે સર્વ પ્રકારના વાયુ-દુખાવામાં રોજ રાત્રે એક ગોળી ઘી સાથે લેવાથી ઉત્તમ ફાયદો થાય છે. વાયુના આ રોગોમાં બહારથી માલકાંગણીના તેલનું માલિશ કરવાથી પણ ખૂબ જ રાહત થાય છે.

સ્ત્રીઓને માસિક અનિયમિત આવતું હોય કે સમય પહેલાં બંધ થઈ ગયું હોય તેમજ કબજિયાત રહેતી હોય તેમાટે માલકાંગણીનું તેલ આશીર્વાદ સમાન છે. આવી તકલીફમાં માલકાંગણીના તેલનાં ૩થી ૪ ટીપાં બે ચમચી દિવેલ મેળવેલા દૂધ સાથે રોજ રાત્રે લેવાં. આ ઉપચારથી કબજિયાત અને વાયુનો પ્રકોપ દૂર થઈ માસિક નિયમિત થાય છે. માલકાંગણી ખૂબ જ ગરમ અન રેચક ઔષધ  છે તેમજ પિત્ત પ્રકૃતિવાળા માટે તેનું સેવન હિતકારી નથી.

માલકાંગણી નામોટા વેલાઓ થાય છે. શાખાઓ લાંબી અને કોમળ હોય છે. ફૂલ પીળાશ પડતા લીલા રંગનાં અને મધુર સુગંધવાળાં હોય છે, જે વૈશાખ-જેઠ માસમાં આવે છે, અને ફળ અષાઢ-શ્રાવણ માસમાં પાકે છે. તે ફાટીને અંદરથી કેસરી રંગનાં સરસ બીજ બહાર આવે છે. મોટે ભાગે આ બીજ જ ઔષધમાં વપરાય છે. બીજમાંથી તેલ નીકળે છે. તેને માલકાંગણીનું તેલ કહે છે. માલકાંગણીને મરીના પાવડર સાથે મિક્સ કરી દાદર પર માલિશ કરવાથી કેટલાક દિવસમાં દાદર ઠીક થઈ જાય છે.

માલકાંગણી વાયુના રોગો, ઉદરના રોગો, સોજો, મૂત્રાવરોધ, મંદબુદ્ધિમાં વપરાય છે. માલકાંગણીનાં બીજ બુદ્ધિવર્ધક તથા વાયુના રોગોનો નાશ કરનાર હોવાથી એને ચડતી માત્રામાં રોજ ગળવામાં આવે છે. વાયુને લીધે ઉદ્દેગ, ચિત્તભ્રમ જેવું રહેતું હોય તેમાં, તથા વાયુના અન્ય રોગોમાં પણ ફાયદો થાય છે.

જળોદરના દર્દીને ૨૫થી 30 ટીપાં માલકાંગણીનું તેલ આપવાથી મૂત્ર ખૂબ છૂટથી થાય છે અને સોજો ઉતરે છે-પેટમાં ભરાયેલું પાણી નીકળી જાય છે. આ તેલ પરસેવો વધારનાર છે. પથી ૧૫ ટીપાં દૂધમાં લેવાથી પરસેવો ખૂબ જ થાય છે અને સોજા ઉતરે છે.તેલનો સ્વાભાવિક ગુણ ગરમ છે તેથી સંધિવા- પેરેલીસીસમાં શરીરે ચોળવા માટે ખાસ વપરાય છે.

લોકો અફીણથી આપઘાત કરે ત્યારે પણ જો વહેલાસર ખબર પડે તો અફીણનું ઝેર માલકાગની પાંદડાંનો રસ પીવડાવીને ઝેર ઉતારી શકાય છે. જીભનો લકવો થાય અને સ્પષ્ટ બોલી શકતા ન હોય ત્યારે માલકાંકણીનું સેવન કરવું જોઈએ.માલકાંગણી ને મરીના પાવડર સાથે મિક્સ કરી દાદર પર માલિશ કરવાથી કેટલાક દિવસમાં દાદર ઠીક થઈ જાય છે.

માલકાંગણી નો રસ ઉકાળેલા પાણીમાં મધ અને દૂધ સાથે પીવાથી અપચો મટાડીને ભૂખ વધારે છે. માથાના વાળમાં ખોડો થાય, વાળ ખરવા માંડે,માલકાંગણી ખોડાને મટાડીને વાળ ખરતા અટકાવે છે. પણ સૌથી કીમતી અસર માનવીના મગજ ઉપર કરે છે. મસાલાવાળા દૂધમાં અમુક ટીપા માલકાંગણી ના તેલના આપી શકાય છે. તેલની કોઈ આડઅસર નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top