ચોમાસામાં મકાઈ ખાવાની મજા જ અલગ છે.તમે મકાઈ તો મજાથી ખાવ છો,પણ તેના રેસા ફેંકી દો છો,તો હવે તે ન કરો.મકાઈના રેસામાં ઘણાં સ્વસ્થ પોષક તત્વો હોય છે,જે તમને અનેક રોગોથી બચાવવામાં મદદગાર છે. મકાઈના રેસાનું સેવન કરવું કિડનીને સ્વસ્થ રાખવામાં અને તેને અનેક રોગોથી બચાવવામાં મદદગાર છે. મકાઈના ડોડા ના રેસા માં કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી, વિટામીન બી12 જેવા અનેક વિટામિન આવેલા હોય છે, તે પિત્તને કંટ્રોલમાં કરે છે. સામાન્ય વ્યક્તિ પણ મકાઈના રેસાને જ્યુસ પી શકે છે.
મકાઈના રેસાને જ્યુસ બનાવવા માટે બે ગ્લાસ પાણી ને સારી રીતે ઉકાળો. ત્યારબાદ તેમાં મકાઈના રેસા નાખી ધીમા તાપે થોડીવાર ઉકાળો. ત્યારબાદ થોડું ઠંડુ થવા દઈ સવાર અને સાંજ પીવાથી માત્રને માત્ર ત્રણ દિવસમાં જ પથરીની તકલીફ ફરિયાદ દૂર થઈ જશે અને બહાર નીકળી જશે. ડોડા માં ભરપૂર પ્રમાણમાં ન્યુટ્રીશન હોય છે. જે અનેક રોગોથી બચાવે છે. રેસાનીમદદથી તૈયાર કરવામાં આવેલું જ્યુસ રોગ પ્રતિકારક શક્તિ અને ચરબી ઓછી કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. મકાઈના રેસામાંથી બનેલી ચાનો ઉપયોગ એક કુદરતી શક્તિશાળી મૂત્રવર્ધક પદાર્થ એજન્ટ તરીકે થાય છે.તે શરીરમાંથી અતિશય પાણી અને ઝેરને બહાર કાઢવામાં મદદ કરે છે,જે પાણીને સંબંધિત સમસ્યાઓ ઘટાડે છે. કેટલાક સંશોધનમાંથી બહાર આવ્યું છે કે લાંબા ગાળે મૂત્રવર્ધક પદાર્થનો ઉપયોગ હૃદયરોગની નિષ્ફળતા અને કિડનીના રોગો સહિતના સ્વાસ્થ્યના ઘણા જોખમોથી રાહત આપે છે.
મકાઈ ના રેસા લોહીની નળીઓમાં જો કોલેસ્ટ્રોલ થયું હોય તો તેનાથી પણ બચાવે છે. મકાઈના રેસામાં ફાઈબર હોય છે. એટલે પેટને લગતી બિમારી જેમ કે અપચો, આફરો, પેટમાં ગેસ, પેટમાં દુખાવો થતો હોય તે લોકો માટે આ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.
કિડનીમાં થતી પથરી દૂર કરવા માટે મકાઈના રેસાની ચા ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.આ તમારા કિડનીમાં એકઠા થયેલા ઝેર અને નાઇટ્રેટ્સને દૂર કરે છે અને કિડનીમાં થતી પથરીનું જોખમ ઘટાડે છે.તેથી જે લોકોને પથરીની સમસ્યા છે અથવા તો દરેક લોકો માટે મકાઈના રેસાની ચા રામબાણ ઈલાજ છે.
મકાઈ ના રેસામા ફોલિક એસિડ રહેલા હોય છે. જે ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જરૂરી છે. જો ફોલિક એસિડ ની ઉણપ જણાય તો બાળક ઓછા વજનવાળું અને બીજી બીમારીઓથી પીડાતા જન્મે છે. તેથી મકાઈના રેસા ના સેવન આવી સ્ત્રીઓ જરૂર કરવું જોઈએ.
મકાઈના રેસાની ચા બ્લડ સુગરની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. સંશોધન દર્શાવે છે કે મકાઈના રેસાની મદદથી ડાયાબિટીસની સમસ્યા પર પ્રભાવ પડે છે.મકાઈના રેસામાં ઘણા બધા વિટામિન અને ખનિજો હોવાને કારણે તે લોહીમાં ઇન્સ્યુલિનની માત્રાને નિયંત્રણમાં રાખે છે.જેના કારણે ડાયાબિટીઝ નિયંત્રણમાં રહે છે.
મકાઈના રેસામાં વિટામિન ‘કે’ ની વધારે માત્રાને લીધે તે લોહીને ગંઠાઈ જવાની સમસ્યા દૂર કરે છે.અત્યારના દિવસોમાં ઘણી સ્ત્રીઓ હાયપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી ચિંતિત છે.તેઓ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા માટે મકાઈના રેસાની ચાનું સેવન કરી શકે છે.આનાથી તેઓ ઓટીસી બ્લડ પ્રેશરની દવાઓથી થતી પ્રતિકૂળ અસરોથી પીડાશે નહીં.
મકાઈના રેસાની ચા તમારી પાચન શક્તિને મજબૂત રાખે છે.આ ખોરાકને સારી રીતે પચાવવામાં મદદ કરે છે અને ભૂખમાં પણ મદદ કરે છે.તે પેટ માટે એક સારો આહાર માનવામાં આવે છે,સાથે સાથે પ્રોટીનની માત્રા વધારે છે,તેથી તે સ્વાસ્થ્ય માટે સારું છે.
મકાઈના રેસાની મદદથી તમે જાડાપણાથી છુટકારો મેળવી શકો છો.પાણીની રીટેન્શન અને શરીરમાં ઝેર એકઠા થવાને કારણે કેટલાક લોકો જાડાપણાની સમસ્યાથી પીડાય છે.મકાઈના રેસા આ વસ્તુઓને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે અને આ વજન ઘટાડવાની પ્રક્રિયામાં વધારો કરે છે.