મગ દાળનો ઉપયોગ શરીરના ઘણી સમસ્યાઓના ઉપચાર માટે થાય છે. પ્રાચીન કાળથી જ મગ દાળનો પ્રયોગ આપણા દેશમાં કરવામાં આવે છે. મગ દાળ આપણે ત્યાં પરંપરાગત રૂપે ખવાય છે. મગ દાળમાં મેગ્નેશિયમ, ફાયબર, પ્રોટીન, વિટામિન બી, મેઁગેનીજ, કોપર, એન્ટીઓક્સીડેન્ટ વગેરે મળે છે. મગદાળનો ઉપયોગ બીજા ઘણાં બધાં ફાયદાઓ માટે પણ કરાય છે.
મગદાળ આંખોને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ લાભદાયક છે. આંખો માટે જરૂરી વિટામિન સી આપણને મગદાળમાંથી મળી રહે છે. તે ઉપરાંત, મગદાળમાં વિટામીન-બી6 અને વિટામિન-બી5 વગેરે પણ જરૂરી પ્રમાણમાં હોય છે. મગદાળમાં રહેલ વિટામિન-સી આંખના રેટિનાને બરાબર રાખે છે. આ પ્રમાણે મગની દાળ આંખની સાર સંભાળ માટે એક સારો વિકલ્પ છે.
મગની લીલી દાળ આપણા શરીરમાં રહેલી શુગરના સ્તરને સામાન્ય રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લીલી મગની દાળ ખાવાનો ફાયદો એ છે કે શુગર આસાનીથી પચવા લાયક બને છે એટલા માટે તે લોહીમાં ભળતી નથી. મગની દાળ ખાવાથી શુગરનું સ્તર આપણા શરીરમાં સામાન્ય બની રહે છે. જેનાથી શુગરની બીમારી અટકાવી શકાય છે.
મગની દાળ આપણા શરીરમાં હાડકાઓને મજબૂત રાખે છે તથા કેલ્શિયમની ઊણપ દૂર કરીને હાડકાઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મગની દાળથી મળતાં કેલ્શિયમ હાડકાઓ નિર્માણમાં મદદ કરે છે.
ગર્ભવતી મહિલાઓ ને કેટલીય પરેશાનીઓનો સામનો કરવો પડે છે. એમાં મુખ્ય છે, પાચનતંત્ર નું અનિયમિય કામ કરવું. તેના લીધે ગેસ અને જલન જેવી સમસ્યા શરૂ થઈ જાય છે. આ બધાંથી છુટકારો મેળવવા મગની દાળ ખાવાનો સૌથી સરળ અને સારો ઉપાય છે.
અનિયંત્રિત કોલેસ્ટ્રોલના કારણે આપણા શરીરમાં ઘણા પ્રકારની અનિયમિતતા આવે છે. હદયથી જોડાયેલી બીમારીઓ નું મુખ્ય કારણ કોલેસ્ટ્રોલ ની અનિયંત્રિતતા જ છે. મગની દાળ નાડીઓ અને કોષોમાં જમા કોલેસ્ટ્રોલમાં ઘટાડો લાવે છે અને રક્તભ્રમણમાં પણ આસાની રહે છે એટલા માટે જો તમે હૃદયની બીમારીઓથી દૂર રહેવા માંગતા હો તો તમારા ખાદ્યપદાર્થોમાં મગની દાળ નો સમાવેશ કરો.
મગની દાળ વાળોને મજબૂત બનાવવા અને તેમની દેખભાળ કરવામાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. મગની દાળ ખાવાથી આપણા માથાના વાળોને મૂળથી મજબૂતી મળે છે. તે ઉપરાંત, આનાથી વાળ જાડા, લાંબા અને ચમકદાર બને છે.
ત્વચાને સ્વસ્થ રાખવામાં પણ મગની દાળની ભૂમિકા ખૂબ સકારાત્મક છે. નિયમિય રૂપે મગની દાળ નું સેવન કરવાથી આપણા ચહેરા પરના કાળા-ઊંડા ડાઘ અને ચિહ્નો વગેરેને દૂર થાય છે. મગની દાળનો નિયમિત ઉપયોગ આપણા માટે એંટી-એંજીગ નું કામ કરે છે, તેટલા માટે જો તમે પણ ઢળતી ઉંમરને રોકવા માંગતા હો તો મગની દાળનું સેવન શરૂ કરી દયો.
