આપણામાંથી ઘણાખરાઓની એવી ફરિયાદ રહેતી હોય છે કે તેમને અન્ય કરતા વધુ મચ્છર કરડે છે. અચુક એવા શબ્દો સાંભળવા મળે છે કે ‘મચ્છ તો મા‚ લોહી પી ગયા…’ મચ્છરોમાં કોઇ પક્ષપાતી વલણ ન હોય કે આ વ્યક્તિને વધુ કરડવું, પેલી વ્યક્તિને સાવ ન કરડવુ. આવા પક્ષપાતી વલણ એક માણસ નામના પ્રાણીમાં જ જોવા મળે છે.
જો અન્ય વ્યક્તિઓ કરતા તમને વધુ મચ્છર કરડતા હોય તો આ પાછળનું વૈજ્ઞાનિક કારણ છે. એવુ પણ બની શકે કે તમારા શરીરના ફેક્ટરને કારણે મચ્છરો તમારા‚ લોહી પીવાનું વધારે પસંદ કરતા હોય. અમેરિક મોસ્કિટો ક્ધટ્રોલ એસોસિએશનના ટેકનિકલ એડવાઇઝર પીએચડી જો કોનલને કહ્યું કે, બોડીના ફેકટર આપણને મચ્છરો માટેનું એક ચુંબક બનાવી દે છે. આથી મચ્છરો આપણી તરફ વધુ આકર્ષાય છે અને મચ્છરો તેમને પ૦ મીટરની દુરીથી સુંઘી શકે છે.
સૌથી વધુ મચ્છર કરડવાનું મહત્વનું કારણ બોડી ફેકટર એટલે કે લોહીનો પ્રકાર છે. શું તમારા લોહીનો પ્રકાર ‘એ’ ગ્રુપ અથવા ‘ઓ’ ગ્રુપ છે? એ ગ્રુપ ધરાવતા લોકો કરતા ઓ ગ્રુપ ધરાવતા લોકોને મચ્છરો બેગણા કરડે છે.
જ્યારે બી ગ્રુપ ધરાવતા લોકોને એ ગ્રુપ કરતા વધુ અને ઓ ગ્રુપ કરતા ઓછા મચ્છરો કરડે છે. આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ પણ મચ્છર કરડવા પાછળનું જવાબદાર કારણ છે. તમામ પ્રકારના કાર્બન ડાયોક્સાઇડ તરફ મચ્છરો આકર્ષાય છે. જે લોકો વધુ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે તેને વધુ મચ્છર કરડતા હોય છે.
બાળકોની સરખામણીએ મોટી વયના લોકો વધુ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે આથી તેમને વધુ મચ્છર કરડે છે. પ્રેગનેન્ટ સ્ત્રીઓ પ્રેગનન્સી દરમિયાન વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. આ સમયગાળા દરમિયાન તે વધુ સંવેદનશીલ થઇ જાય છે. આથી તેમને વધુ મચ્છર કરડે છે.
વૈજ્ઞાનિકોના સંશોધનમાં એવો ખુલાસો થયો છે કે જો તમને શારિરીક વ્યાયામ કરવો વધુ પસંદ હોય તો તાકજો કે મચ્છરો તમને સૌથી વધુ પસંદ કરશે. કારણકે મચ્છરોને પરસેવાની ગંધ ખુબજ પ્રિય હોય છે અને શારિરીક વ્યાયામથી પરસેવો વળે તે સ્વાભાવિક છે.
આપણી ચામડી ઉપર સ્ટ્રેરોઇડ અથવા કોલેસ્ટ્રોલનું વધુ પ્રમાણ પણ સૌથી વધુ મચ્છર કરડવાનું કારણ છે. આ ઉપરાંત જો નશીલા પદાર્થો તેમાં પણ ખાસ કરીને દા‚, બીયરનું સેવન કરવુ તમને ખુબજ પ્રિય હોય તો મચ્છરને પણ તમે તેટલા જ પ્રિય છો. તમારા લોહીમાં નશીલા પદાર્થના દ્રવ્યોના સમાવેશથી મચ્છરો તમારી તરફ વધુ આકર્ષાય છે.
ઝીકા, ડેંગ્યુ અને મેલિરિયા જેવી બીમારી મચ્છરના કરડવાથી થાય છે. તમારા ઘરની આસપાસ ફેલાયેલ ગંદકી અને ગંદા પાણીના ખાબોચિયા તેમનું નિવાસ અને ઉત્પન્ન સ્થાન હોય છે.
મચ્છર જ્યારે પણ મનુષ્યના સંપર્કમા આવીને કરડે છે ત્યારે ગંબીર બીમારીઓ ફેલાઈ છે. સામાન્ય રીતે તો આ મચ્છર તમામ લોકોને કરડે છે પણ એક રિસર્ચમાં સામે આવ્યું છે કે 20 ટકા લોકો એવા હોય છે જેમના તરફ મચ્છર વધુ આકર્ષિત થાય છે. એટલે કે આ લોકોને પહેલા પોતાનો નિશાનો બનાવે છે.
સામાન્ય રીતે મચ્છર જોઈને અને ગંધના આધારે પોતાનો શિકાર કરે છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો મચ્છર વધુ પડતા દ્રશ્યમાન છે. એટલે કે સાંજના સમયે પોતાની જબરજસ્ત દ્રષ્ટીથી ડાર્ક કલરને ઓળખી લે છે. જેવા કે નેવી બ્લુ, બ્લેક અને લાલ રંગ તેમને વધુ આકર્ષિત કરે છે અને મચ્છર આવા લોકેને સહેલાઈથી શોધીને પહેલા તેમના પર હુમલો કરે છે.
