લજામણીએ એક શરમાળ છોડ છે, આ છોડને અડકવાથી તેના પાન કરમાઇ જાય છે. એટલે આ છોડ રીસામણી તરીકે પણ ઓળખાય છે. આ છોડ ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે.
આ છોડ બારે માસ ગુજરાતમાં થાય છે.પરંતું શિયાળામાં વધારે જોવામાં આવે છે. તે જમીન ઉપર પથરાતા વેલા જેવા છોડ છે. તેના પાનને સહેજ સ્પર્શ થતાં પાન બીડાઈ જાય છે. એના છોડ ઉપર બારીક કાંટા હોય છે. ફૂલ ગુલાબી રંગનાં, શિંગો ચપટી અને લાંબી હોય છે.
એનાં મૂળ મોટાં હોય છે. ઔષધમાં મૂળ જ વાપરવા જેવાં હોય છે. તે રક્તવાહિનીનો સંકોચ કરાવીને રક્તસાવ બંધ કરે છે. લજામણી કડવી, શીતળ, તુરી, કફપિત્તહર, રક્ત અને પિત્ત બંને વિકારોમાં ઉપયોગી, પિત્તના અતિસારને મટાડનાર, રક્તાતિસાર-અલ્સરેટિવ કોલાયટીસ(મોટા આંતરડામાં ચાંદાં પડવાં)માં ખૂબ જ ઉપયોગી તથા યોનિરોગોને હરનાર છે.
મૂળનો કાઢો પથરી અને મૂત્રમાર્ગના રોગોમાં આપવામાં આવે છે. તેનાં પાનનો મલમ ગાંઠો પર અને રસ નાડીવ્રણ (sinus), વ્રણ અને મસા પર લગાડવામાં આવે છે. આયુર્વેદ અનુસાર, લજામણી તીખી, શીતળ, કડવી, તૂરી, સ્વાદુ અને રુક્ષ છે અને વાયુ, પિત્ત, કફ, રક્તદોષ, રક્તપિત્ત, યોનિદોષ, અતિસાર, સોજો, શ્રમ, વ્રણ તથા કોઢનો નાશ કરે છે.
લજામણીના પાઉડર ને દહીં સાથે લેવાથી ઝાડા બંધ થઈ જાય છે. તેના પાનનો રસ સ્કિન માટે અકસીર ઉપાય છે. લજામણી ના છોડ ના બધાજ અંગો જેવા કે ડાયાબિટીસ, સ્કિન, ઉધરસ, ગળું વગેરે માં તેનો ઉપયોગ થાય છે. શ્રાવણ મહિનાના શનિવારે ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુએ લજામણીનો છોડ લગાવો. આ છોડ લગાવવાથી શનિ દોષમાંથી રાહત મળે છે અને માં લક્ષ્મીની કૃપા થાય છે.
લજામણી ની ડાળના ટુકડા કરી ગળામાં પહેરવાથી ઉધરસ મટે છે. આ ઉપરતંત તેના મૂળને મધ સાથે પણ ખાઈ શકાય છે જે ઉધરસમાં તરત રાહત આપે છે. તેના પાંદડાં નું ચૂર્ણ બનાવી એક ચમચી પાણી સાથે લેવાથી હરસ મસામાં તરત રાહત મળે છે. લજામણી ના ૧૦૦ ગ્રામ પાન લઇ ૨૫૦ ગ્રામ પાણીમાંઉકાળો બનાવીને પીવાથી ડાયાબિટીસ મટે છે. લજામણી અને અશ્વગંધા ના મૂળ નો પાઉડર ચરબી કે કોઈ પણ પ્રકારની શરીર પરની ગાંઠ ઉપર લગાવવાથી ઓગળી જાય છે.
પ્રાણીઓની જેમ વનસ્પતિમાં પણ આત્મરક્ષણની અજાયબીભરી વિશેષતાઓ જોવા મળે છે. તેમાં લજામણીનો છોડ મુખ્ય છે.લજામણી ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોમાં જોવા મળે છે. તેનું મૂળ નામ મીમસા પુડિકા છે. તે ટચમીનોટ પ્લાન્ટ તરીકે પણ ઓળખાય છે.
લજામણીનો છોડ દોઢેક મીટર ઊંચો થાય છે. તેને આમલી જેવા ઝીણા પાન હોય છે. તેને ગુલાબી રંગના ફૂલ પણ આવે છે. આ છોડના પાનને જ આપણી આંગળી વડે જરાક સ્પર્શ કરીએ તો સમગ્ર છોડના પાન ઝડપથી બીડાઈ જાય છે. ક્યારેક તો છોડ પવનમાં હલે તો પણ પાન બીડાઈ જાય. થોડુંક જોખમ ઊભુ થાય કે તરત પ્રતિક્રિયા આપે. લજામણીના પાનમાં ખાસ પ્રકારના કોષો હોય છે.
