ચોમાસાની ઋતુ પોતાની સાથે વરસાદનો અનેરો આનંદ તો લાવે જ છે, પરંતુ સાથે સાથે અનેક પ્રકારના રોગ પણ લાવે છે. ચોમાસાની ઋતુમાં ઠંડા અને ભેજવાળા વાતાવરણના લીધે તથા પાણીના ભરવાના લીધે ઘણા પ્રકારના રોગ થઇ શકે છે. આમાં ઘણા રોગ જીવલેણ હોઈ શકે છે અને ઘણા રોગની સહેલાઈથી સારવાર કરી શકાય છે.
મલેરિયા એ ચોમાસામાં જોવા મળતા મુખ્ય રોગોમાંનો એક છે. આ રોગ માદા એનીફીલીસ મચ્છર દ્વારા ફેલાય છે. આ રોગ ચોમાસામાં બંધિયાર પાણી ભરવાના લીધે ફેલાય છે. કારણ કે આવા પાણીમાં મચ્છરોની વૃદ્ધિ સહેલાઈથી થાય છે. આ રોગમાં ચોક્કસ અંતરે તાવ આવવો, શરીરમાં ઠંડી સાથે ધ્રુજારી આવવી, સ્નાયુનો દુખાવો તથા અશક્તિ આવી જવી જેવા ચિન્હો અને લક્ષણો જોવા મળે છે.
આ રોગને અટકાવવા માટે સૌ પ્રથમ બંધિયાર પાણી નો નિકાલ થવો જોઈએ તથા મચ્છરોને અટકાવવા મચ્છરદાની કે જાળી નો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત, અગાઉથી જ એન્ટી મલેરિઅલ દવાઓ પણ લઇ શકાય છે જે મલેરિયા થતો અટકાવે છે.
બને ત્યાં સુધી મચ્છરદાનીનો ઉપયોગ કરવો. ઘરમાં યોગ્ય અંતરે પેસ્ટિસાઇડ્સ દ્વારા મચ્છરો નો નિકાલ કરવો.ઘરમાંથી બહાર અતિ વખતે લાંબી સ્લીવના શર્ટ તથા લાંબા પેન્ટ પહેરવા .શરીર પર કે કપડાં પર મચ્છર દૂર રાખવાની ક્રિમ લગાડી શકાય .
કોઈપણ તાવ બે-ત્રણ દિવસ રહે તો પ્રુવ ન થાય ત્યાં સુધી તેને મેલેરીયા તરીકે માનીને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ટ્રીટમેન્ટ કરાવી જોઈએ. ટેસ્ટ થઈ જાય તો સારવાર અસરકારક રહે અને ચોકસાઈ પણ રાખવી જોઈએ. જેથી મચ્છરોનો ઉપદ્રવ ઓછો થાય.
આરોગ્ય કેન્દ્ર મેડીકલ કોલેજમાં સીએસસી લેવલે પીએસસી લેવલે જયારે પણ પેસેન્ટ્રને તાવ આવે ત્યારે યુઝવલી બ્લડ સ્લાઈડ ટેસ્ટ કરાવી લેવામાં આવે છે. કારણકે કોઈપણ તાવ મેલેરીયા હોય શકે. તેથી તેની ટ્રીટમેન્ટ આપી દેવામાં આવી શકે છે પણ લોકો પોતે જાગૃત રહે, ચોકસાઈ રાખે, મચ્છરદાનીનો ઉપયોગ કરે, ગંદકી ન કરે, સ્વચ્છતા ઘટે તો રીતે મેલેરીયાને અટકાવી શકીએ.
મલેરીયા નાં તાવ માં લંઘન એ એક ઉત્તમ ઉપાય છે. લંઘન એટલે લઘુ ભોજન. ઝડપ થી પચી જાય તેવું ભોજન. જેમાં શરીર હલકું- ફૂલ જેવું રહે. સુંઠ, ધાણા, ચંદન, વાળો થી ઉકાળેલું પાણી પીવું. મગ કે મગ નું પાણી પીવું. તુલસી, મરી ને મધ લેવું. તુંલસી નો ઉકાળો પીવો. સાથે સુદર્શન, ત્રિભુવનકીર્તિરસ જેવા ઔષધો વૈદ્ય ની સલાહ થી લેવા.