વિજ્ઞાનના મતે તો કોઇ પણ જીવને કરડવું એ મચ્છરના જીવનચક્રનો અનિવાર્ય હિસ્સો છે. એ તેના જીવવા માટે ખૂબ જ જરૃરી છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આપણને ફક્ત માદા મચ્છર જ કરડે છે.
નર અને માદા બંને પ્રકારના મચ્છરોને જીવવા માટે શુગર અને ગ્લુકોઝની જરૃર હોય છે. એ જરૃરિયાત પૂરી કરવા માટે તેઓ ફૂલોનો રસ પીએ છે. આ જ કારણ છે કે મહદઅંશે મચ્છરો છોડની આસપાસ ઘૂમતા જોવા મળે છે.
નર મચ્છર જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તે ફૂલોનો રસ પીને જ જીવે છે, જ્યારે માદા મચ્છરો એવું કરતા નથી. માદા મચ્છર જ્યારે ઇંડા મૂકવા લાયક થઇ જાય છે, તેની પોષણ માટેની જરૃરિયાત બદલાઇ જતી હોય છે. એ વખતે ફૂલોના રસથી તેનું પોષણ થઇ શકતું નથી. તેને પોતાના આહારમાં ચરબી અને પ્રોટીનની પણ જરૃરિયાત ઊભી થાય છે. આ જરૃરિયાત તે કોઇ જીવનું લોહી પીને પૂરી કરે છે. એ માટે તે માનવી અને અન્ય જીવોને પણ કરડે છે.
લીમડાના તેલમાં કપૂર મિક્સ કરી એક સ્પ્રે બોટલમાં ભરી લો. હવે આ મિશ્રણને તમાલ પત્ર સ્પ્રે કરો અને સળગાવો. તમાલપત્રનો ધુમાડો સ્વાસ્થ્ય માટે કોઇપણ રીતે હાનિકારક નથી. આ ધુમાડાની અસરથી આશ્ચર્યજનક રૂપે મચ્છરોનો સફાયો થઇ જશે. માથા પાસે કપૂર મિક્સ કરેલા લીમડાના તેલનો દીપ સળગાવવાથી પણ મચ્છર પાસે ભટકશે નહીં.
અન્ય એક ઉપાય નારિયેળ તેલ, લીમડાનું તેલ, લવિંગનું તેલ, પિપરમિન્ટનું તેલ, નીલગીરીનું તેલ સમાન માત્રામાં મિક્સ કરો અને એક બોટલમાં ભરી રાખવું. રાત્રે સુતા સમયે ત્વચા પર લગાવો અને નિશ્ચિંત થઇને સુઇ જાવો. આ ઉપાય બજારમાં મળતી ક્રીમ કરતા પણ વધુ કારગર છે. આ તેલને આપ ઘરેથી પ્રવાસે, મુસાફરી દરમિયાન સાથે લઇનં જઇ શકો છો.
લીંબુના તેલમાં નીલગિરીનુ તેલ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લો. તેને ત્વચા પર લગાવવાથખી મચ્છર દૂર રહેશે.આ તેલમાં એન્ટીસેપ્ટિક અને કિટ વિકર્ષક ગુણ રહેલા છે. જે શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન કરે છે અને મચ્છર તેનાથી દૂર ભાગે છે.તલના તેલથી સહેલાઇથી મચ્છર કરડવાથી દૂર રહે છે. તેનાથી મચ્છર તમારી આસપાસ પણ આવશે નહીં.
લવેન્ડર સુગંધી હોવાની સાથે ખતરનાક મચ્છરોથી બચાવવા માટે પણ સારો ઉપાય છે. લવેન્ડર ફુલની સુગંધ મચ્છરને દૂર રાખે છે. તમે ઇચ્છો તો લવેન્ડર તેલને રૂમમાં પ્રાકૃતિક ફ્રેશનર તરીકે પણ છાંટી શકો છો. જેનાથી મચ્છર દૂર ભાગી જશે. તમે ઇચ્છો તો ક્રીમમાં આ તેલ મિકસ કરીને તમારી ત્વચા પર પણ લગાવી શકો છો.
ટી ટ્રી ઓઇલ -આ તેલ ત્વચા અને વાળ માટે ફાયદાકારક હોવાની સાથે મચ્છરોને દૂર ભગાડવામાં માટે ખૂબ અસરકારક સાબિત થયું છે. તેની દુર્ગંધ અને એન્ટિબેક્ટેરિયલ ગુણોના કારણથી તે મચ્છરોને કરડવાથી બચાવે છે અને દૂર કરવામાં મદદ કરે છે. વિનેગરથી પણ માખીને દૂર કરી શકાય છે. તે માટે પાણીમાં વિનેગર અને ડિર્ટજેટ નાખી પોતું કરવાથી માખી ઘરની બહાર જતી રહે છે.
લીલા મરચાંને પાણીમાં ડુબાડીને રાખો અને આ પાણીને ત્યાં સ્પ્રે કરો જ્યાં તમારે માખીઓ વધારે હોય છે બસ આમ કરવાથી માખીઓ દૂર જતી રહે છે. એક લીંબૂ લો બન્ને ટુકડા જુદા-જુદા કરો અને ટુકડામાં 10-15 લવિંગ દબાવી દો. મચ્છર કે માખી નજીક આવવાની હિમ્મત પણ નહી કરશે.
લસણની સ્મેલથી મચ્છરો ઘરમાં આવતા અટકે છે. આ ઉપાયનો ઉપયોગ કરવા માટે તમે લસણીની થોડી કળીઓ વાટીને પાણીમાં ઉકાળી લો અને જ્યાં મચ્છર થતાં હોય ત્યાં ચારે બાજુ છાંટી દો. જેનાથી મચ્છરો ભાગી જશે.