સૂકા ફળો માં સમાવિષ્ટ મખના નો ઉપયોગ ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં થાય છે. મખાનામાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ખુબ જ પ્રમાણમાં મળી આવે છે. મખાના માં પ્રોટીન, વિટામીન, ફાઇબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક જેવા ખનીજ તેમ જ પોષક તત્વો મળી આવે છે. મખાના નો નિયમિત સેવન કરવાથી શરીરની નબળાઈ દુર થઇ જાય છે.
અમે તમને મખના ના ફાયદા અને ઉપયોગો વિશે વિગતવાર જણાવીશું. મખાના કમળનું બીજ કહેવામાં આવે છે. તે એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાકની વસ્તુ છે. મખાના કીડની અને હ્રદય માટે ફાયદાકારક છે. કીડનીને મજબુત બનાવવા અને લોહીને પોષણ કરવામાં મદદ કરે છે. સાથે જ મખાના નું નિયમિત સેવન કેવાથી શરીરમાં નબળાઈ દુર થાય છે. અને શરીર તંદુરસ્ત રહે છે.
રાત્રે સુતી વખતે દૂધ સાથે મખાનાનું સેવન કરવાથી ઊંઘ ન આવવાની તકલીફ દુર થઇ જાય છે. શરીરની કમજોરી દૂર કરે છે.તેમજ તાણને પણ દૂર કરે છે. મખાના એક એન્ટી-ઓક્સીડેંટ થી ભરપુર હોવાને લીધે બધી ઉંમરના લોકો દ્વારા સરળતાથી પચાવી શકાય છે. બાળકોથી લઈને વૃદ્ધ લોકો પણ તેને સરળતા થી પચાવી શકે છે. તેનું પાચન સરળ છે. માટે જ તેને સુપાચ્ય કહી શકાય છે.
ઘણી વખત ઠંડીના કારણે કે પેટમાં સમસ્યા હોવાના કારણે ઝાડા થઇ જાય છે. એવામાં મખાના એકદમ દેશી ઈલાજ છે. મખાનાને થોડાક ઘી માં સેકી લેવા અને પછી આનું સેવન કરો. જયારે કિડનીની સમસ્યા હોય, જેમકે લોહીનું શુદ્ધિકરણ ન થતું હોય, કિડનીની અંદર પથરી થઇ હોય, જયારે મખાનાનું સેવન કીડનીને સાફ કરે છે. કિડનીની સમસ્યાને મટાડે છે. જેની અંદર જામેલા ક્ષારના કણોને દૂર કરે છે. જે ટોક્સીનને બહાર કાઢવામાં ઉપયોગી છે.
મહિલાને બાળ જન્મ પછી ઘણી પીડા થાય છે. મખાના ના ગુણધર્મો આવી પીડાને દૂર કરવામાં મદદ કરે છે. 10-15 મિલી પાણીમાં મખાના ના પાન નાખીને ઉકાળો. આ પીવાથી જન્મ પછીના દર્દથી રાહત મળે છે. રોજે દિવસ દરમિયાન 5-7 મખાના ખાઓ છો તો શરીરને ભરપૂર એનર્જી અને ઉર્જા મળી રહે છે જેથી શરીરમાં અવારનવાર લાગતો થાક અને કમજોરીની સમસ્યા દૂર થાય છે અને શરીરને ઉર્જાવાન બનાવી રાખે છે.
જો કોઈ પણ માણસને હાર્ટની તકલીફ હોય તો તેને દરરોજ મખના નું સેવન કરવું જોઈએ. સવારે ખાલી પેટે મખાના નું સેવન કરવાથી તમારું હાર્ટ સ્વસ્થ રહે છે, અને બોડીમાં કોલેસ્ટ્રોલ ભેગું નથી થતું. પાચનક્રિયા પણ સારી રહે છે. તો મખના લોહીને પાતળું કરવાનું કામ કરે છે.મખાના ના સેવનથી ત્વચા પરની કરચલીઓ માંથી છુટકારો મેળવવામાં પણ મદદ મળે છે, કેમ કે તેમાં બાલ સામયિક ગુણધર્મો છે. જે ત્વચામાં તૈલીય તત્વો જાળવવામાં મદદ કરે છે, જે કરચલીઓ અટકાવવામાં મદદ કરે છે.