તમને નવાઈ લાગશે કે ખોરાકથી વળી મગજશક્તિ સુધરતી હશે ખરી ? પણ વિજ્ઞાનીઓ એ પ્રયોગોથી સિદ્ધ કરેલ વાત છે. તમારું મગજ પણ પોતાની શક્તિ માટે અને કશા પણ અવરોધો વગર ચોક્કસ કામ કરી શકે તે માટે ખોરાકમાં મૂળ તત્ત્વો મિનરલ્સ અને વિટામિન્સની યોગ્ય માત્રામાં લેવાથી તમારા મગજની શક્તિ સુધરી શકે છે. તમારા મગજના કોષો કેવી રીતે કામ કરે છે ? મગજના કોષોને એકબીજાને સાંકળ રાખનાર પાતળી દોરી જેવી ભાગ સિનેપ્સ કહેવાય છે. બે મગજના કોષ આ સિનેપ્સથી જોડાયેલ હોય છે.
તમે સૂઈ જાવ તે સિવાયના બધા જ સમય દરમિયાન સંદેશો આપવાનો અને લેવાનું કામ ખૂબ જ ઝડપથી ટેલિફોન એક્સચેન્જ ની માફક ચાલે છે. આ સંદેશાવ્યવહાર ઝડપથી ચાલે તો જ શરીરના બધા જ દૈનિક કાર્યક્રમ સરસ રીતે ચાલે. એને માટે મગજને પૂરતા પ્રમાણમાં ખોરાક ના મૂળ તત્વો અને મિનરલ્સ અને વિટામિન્સ જોઈએ છે. ચોક્કસ પ્રમાણમાં અને ઝડપથી આ તત્વો મગજને મળે એટલે જ આખા શરીરનું કામ સરસ ચાલે છે. અલબત્ત એની સાથે થોડી કસરત અને માનસિક શાંતિ પણ જરૂરી છે.
વૈજ્ઞાનિકો નીચેની નવ વસ્તુઓ મગજને માટે ખૂબ જ અગત્યની ગણે છે.તમારા મગજને ગ્લુકોઝ વગર એક મિનિટ પણ ચાલે નહિ. કારણ કે આ ગ્લુકોઝ થી જ તમે વિચાર કરી શકો છો. યાદ કરી શકો છો. નાની મોટી સમસ્યાનું નિરાકરણ કરી શકો છો.
તમારું મગજ લૂકોઝ થી શક્તિ મેળવીને જ આખા શરીરના બધા જ અંગો, સ્નાયુઓ, સાંધાઓમાં કાર્યોનું નિયમન કરી શકે છે. એટલા માટે તમારા ખોરાકમાં ભૂલ્યા વગર ૨૫૦થી ૩૦૦ ગ્રામ ગ્યુકોઝ મળે માટે દૂધ, પપૈયાં, કેરી, ચીકુ, કાળી દ્રાક્ષ જેવાં ફળ, મધ, ખાંડ, ગોળ અને ઘઉં, ચોખા, બાજરી અને કઠોળ નિયમિત લેવાં જોઈએ.
દરેક પ્રકારના પ્રોટીન બંધારણમાં એમિનો ઍસિડ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કુલ બાવીસ એમિનો એસિડ માં થી ચૌદ એમિનો એસિડ શરીર બનાવે છે. બાકીના આઠ એમિનો એસિડ આપણે આપણા ખોરાકમાંથી મેળવવા જોઈએ. માટે જ તેને એસેન્શિયલ (જરૂરી) એમિનો એસિડ કહે છે. એ જાણવા જેવી વાત છે કે તમારા મગજના સંદેશાવાહક તરીકે ઉપયોગમાં આવતી ન્યુરોટ્રાન્સમીટર એમિનો એસિડનો બનેલા છે એટલે જે એમિનો એસિડ ઓછો હોય તો ન્યુરોટ્રાન્સમીટર નું કામ ઢીલમાં પડે.
