Site icon Ayurvedam

મોંઘા સ્પ્રેને બંધ કરી આજે જ અપનાવો આ નેચરલ ઉપાય, માખી-મચ્છર, વંદા અને ગરોળી ઘરની નજીક પણ નહિ આવે

હંમેશા ઘરમાં વરસાદની સીઝનને કારણે મચ્છ, માખી કે ગરમીમાં દિવાલ પર ગરોળી નીકળતા દેખાય છે. અનેક લોકો તેને જોઈને મોઢું ફેરવી લે છે. તો કેટલાક લોકો આ જંતુને જોઈને ડરી જાય છે. ઘરમાં મચ્છર આવી જાય તો ન તો શાંતિથી બેસી શકાય છે કે ન તો ઉંઘી શકાય છે. જેનાથી તમને અનેક પ્રકારની બીમારીઓ પણ થઈ શકે છે.

મચ્છરોના ડંખથી થતી બિમારીને કારણે લાખો લોકો મોતને  ભેટે છે. મચ્છર જન્ય રોગ જેવા કે ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચીકનગુનિયા છે. મચ્છરના ઉપદ્રવને રોકવા માટે સફાઈ અભિયાન પણ ચલાવવામાં આવે છે. તેમજ મચ્છરોથી છુટકારો મેળવવા લોકો બજારમાં મળતા સ્પ્રે, ઈલેક્ટ્રીક રેકેટ તેમજ કછુઆ અગરબતી અને પન્નીનો પણ ઉપયોગ કરે છે. પરંતુ આ તમામ ઉપયોગ બાદ પણ મચ્છરનો ઉપદ્રવ ઓછો થતો નથી.

જો કે, આ પ્રોડક્સમાં ઘણા પ્રકારના કેમિકલ્સ આવે છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. માટે તમે મચ્છરને દૂર રાખવા માટે નેચરલ ઉપાયો અપનાવી શકો છો.લસણની થોડી કળીઓ વાટીને પાણીમાં ઉકાળી લો, અને જે રૂમને તમે મચ્છર મુક્ત કરવા માંગો છો ત્યાં ચારે બાજુ છાંટો. જેમ કે આ દુર્ગંધ હોઈ શકે છે પરંતુ તેના લીધે મચ્છર ભાગી જાય છે.

વિનેગરથી માખીને દૂર કરી શકાય છે. તે માટે પાણીમાં વિનેગર અને ડિર્ટજેટ નાખી પોતું કરવાથી માખી ઘરની બહાર જતી રહે છે. લીલા મરચાંને પાણીમાં ડુબાડીને રાખો અને આ પાણીને ત્યાં સ્પ્રે કરો જ્યાં તમારે માખીઓ વધારે હોય છે બસ આમ કરવાથી માખીઓ દૂર જતી રહે છે.

કપુરને બાળીને તેને રૂમમાં રાખી રૂમના બધા જ બારી બારણા બંધ કરી દેવા. 20 મિનિટ પછી તમે જોશો તો તમામ મચ્છર ભાગી ગયા હશે. મચ્છરોથી છુટકારો મેળવવા એક સુતરાઉ કાપડમાં કપૂર અને લવિંગ બાંધી રૂમમાં લટકાવો. આમ કરવાથી મચ્છરો ભાગી જશે.

તુલસી મચ્છરને ભગાડવા માટે ખુબ અસરકારક હોય છે. આયુર્વેદનાં આધારે જો તમે તમારી બારીની સામે તુલસીનો છોડ રાખશો, તો તે મચ્છરોને ભગાડવામાં અસરકારક બને છે. તુલસી મચ્છરોને તેની આસપાસ ફરકવાથી રોકે છે.

ગોલગોટાના ફૂલ બાલ્કનીને સુંદર બનાવવાની સાથે સાથે મચ્છર ભગાવવામાં પણ મદદ કરે છે. ગલગોટાની સુગંધથી હવામાં ઉડતા કીડાઓ દૂર ભાગે છે. મચ્છરને ભગાવવા માટે ગલગોટાના ફૂલની જરૂર નથી પડતી, તેના પ્લાન્ટ માત્રથી મચ્છર ઘરમાં નથી આવતા.

Exit mobile version