આપણે ત્યાં એક જાણીતી કહેવત છે કે, “લોઢી ઢેબર ખાય તે ઘેર વૈદ્ય કદી ના જાય.”બીજા વાસણો ની તુલના મા લોખંડ ના વાસણ મા રંધાતું ભોજન વધુ પોષ્ટિક હોય છે. તેમજ તેનાથી શરીરને ઘણો ફાયદો થાય છે. જોવા તેમજ વજનમા ભારે, મોંઘા તેમજ સરળતા થી ન ઘસતા લોખંડ ના વાસણ મા રાંધવું આપડા સ્વાસ્થ્ય માટે ખુબજ સારું છે.
ઘરમાં મોટાભાગે સ્ટીલ ધાતુ, લોખંડ એલ્યુમિનિયમ વગેરે જેવા વાસણ હશે પરંતુ શું તમે જાણો છો આ પ્રકારના વાસણમાં ખાવાનું બનાવતા હોય તો થઈ જાવ સાવધાન નહીં તો થઈ શકે છે શરીરને નુકશાન. વૈજ્ઞાનિકોના મત મુજબ લોખંડ ના વાસણો મા બનાવવા મા આવતું ભોજન આયરન જેવા જરૂરી પોષકતત્વ થી ભરપુર માત્રા મા હોય છે.
લોખંડના વાસણો મા ભોજન રાંધવામાં આવે તો તે ધાતુ સાથે પ્રતિક્રિયા કરે છે. જેના પરિણામ સ્વરૂપે લોહ તત્વ આપણા ભોજન મા ભળે છે. આ વાત ને સાચી સાબિત કરવા માટે ઘણા બધા પ્રયોગો પણ રજુ કરવામાં આવ્યા છે.
નોન સ્ટીક ના વાસણો ની તુલના મા પણ લોખંડ ના વાસણો માં રંધાયેલું ભોજન મા લોહ તત્વ વધુ માત્રા મા જોઈ શકાય છે. આ સિવાય આ વાસણ મા બનતા ભોજન બાળક ને ચાર મહિના સુધી રોજ આપવામાં આવે તો તેના હિમોગ્લોબીન ની માત્રા મા વધારો આવે છે. ઘણી સ્ત્રીઓ લોખંડ ના વાસણ મા રસોઈ બનાવવાનું પસંદ કરે છે. કારણ કે, તે ધીમા તાપે પણ ભોજન બને છે અને તે બધી જગ્યા પર એક જેવું ગરમ થાય છે.
કમ્બોડિયા મા આયરન ફિશ ની તરકીબ થી વધુ લોકોને ફાયદો થયો છે ત્યાં લોકો જમવાનું બનવાતી વખતે માછલી ના આકારના લોખંડ ના ટુકડા ને ભોજન મા ઉમેરી દે છે.નવ મહિના સુધી નિયમિત આ રીતે તૈયાર કરેલ ખોરાક થી તે લોકો મા ૫૦ટકા આયરન ની ઉણપ દુર કરે છે. આ એક બહુજ જૂની પરંપરા હતી જેને આજે ભૂલી ગયા છીએ.
લોખંડ ના વાસણમા રંધાયેલું ભોજન મા લોહતત્વ ની માત્રા વધુ જોવા મળે છે. તે ભોજન નું સેવન કરવાથી તે આપણા શરીરમાં જાય છે. એક અભ્યાસ મારફતે આ સાચું પડ્યું કે કાચો ખોરાક લોખંડ અને નોન સ્ટીક મા બન્ને મા બનાવાતા બેવું મા ફેર હોય છે. જ્યારે ખોરાક લોખંડ ના વાસણમા બનતા વધુ વાર લાગે છે જેથી તેમાં વધુ માત્રા મા લોહતત્વ હોય છે.
જ્યારે આપણે લોખંડ ના વાસણ મા ભોજન બનાવીએ તો તે થોડા પ્રમાણ મા ભોજન મા ભળી આપણા શરીર મા હિમોગ્લોબીન ની માત્રા ને વધારે છે અને એનેમિયા જેવી બીમારીઓ થી બચાવે છે.
આ વાસણો મા પાણી કે અન્ય કોઈ પણ પ્રવાહી વસ્તુ ન રાખવી. તે ભીનાશ સાથે પ્રતિક્રિયા કરી લોખંડ મા કાંટ ઉત્ત્પન્ન કરે તેમજ આ કાંટ સાથે બીજા ઘણા દુષિત તત્વો પણ આ પીવા યોગ્ય પાણી ને ખરાબ કરે છે.
લોખંડના વાસણોમા રાંધેલું ભોજન તરત જ બીજા વાસણ મા જેવા કે કાંચ અથવા તો માટી ના વાસણો મા કાઢી લેવું જોઈએ. આ સિવાય લોખંડ ના વાસણ ને ઉપયોગ કર્યા બાદ તેને ઘસી ને વ્યવસ્થિત ધોવા જોઈએ.