એક વસ્તુ વિશેષ યાદ રાખજો કે, ફિનાઈલ એલેનાઇલ નામનો એક ખૂબ જરૂરી એમિનો એસિડ જ્યારે કોઈ વ્યક્તિ ડિપ્રેશન હોય ત્યારે આપવાથી તેનું ડિપ્રેશન જતું રહે છે કારણ કે આ ફિનાઇલ એરલાઇન થી તમારા મગજની અંદર નોરએપીનેફ્રીન નામનો મગજને શક્તિ આપનાર હોર્મોન બને છે. એનાથી તમારું મગજ સજાગ રહે છે. તમારી યાદશક્તિ સુધરે છે અને ઘણી બધી વસ્તુ તમે શીખી શકો છો.તમારી રોજિંદી જરૂરિયાત માં એમિનો એસિડ સુકામેવા માંથી, દૂધમાંથી, પનીર માંથી અને બધી જ જાતના કઠોળ અને સોયાબીનના લોટમાંથી મળે છે.
તમારા શરીરમાં ટ્રાયપોફીન નામનો એમિનો ઍસિડ બનાવવા માટે ફોલિક એસિડ ખૂબ જરૂરી છે. ફોલિક એસિડ વિટામિન બી’નો કૉમ્પ્લેક્સ નો એક પ્રકાર છે. ફોલિક એસિડ ગર્ભસ્થ શિશુ ના મગજમાં કોઈ પણ પ્રકારની ખામી ન રહે તે માટે જેને સુવાવડ આવવાની હોય તે સ્ત્રીઓને ડૉક્ટરો આપે છે.
ફોલિક એસિડ મેળવવા માટે નારંગી, મોસંબી, સક્કરટેટી, ઉગાડેલા મગ, બીટ, પાલકની ભાજી, જામફળ અને મોટા ભાગના બધા જ પીળા રંગના શાકભાજી અને ફળનો ખોરાક માં ઉપયોગ કરો. એસિટીલ કોલીન નામનો ન્યુરોટ્રાન્સમીટર બનાવનાર કોલીન નામનો પદાર્થ, તમારી યાદશક્તિ માટે ખૂબ જ જરૂરી છે. આ કોલીન, સોયાબીન, ચડ્યા વગરના ચોખા અને લીલા શાકભાજી માંથી મળે છે.
તમારા મગજ માં ન્યુરોટ્રાન્સમીટર બનાવવામાં મદદ કરતાં એન્ઝાઇમ જો ઝિંક વગરના અથવા તો ઓછા પ્રમાણમાં ઝીંક વાળા હોય તો તમારા રોજિંદા કાર્યક્રમમાં ઘણી વાર તે પૂરતું ધ્યાન આપી શકશો નહીં અને યાદશક્તિની કાયમી ગડબડ થશે. રોજના તમારા ખોરાકમાં ૧૦ મિલિગ્રામ જેટલું ઝિક લેવું પડે. મોટાભાગે આ ઝિક શાકાહારી વ્યક્તિએ દવાની ગોળી સ્વરૂપે લેવી જોઈએ. કારણ કે આ ઝીંક, માછલી, માંસ, લિવર, ઈંડાં અને સમુદ્ર જીવો માથી જ મળે છે. ઝિક અને કોલીનની માફક આયર્ન પણ તમારી યાદશક્તિ સુધારવા માટે ખૂબ જરૂરી છે. આયર્ન મેળવવા માટે વટાણા, સોયાબીન, પાલક, કાળી. દ્રાક્ષ, અખરોટ, ચોળી, બટાકા, પ્લમ, રીંગણ, ખજૂર, અંજીર ખોરાકમાં લેશો.
