Site icon Ayurvedam

લોહી બગાડવાના મુખ્ય કારણો કયા હોય શકે? લોહીની સફાઇ કરવા કેવા પગલાં ભરવા? રક્તશુધ્ધિ કરવા માટેના ઘરેલુ ઉપચાર:

દોડધામ વાળા જીવનમાં કોઈની પાસે પોતાના શરીર ની સંભાળ માટે સમય નથી. રૂપિયા કમાવાની રેસમાં એટલા ગુંચવાઈ ગયા છીએ કે આપણી પાસે યોગ્ય ભોજન તથા કસરત માટે પણ સમય નથી. આવામાં બીમાર પડવું સામાન્ય વાત છે. જેના લીધે લોહી વિકાર થવા લાગે છે અને આપણે ઘણી બીમારીઑ નો શિકાર બનીએ છીએ.

ખાસ કરીને લોહી ખરાબ થવાના શરૂઆત નું મોટું લક્ષણ ચામડીનો રોગ જેવા કે ડાઘ-ધબ્બા ફોડકીઓ, કે સંક્રમણ આ બધા લોહી વિકારોના કારણો હોય છે. લોહીને ચોખ્ખું અને પાતળું કરવા માટે ઘણા એન્ટીબાયોટિક દવા લે છે પણ તેની ઘણી આડઅસરો હોય શકે છે. આજે અમે તમને આયુર્વેદિક રીત થી લોહી સાફ કરવાની રીત જણાવીશું.

લોહી બગાડવાના મુખ્ય કારણો કયા હોય શકે? આપણે ઘણીવાર એવા લોકો જોઈએ છીએ જેમના ચહેરા ઉપર  ખીલ અને ફોડકા ફોડકી નીકળી આવે છે. તે સિવાય અમુક એવા પણ લોકો હોય છે જેમનું વજન તેમની ઉંમર અને હાઇટ પ્રમાણે ઓછું હોય છે અને થોડુંક કામ કર્યા બાદ થાકી જાય છે, અમુક લોકોને પેટ સાથે જોડાયેલી કોઈક ને કોઈક તકલીફો રહે છે. આ બધા લોકોમાં ખાસ કરીને આ તકલીફો લોહી ખરાબ હોવાને લીધે થાય છે.

લોહીની સફાઇ કરવા કેવા પગલાં ભરવા? અશુધ્ધ લોહી ને સાફ કરતા પહેલા તે વાતની જાણકારી હોવી જોઈએ કે શરીરમાં લોહી શુધ્ધ થવાની પ્રક્રિયા કેવું કામ કરે છે. લોહી સાફ કરવાની પ્રક્રિયામાં લીવરમાં જમા થતું લોહીને સાફ કરવામાં આવે છે, જેના માટે અમુક લોકો લોહી સાફ કરવાની એન્ટીબાયોટિક દવા લે છે પણ ઘણીવાર તાશીર મેળ ણ ખાટી હોવાને લીધે આડઅસર થાય છે પરંતુ આયુર્વેદિક દવા અને ઘરેલુ ઉઉપચારના ઉપયોગથી તે સમસ્યા થતી નથી. ઘરમાં કરવાના આ ઉપાય લોહી શુધ્ધ કરવાની સાથે લોહીનો સંચાર પણ સારો કરે છે.

રક્તશુધ્ધિ કરવા માટેના ઘરેલુ ઉપચાર: રક્તશુધ્ધિની રીતમાં સૌથી પહેલી રીત છે દિવસ દરમિયાન પાણીવધારે પીવું. આપણા શરીરમાં ત્રીજા ભાગનું પાણી છે. શીરીરના ઝેરીલા પદાર્થો બહાર કાઢવા અને શરીરને ડીટોક્સ કરવા માટે જરૂરી પ્રમાણમાં પાણી પીવું જોઈએ. લોહી સાફ કરવા અને સારું આરોગ્ય ટકાવવા માટે વરિયાળી ખૂબ જ મદદરૂપ છે. આ માટે તમે સૌથી પહેલા સરખા ભાગે સાકર અને વરીયાળી લઈને વાટી લો. હવે આ મિશ્રણને 2 મહિના સુધી સવાર સાંજ પાણી સાથે લો. આ દેશી ઉપચારથી શરીરમાં લોહીનો પ્રવાહ સારો થાય છે, ચામડીના રોગો દુર થાય છે, આંખોની રોશની વધે છે અને રક્તને સાફ કરે છે. પરસેવા વાટે શરીરની અશુદ્ધિઓ બહાર નીકળે છે. શારીરિક શ્રમ કરો જેથી પરસેવો વધુ થાય. પરસેવો લાવવા માટે તમે કસરત અને યોગા પણ કરી શકો છો. યોગથી તન અને મન સ્વસ્થ રહે છે, વધુ પરસેવો આવશે અને યોગ કરતી વખતે આપણે વધુ ઓક્સીજન લઈએ છીએ જેનાથી લોહી સાફ સારી રીતે થાય છે. લોહી સાફ કરવાની આયુર્વેદિક દવામાં ઘઉંના જવારા અમૃત જેવું કામ કરે છે. તે શરીરમાંથી ઝેરીલા પદાર્થો બહાર કાઢીને લોહી સાફ કરવાની પ્રક્રિયામાં વધારો કરે છે.

રક્તશુધ્ધિ માટે કેવા પ્રકારના ખોરાકનું સેવન કરવું? આપણે જેવો ખોરાક ખાઈએ છીએ તેની અસર આપણા શરીર ઉપર પડે છે. સારો પોષ્ટિક ખોરાક ખાવાથી શરીરના બધા અંગોને પૂરતું પોષણ મળી રહે છે જેનાથી પૂરતી રોગપ્રતિકારક શક્તિ મળી રહે છે .
રક્તશુધ્ધિ માટે તમે એવા ખોરાકનું સેવન કરો કે જેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય જેમ કે ગાજર, મૂળા, બીટ, સરગવો, ભૂરા ચોખા, લીલા શાકભાજી અને તાજા ફળ આમાં સમાવી શકાય. આ પ્રકારનો ખોરાક શરીરમાં લોહી બનાવવામાં અને સાફ કરવામાં ફાયદો કરે છે. આ ઉપરાંત વિટામિન c ના ભરપૂર મારતા નો સોર્સ એટલે કે લીંબુ અને સંતરાનું પણ પૂરતા પ્રમાણ માં સેવન કરો.

Exit mobile version