જોખમ ઊભા થતાં કે કોઈપણ જીવજંતુનો સ્પર્શ થાય ત્યારે પાનમાં પોટેશિયમ આયન છુટા પડે છે અને પાનમાં રહેલા પાણીનું દબાણ વધી જાય છે અને તે બંધ થઈ જાય છે. થોડીવાર પછી તે આપોઆપ ખુલી જાય છે.
લજામણી અજાયબી છે પરંતુ ખેતી માટે જોખમી છે. ખેતરમાં ઊભેલા પાકને તે નુકસાન કરે છે. ટામેટાં, કપાસ, કેળા, પપૈયા વગેરે વૃક્ષોની આસપાસ લજામણી હોય તો તે નુકસાનકારક છે. આ છોડ વિજ્ઞાાનીઓને અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી થયો છે. ગર્ભાશય ખસી ગયું હોય તો લજામણીનું મૂળ ઘસીને લગાડવાથી ફાયદો થાય છે. ઝાડામાં લોહી જતું હોય તો મૂળ પાણીમાં ઘસીને અથવા મૂળનું ચૂર્ણ વાલનાં દાણા જેટલું દૂધ અથવા છાસ સાથે પીવાથી રક્તસાવ બંધ થાય છે.
લજામણીનો તુરો શીતળ રસ પિત્તનાશક હોવાથી આ રોગમાં ખૂબ જ પ્રશસ્ત છે. વ્રણ-ઘા પર તેનાં પાન વાટી ચોપડવાથી વ્રણ જલદી મટી જાય છે. લજામણી ની ડાળના નાના ટુકડા કરી ગળામાં પહેરવાથી ઉધરસ મટી જાય છે. તથા તેના મૂળ ને મધ સાથે ચાવવાથી પણ ઉધરસ માટી જાય છે. તેના પાંદડાં નું ચૂર્ણ બનાવી એક ચમચી પાણી સાથે લેવાથી હરસ મસા માટી જાય છે. લજામણી ના ૧૦૦ ગ્રામ પાન લઇ ૨૫૦ ગ્રામ પાણી માં ઉકારો બનાવી પીવાથી ડાયાબિટીસ ધીમે ધીમે મટે છે. લજામણી અને અશ્વગંધા ના મૂળ નો પાઉડર લઇ ગાંઠ ઉપર લગાવવાથી ઓગળી જાય છે.
લજામણી માઇમોસિન નામનું ઝેરી આલ્કેલૉઇડ ધરાવે છે. તે લાસો બાવળ માંથી મળી આવતા લ્યુકેનિનને સમરૂપ આલ્કેલૉઇડ છે અને મૂળ, પ્રકાંડ અને પર્ણમાં અલ્પ જથ્થામાં હોય છે. પર્ણોના નિષ્કર્ષમાંથી એડ્રિનાલિન જેવો પદાર્થ મળી આવ્યો છે. રિંગરના દ્રાવણમાં લજામણીનાં દળેલાં પર્ણોનો છંટકાવ કરતાં દેડકાનું અલગ કરેલું હૃદય એડ્રિનાલિનની અસરો દર્શાવે છે. પર્ણતલ ગ્રંથિઓમાં ક્રોસેટિન ડાઇમિથાઇલ ઍસ્ટર હોય છે. મૂળમાં આશરે 1૦ % જેટલું ટૅનિન હોય છે.
બીજમાં શ્લેષ્મ હોય છે, જે ડી-ઝાયલોઝ અને ડી-ગ્લુક્યુરૉનિક ઍસિડનો બનેલો હોય છે. બીજમાંથી 17 % જેટલું લીલાશ પડતું પીળું મેદીય તેલ મળી આવે છે. તેનું તેલ સૉયાબીનના તેલ જેવું હોય છે અને તેથી તેનો સૉયાબીનની જેમ ઉપયોગ કરી શકાય છે.
તેનો ઉપયોગ ગંડમાળા, ગલગંડ અ કમળા ઉપર, અંડ ઊતર્યું હોય કે સ્ત્રીઓનું યોનિદ્વારે અંગ બહાર પડે કે આંખની કાળી કીકી ઉપર પડળ આવે તે ઉપર, ઉટાંટિયા ઉપર અને મૂળ વ્યાધિ ઉપર કરવામાં આવે છે.