ઝડપથી પચી જાય તેવો મગ નું પાણી, ભાત નું ઓસામણ જેવો ખોરાક ને સૂંઠ, ધાણા થી ઉકાળેલું પાણી સતત પીવાથી ને ગોરોચન, સંજીવની જેવા વૈદ્ય દ્વારા અપાયેલાં ઔષધો થી દર્દ કાયમી મટે છે. અન્યથા આવા રોગો વારંવાર થઈ આવે છે.
તાવ પણ શરીર માં પુષ્કળ ગરમી ઉત્પન્ન કરીને પ્લેટલેટ ને તોડી નાખેછે. શ્વેતકણ ઘટાડી દેછે. જે લક્ષણો પિત્તપ્રકોપ થી આવતા તાવ ના છે. જેમાં તરતજ પિત્ત ને શમન કરનારા ઔષધો.. ગળોસત્વ, પ્રવાલ, ચંદન, ધાણા, ઉશીર જેવા ઔષધો નિષ્ણાત વૈદ્ય આપેછે ને ઝડપથી દર્દ દૂર કરેછે.
મચ્છરોના પ્રજનન સ્થળો ને નષ્ટ કરી મલેરિયા પર બહુ નિયંત્રણ પામી શકાય છે. સ્થાયી પાણીમાં મચ્છર પોતાનું પ્રજનન કરે છે, આવા સ્થાયી પાણી ની જગ્યા ને ઢાંકી રાખવું, સુકાવી દેવું કે વહાવી દેવું જોઈએ અથવા પાણીની સપાટી પર તેલ નાખી દેવું જોઈએ, જેથી મચ્છરોં ના લારવા શ્વાસ ન લઈ શકે.
અતિરિક્ત મલેરિયા-પ્રભાવિત ક્ષેત્રોમાં મોટેભાગે ઘરોની દીવાલો પર કીટનાશક દવાઓ નો છંટકાવ કરાય છે. અનેક પ્રજાતિઓ ના મચ્છર મનુષ્ય નું ખૂન ચૂસ્યા બાદ દીવાલ પર બેસી આને હજમ કરે છે. આવામાં જો દીવાલો પર કીટનાશકોં નો છંટકાવ કરી દેવાય તો દીવાર પર બેસતા જ મચ્છર મરી જશે, કોઈ અન્ય મનુષ્ય ને ડંખતા પહેલાં જ.
તુલસી-મરીનો ઉકાળો ગરમ-ગરમ પીવાથી ઠંડી ઉતરી જાય છે. ઉકાળામાં ગોળ નાખવો અને ગેસ પરથી ઉતારીને લીંબુ નીચોવી પિવડાવવાથી મેલેરિયામાં ઘણો જ ફાયદો થાય છે. ૧ ચમચી મીઠું ગરમ પાણીમાં મેળવી દિવસમાં ત્રણ વાર પીવું તેથી તાવ ઉતરી જશે. તાવ ઉતર્યા પછી પણ ૨ દિવસ સુધી સવાર-સાંજ ગરમ પાણીમાં ચપટી મીઠું નાખી પીવું.
લસણની પાંચ કળી વાટી તલનાં તેલમાં કે ઘીમાં સાંતળી સિંધવ ભભરાવી ખાવું.એક ચમચી પીપરીમૂળનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવું. તેનાથી પણ મેલેરિયાનાં રોગમાં ઘણો જ ફાયદો થાય છે.
ડીકામારીનાં પાનનું ચૂર્ણ અને મરી સરખા ભાગે ચૂર્ણ કરી ૧/૪-૧/૪ ચમચી પાણી સાથે ૩ દિવસ સુધી લેવું. આ પ્રયોગથી ઠંડી અને તાવ બંનેમાં ફાયદો થાય છે. સુદર્શન ચૂર્ણ અને સૂંઠનો ક્વાથ બનાવી થોડો ગોળ નાખી તે દર્દીને પીવડાવવાથી પણ મેલેરીયા અને શરદીનો તાવ મટે છે.આ રોગમાં રોગીની ધાતુઓનો ક્ષય થતો હોઈ રોગીને ઘઉં, ચોખા, મગનું પાણી, ગાયનું દૂધ વગેરે જેવો લઘુ, બલ્ય અને સુપાચ્ય આહાર આપવો જોઇએ.