ચોમાસાની ઋતુ અનેક રોગો સાથે લાવે છે. માટે આ ઋતુમાં સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું પડે છે. ચોમાસામાં રોગોથી બચવા માટે મકાઈનું સેવન ખૂબ ફાયદાકારક છે. કારણ કે મકાઈમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. મકાઈમાં મેંગેનીઝ, ઝીંક, ફોસ્ફરસ, વિટામિન બી5 અને વિટામિન બી6 જેવા તત્વો હોય છે, જે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
મકાઈ ખાવાથી થતા ફાયદા:
ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે તેથી વાયરલ ચેપનો ભોગ જલ્દી બનાઈ જવાય છે . પરંતુ ચોમાસામાં મકાઈ ખાવાથી તેમાં રહેલા ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ જે ઈમ્યુનિટીને મજબૂત કરવામાં મદદગાર થાય છે. ચોમાસામાં પેટને લગતી ઘણી સમસ્યાઓ હોય છે. પરંતુ ચોમાસામાં મકાઈ ખાવાથી તે પેટ માટે ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે ફાયબર મકાઈમાં જોવા મળે છે, જે પાચન તંત્ર (પાચનશક્તિ)ને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમજ કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓ દૂર થાય છે.
ચોમાસામાં ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ હોય છે. કારણ કે મકાઈમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સાથે જ સ્કિનને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે. આંખો માટે મકાઈનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે મકાઈમાં વિટામિન એ અને બીટા કેરોટીન મળી આવે છે, જે આંખો સાથે જોડાયેલી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તે આંખોની રોશની વધારવામાં પણ મદદ કરે છે.
મકાઈમાં અંદર એન્ટિ-ઓક્સીડેંટ અને ફેલવેનોઈડ હોય છે જે કેન્સરને દૂર રાખવા માટે કારગર છે તેમજ મકાઈ એ ફ્રી રેડિકલ્સ થી થતા નુકસાન પણ બચાવે છે તેમજ મકાઈ ની અંદર ખાસ ફેરૂલિક એસિડ હોય છે જે લીવર અને બ્રેસ્ટ કેન્સર માટે ના ટયુમર ને ઓછું કરવામાં મદદ કરે છે. મકાઈ ની અંદર આયર્ન ભરપૂર માત્રામાં હોય છે જે આપણા શહેરના અંદર આયર્નની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે જે એનિમિયા ની તકલીફ થતા બચાવે છે
જ્યારે શરીરમાં લોહીની ઉણપ હોય ત્યારે મકાઈનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે વિટામિન બી અને આયર્ન ભુટ્ટામાં મળી આવે છે, જે હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. જે લોહીની કમીને દૂર કરે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમારા માટે મકાઈનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે મકાઈમાં કેલેરી ઓછી હોય છે અને તેમાં ફાયબર ભરપૂર માત્રામાં હોય છે, તેનું સેવન કરવાથી વજન કંટ્રોલ થાય છે.
નિયમિત સ્વરૃપે તમે જો મકાઈનું સેવન કરો છો તો તમને સંધિવા થવાની શક્યતાઓ ઓછી કરે છે તેમજ તેની અંદર રહેલ ઝિન્ક, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને આયર્ન હોય છે જે આપણાં હાડકાંને મજબૂત કરે છે