માખણ એ ડેરી ઉત્પાદન છે. ઘરોમાં સામાન્ય રીતે દહીંને વલોવીને તેમાંથી સારરૂપે માખણ કાઢવામાં આવે છે. દૂધને દહીથી મેળવી બાર કે પંદર કલાક પછી વલોણામાં વલોવવામાં આવે છે ત્યારે તેમાંથી જે ઉપર તરી આવે છે તેને માખણ કે નવનીત કહે છે. માખણ સ્પર્શે ખૂબ જ મૃદુ હોય છે. ઘી કરતાં માખણ જલ્દી પચે છે. તાજું માખણ સ્વાદિષ્ટ હોય છે.
માખણ દરેક ઘરમાં જોવા મળે છે. તેનો ઉપયોગ આપણે ખાવામાં કરીએ છીએ. તેમા કેલોરીઝની માત્રા વધુ હોય છે. જો તેને રોજ ખાવામાં આવે તો તેનાથી તમારુ વજન ખૂબ વધી પણ શકે છે. પરંતુ તેમા એવા કેટલાક ગુણ છે જે આપણા આરોગ્ય સારા છે. તેમા વિટામિન અને એટીઓક્સીડેંટ્સ વધુ પ્રમાણમાં રહેલા છે. તેથી આ નાના બાળકોને ઉછેરવા માટે ખૂબ જ લાભકારી છે. જેને લિવર સંબંધી સમસ્યા રહે છે એમને માટે બટરમાં બનાવેલ ખોરાક સુપાચ્ય રહે છે.
દહીંમાથી કાઢવામં આવતુ માખણ ઘીની અપેક્ષાએ શરીરમાં ઝડપથી પચે છે. તેનાથી શરીરની કોશિકાઓનુ નિર્માણ થાય છે. માખણ ખાવામાં હળવુ, ઠંડુ, પૌષ્ટિક અને બુદ્ધિવર્ધક હોય છે. તેમાં વિટામીન એ,ડી, કે2 અને ઇ ઉપરાંત લેસિથિન, આયોડિન અને સેલેનિયમ જેવા તત્વો હોય છે. તે હ્રદય માટે પણ ફાયદાકારક છે. તેના નિયમિત પ્રયોગથી આંખો સ્વસ્થ રહે છે. માખણમાં રહેલુ ફેટી એસિડ અને કોંજુગેટેડ લિનોલેક એમિનો એસિડ પ્રમુખ રીતે કેન્સર સામેના બચાવમાં મદદગાર માનવામાં આવે છે.
ગાયના દુધનુ માખણ સૌથી ફાયદાકારક હોય છે. તેના નિયમિત પ્રયોગથી વાયુદોષ દુર થાય છે. તેનાથી પાચનશક્તિ વધે છે. તે બળવર્ધક હોય છે. એસિડિટી, વાયુ, ગેસ અને લોહીના રોગો મટાડે છે. ખાંસી, ડાયાબીટીસ, નેત્રરોગ, તાવ, પાંડુ રોગ અને સફેદ દાગમાં પણ કારગત છે.
વલોણામાંથી કાઢેલું ખટાશવાળું તાજું માખણ શરદી કરતું નથી અને ઉત્તમ મનાય છે. તાજુ માખણ સ્વાદિષ્ટ અને મધુર હોય છે તે ઝાડામાંના પ્રવાહીને સૂકવી મોઇ જેવો ઝાડો બાંધે છે.
જ્યારે પણ તમને કામ કર્યા પછી થાક લાગે ત્યારે આવા સમયે રાત્રે જમવામાં બટર જરૂર લો. તેને ખાવાથી સારી ઉંઘ આવે છે કારણ કે તેમા સેલેનિયમ હોય છે. માખણ ના સેવન થી શારીરિક શક્તિમાં વધારો થાય છે અને પેટ સંબંધિત તમામ રોગોને દુર થાય છે.
માખણમાં પૂરતા પ્રમાણમાં આયોડીન હોય છે જે થાઈરોઈડ માટે ફાયદાકારક નીવડે છે. આ ઉપરાંત તેમા રહેલા વિટામીનસ પણ થાઈરોઈડ ગ્લેન્ડને મજબુત બનાવામાં મદદરૂપ થાઈ છે.
રોજ સવારે શારીરિક કમજોર બાળકને ભૂખ્યા પેટે માખણ અને સાકર 1-1 ચમચી આપવાથી તેનું શરીર મજબુત બને છે.ગાયના માખણથી ક્ષય એટલેકે ટી.બી. થી પીડિત દર્દી પોતાની સમસ્યામાંથી રાહત મેળવી શકે છે.
જો તમે હરસ ના દર્દી છો તો દેશી ગાયના માખણ અને તલનું સેવન કરવાથી તમને હરસના દુખાવામાં રાહત મળે છે.માખણ તથા સાકરને સરખા પ્રમાણમા મિક્સ કરી 1-2 ચમચી રોજ સવાર-સાંજ સેવન કરવાથી હાથ પગની બળતરામાં આરામ મળે છે.
જો ગીર ગાયના માખણમાં સાકર અને મધ ભેળવીને તેનું નિયમિત સેવન કરવામાં આવે તો ઘણા રોગમાં લાભ મળે છે.માણસ ન માનસિક વિકાસ અને યાદશક્તિ જાળવી રાખવામાં ખુબજ ફાયદાકારક હોય છે. માખણ મગજને ઠંડુ રાખી ને ગુસ્સો શાંત કરે છે. ફેફસા માટે માખણમાં રહેલા સેચુરેટેડ ફેટ્સ ખુબજ સારા ગણી શકાઈ. અને દમના દર્દીઓ માટે પણ તેનું સમયસર નું સેવન અસરકારક માનવામાં આવે છે.
તાજુ માખણ શરીરને પૌષ્ટિકતા આપે છે. ઘણા દિવસનુ વાસી માખણ ખારુ અને ખાટુ હોય છે. તેનો પ્રયોગ ક્યારેય ન કરવો જોઇએ. તેનાથી ઉલ્ટી, કોઢ, મેદસ્વીતા વગેરેની આશંકા વધે છે. તેથી વાસી માખણ ન ખાવુ જોઇએ. રોજ 40 ગ્રામ માખણ રોજ ખાઇ સકાય છે. તેનાથી હ્રદય સ્વસ્થ રહે છે. માખણ વ્યક્તિની પાચનશક્તિ વધારવાની સાથે સાથે આંતરડાની બિમારીઓથી પણ બચાવે છે.
માખણને બુધ્ધિ વધારનારુ માનવામાં આવે છે. ગાય ના તાજા માખણથી જન્મેલા શિશુના શરીર ઉપર મસાજ કરીને અડધો કલાક સવારના તડકામાં સુવરાવવાથી બાળકનો સર્વાંગી વિકાસ ખુબ સારી રીતે થાય છે.
ચહેરા ઉપર રોજ માખણ લગાવીને માલીશ કરવું અને એક કલાક પછી હુફાળા પાણીથી ધોઈ લેવાથી તમારા ચહેરાની ત્વચાનો રંગ ચોખ્ખો થાય છે.માખણ નાના બાળકો અને મોટી ઉમરના વૃદ્ધો માટે લાભકારી છે.જો તમે ક્યારેક ભૂલ થી દાજી ગયા હોય તો માખણ લગાવવાથી દર્દ હળવું થશે.