Site icon Ayurvedam

‘માતા’ ના ગર્ભમાં જ વિચારવાનુ ચાલુ કરી દે છે બાળક, જાણો તેના મનમાં કેવા કેવા વિચારો આવતા હોય છે…

આપણાં ભારતીય ગ્રંથોમાં બાળકને માતાના ગર્ભમાં આવવાથી લઈને જન્મ મળવા સુધીની દરેક ક્રિયા નું  સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે બાળકને માતાના ગર્ભમાં કયા-કયા વિચાર આવે છે. ભગવાન દ્વારા પ્રેરિત કાર્યોથી શરીરને પકડવા માટે સજીવ પુરુષના વીર્ય બિંદુ દ્વારા સ્ત્રીના ગર્ભાશયમાં પ્રવેશ કરે છે.આ પ્રકારનું દરેક વર્ણન ભારતીય ગ્રંથ ગરુડ પુરાણ માં કરવામાં આવ્યું છે.

સ્ત્રીના ગર્ભ માં પ્રવેશતા તે એક રત્નો જીવ બને છે.  એક રાતનો જીવ સુક્ષ્મ કળ, પાંચ રાતનો જીવ પરપોટા સમાન તથા દસ દિવસ વિતાવ્યા બાદ આ જીવ બોર સમાન દેખાય છે. આ પછી તે એક માંસના પીંડ જેવો આકાર ધારણ કરી ઈંડા સમાન થઈ જાય છે. એક મહિનામાં મસ્તક ની રચના, બીજા મહિનામાં હાથ,પગ વગેરે અંગોની રચના થાય છે. ત્રીજા મહિનામાં નખ, હાડકાં,,નાક, કાન, ગળું, મોઢું, વગેરે અંગ બની જાય છે. ચોથા મહિનામાં ત્વચા, માંસ, લોહી, ચરબી, નું નિર્માણ થાય છે.

પાંચમાં મહિને બાળકને ભૂખ-તરસનો અનુભવ થવા લાગે છે. છઠ્ઠા મહિનામાં બાળક માતાના ગર્ભની દિવાલમાં વીંટોળાઈને તેમાં જ ફર્યા કરે છે.માતા દ્ધારા ગ્રહણ કરવામાં આવેલ ભોજનથી પોષણ મેળવી બાળક મળ-મૂત્ર ના સ્થાન પર જ સૂઈ જાય છે.  મળ- મૂત્ર ના કારણે બાળકના સુવાનાં સ્થાન પર અનેક જીવોની ઉત્પત્તિ થાય છે, અહીં કૃમિ જીવ ના ડંખ ને લીધે બાળકનું અંગ પીડા પામે છે, જેના કારણે તે વારંવાર બેહોશ પણ થઈ જાય છે.

આ સમય દરમિયાન જો માતા કડવું, તીખુ – તળેલુ ભોજનનું સેવન કરે, તો તે ગર્ભમાં રહેલા બાળક માટે ખૂબ નુકસાનદાયક અન્ર પીડાદાયક બની જાય છે. ત્યાર બાદ બાળકનું મસ્તક નીચેની તરફ તથા પગ ઉપરની તરફ થાય છે.  તે આમ-તેમ હલન-ચલણ કરી શકતું નથી. જે  રીતે પાંજરામાં રાખેલુ પક્ષી રહે છે, તે જ રીતે બાળક માતાના ગર્ભમાં દુ:ખથી રહે છે. આ બાળક અનેક દુખો અને પીડાઓ વચ્ચે થાકી અને ભયભીત થઈ બે હાથ જોડી ભગવાનની  પ્રાથના કરવા લાગે છે.

સાતમાં મહિનામાં પ્રવેશતા બાળકને થોડા ઘણા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને તે વિચારવાનું શરૂ કરે છે,સાતમાં મહિનામાં બાળક અત્યંત દુ:ખથી વૈરાગ્યયૂકત થઈ ભગવાનને આ રીતે પ્રાથના કરે છે કે – “હે લક્ષ્મીના નાથ, સંસારના પાલનહાર, તમારા શરણે આવનારનું પાલન કરનાર ભગવાન વિષ્ણુનું હું શરણાગત થાવ છું.” માતાના ગર્ભમાં રહેલ બાળક ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા-કરતાં વિચાર કરે છે કે તમારી માયાથી મોહિત અભિમાન વશ હું જન્મ-મરણ ના ચક્રાવ માં આવ્યો છું.

હે ભગવાન આ દુખમાંથી છૂટી તમારા ચરણોનું સ્મરણ કરીશ જેથી હું મુક્તિને પ્રાપ્ત કરી શકું વળી ગર્ભમાં બાળક વિચારે છે કે હું દુ:ખી વિષ અને મૂત્રના કુવામાં છું અને ભૂખથી વ્યાકુળ આ ગર્ભથી અલગ થવાની ઈચ્છા રાખું છું, હે ભગવાન. મને કયારે બહાર કાંઢશો? બધા પર દયા કરનાર પરમેશ્વર ના શરણમાં જાવ છું.આ પ્રકાર ગર્ભમાં વિચાર કરી બાળક નવ મહિના સુધી સ્તુતિ કરતા નીચે મુખથી પ્રસૂતિના સમય વાયુ વડે બહાર નીકળે છે.

પ્રકૃતિની હવાથી તે સમય બાળક શ્વાસની અનૂભુતિ કરવા લાગે છે તથા ગર્ભ માંથી બહાર આવતાની સાથે તેને ગર્ભની કોઈ વાતનું જ્ઞાન નથી રહેતું. ગર્ભ માંથી નીકળતા જ તે જ્ઞાન રહિત થઈ જાય છે, આ કારણે જન્મ સમયે બાળક રડે છે. જે સમયે બાળક કર્મ યોગ દ્ધારા ગર્ભથી બહાર આવે છે, તે સમયે ભગવાન વિષ્ણુની માયાથી તે મોહિત થઈ જાય છે. માયાથી મોહિત તથા તે કઈ પણ  બોલી શકતું નથી અને બાળઅવસ્થાના દુ:ખ પણ ભોગવે છે.

Exit mobile version