અનિયમિત દિનચર્યા અને વ્યસ્ત લાઇફ સ્ટાઇલના કારણે વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાઓમાં વજન વધવું સૌથી મોટી સમસ્યા છે. જો તમારું વજન વધારે છે અને તમે તેને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો દરરોજ મગની દાળના પાણીનું સેવન કરો. આ દાળમાં કેલરીનું પ્રમાણ ઓછું અને ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. આ ઉપરાંત મગની દાળનું પાણી મેટાબૉલિઝ્મને પણ બૂસ્ટ કરે છે, જેના કારણે વજન ઘટવાની પ્રક્રિયા ઝડપી બની જાય છે.
મગની દાળનું પાણી શરીરમાં ઇન્સ્યુલિનનું લેવલ વધારવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત મગ દાળ બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે, જેનાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.
ડેન્ગ્યૂ મચ્છર કરડવાથી થતી ખતરનાક બીમારી છે. એવામાં મગની દાળના પાણીનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ દાળના સેવનથી ઇમ્યૂન સિસ્ટમ બૂસ્ટ થાય છે, જેનાથી તમે ડેન્ગ્યૂ જેવી ખતરનાક બીમારીથી બચી શકો છો.
મગ દાળના પાણીનું નિયમિત સેવન કરવાથી શરીરમાં રહેલી ગંદકી બહાર નિકળી જાય છે, જેનાથી શરીરની સફાઇ થઇ જાય છે. આ સાથે જ આ દાળના પાણીમાં રહેલા તત્ત્વ લિવર, ગૉલ બ્લેડર, લોહી તેમજ આંતરડાને પણ સાફ કરે છે.
સામાન્ય રીતે ઉનાળામાં તમને ઠંડી તાસીર વાળી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે અને શિયાળામાં ગરમ તાસીર વાળી વસ્તુઓ ખાવાની. મગ દાળની તાસીર ઠંડી હોય છે, જ્યારે મસૂરની દાળની તાસીર ગરમ હોય છે. તેથી આ બંને દાળ ભેળવીને તમે કોઈ પણ ઋતુમાં ખાઈ શકો છો.
મગની દાળને દાળની રાણી પણ કહેવામાં આવે છે. કારણ કે જેટલા ફાયદા આ દાળમાં હોય છે એટલા કોઈ બીજી દાળમાં નથી હોતા. જીવલેણ અને અસાધ્ય બીમારીઓનો રામબાણ ઈલાજ છે મગ દાળનું પાણી. આ દાળમાં વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, સોડીયમ, કાર્બોહાઈડ્રેટ અને ફોસ્ફરસ વધુ પ્રમાણમાં હોય છે.
મગ દાળનું પાણી શરીરની અશુદ્ધિઓ બહાર કાઢવામાં મદદ કરે છે, અને તેની સાથે જ તમારા શરીરના તાપમાનને પણ નિયંત્રણમાં રાખે છે. શરીરની ઈમ્યુન સીસ્ટમ નબળી થઇ જવા ઉપર તે એનર્જીની જરૂરિયાતને પણ પૂરી પડે છે. તે ઉપરાંત મગ દાળનું પાણી તમારા મગજ માટે પણ ફાયદાકારક હોય છે.
ઝાડાની સમસ્યા થઈ ગઈ છે અને અને સ્થિતિ ઘણી જ ખરાબ થઇ ગઈ છે, તો તમારે એક વાટકી મગની દાળનું પાણી પી લેવું જોઈએ. એવું તમારે સવાર સાંજ બે દિવસ સુધી કરવું જોઈએ. પછી જુવો તમારો સમસ્યા દુર થઇ જશે અને તમારા શરીરમાં પાણીની કમી ક્યારેય પણ નહિ થાય. નવજાત શિશુ માટે પણ મગની દાળનું પાણી ઘણું ફાયદાકારક હોય છે. તે શિશુની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેની સાથે જ તેમનું ખાવાનું પણ જલ્દી પચાવી દે છે.