તમોને જ્યારે થાક લાગે, ઘેન લાગે, ઊંઘ આવે, કામ ન સૂઝે ત્યારે સમજી લેજો કે તમારા ખોરાકમાં બોરોન નામનો મિનરલ્સ ઓછા પ્રમાણમાં છે. મગજની સંદેશાવ્યવહારની ગતિનો આધાર બોરોન છે. આ બોરોન તમને કોબી, ફ્લાવર, સફરજન, પાલક, તાંદળજા ની ભાજી માંથી મળે છે. પાયરીડોક્ષિન એટલે વિટામિન બી-૬ મગજમાં ઉત્પન્ન થતા નોરએપીનેફ્રીન, સેરોટીનીન અને ડોપેમીન – ત્રણ ન્યુરોટ્રાન્સમીટર અથવા તો બ્રેઈન કેમીકલ જે મગજ શક્તિ અને યાદશક્તિ માટે જરૂરી છે તે બનાવવામાં મુખ્ય ભાગ ભજવે છે.
જો તમારા શરીરમાં વિટામિન “બી”-૬ ઓછું હોય તો પ્રોટીનનું પાચન બરાબર થાય નહિ એટલું જ નહિ પણ ડિપ્રેશન આવે અને હાર્ટએટેક આવવાની શક્યતા વધે. વિટામિન બી-૬ તમને માંસ, ઈંડાં અને ચીકન સિવાય ચડ્યા વગરના ચોખા, બધી જ જાતના કઠોળો, ઘઉંનું થૂલું, સૂકોમેવો, કેળા, બટાકા, દૂધ, દહીં, માખણ, પનીર માંથી મળે છે.જેનું બીજું નામ કોબાલેમીન છે તે વિટામિન બી-12 તમારા શરીરની અંદર ચરબી અને ગ્લુકોઝના પાચન માટે જરૂરી છે, એ તો તમને ખબર છે. પણ આ વિટામિન બી”-૧૨ તમારા જ્ઞાનતંતુઓમાં થતી ક્ષતિઓ માટે અને ખાસ કરીને જ્ઞાનતંતુઓના કોષોની દિવાલ બનાવવા માટે ઉપયોગમાં આવે છે.
તમારા ખોરાકમાં જ્યારે વિટામિન બી’-૧૨ ઓછું હોય ત્યારે તેની મૂંઝવણ થાય, મૂડ બગડી જાય, ડિપ્રેશન આવે અને ચામડી પર કરચલી પડી જાય. તમારી વિટામિન બી’-૧૨ની રોજની જરૂરિયાત તમને માંસ, માછલી, ઈંડાં અને ચીકન માંથી મળે પણ ચુસ્ત શાકાહારી લોકોને વિટામિન બી-૧૨ લેવા માટે ક્રીમ કાઢી નાખેલ હોય તેવું દહીં રોજ ખાવું જોઈએ.
હવે તમે જાણ્યું ને કે તમારા મગજની બધી જ જાતની તકલીફો માટે તમારે ખોરાક ના થોડા આયોજનની જરૂર છે. મનને મૂંઝવણ ન થાય, ચિંતા ન થાય, ડિપ્રેશન ન આવે, અને લાંબી ઉંમર સુધી તમારા શરીરના બધાં જ અંગો, સાંધા ના, સ્નાયુ ખૂબ જ સારી રીતે કામ કરી શકે. ઉપરની અગત્યની નવ વસ્તુઓ તમે ખોરાકમાં લેશો તો તમારું મગજ હંમેશાં પ્રફુલ્લિત રહેશે. તમને બધું યાદ રહેશે.
અખરોટ સ્મરણ શક્તિ વધારવામાં સહાયક છે. 20 ગ્રામ અખરોટ અને 10 ગ્રામ કિશમિશ દરરોજ લેવી જોઈએ. અખરોટ જેને અંગ્રેજીમાં વોલનટ કહે છે સ્મરણ શક્તિ વધારવામાં સહાયક રહે છે. નિયમિત તેનો ઉપયોગ કરી શકાય. 20 ગ્રામ વોલનટ અને સાથે 10 ગ્રામ કિશમિશ લેવું જોઈએ.