કડવો લીમડો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અદભૂત રીતે લાભકારી છે. લીમડાના પાન કેન્સર સેલ્સ અને ટ્યૂમરને વધતાં રોકે છે સાથે જ કેન્સરના સેલ્સને ખતમ પણ કરે છે. કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે. લીમડો શરીર ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો સ્વાદ ભલે કડવો હોય પણ સ્વાસ્થ્ય માટે તેના લાભ ખૂબ જ મીઠા છે.
રોજ સવારે લીમડાના 4 પાન ચાવીને ખાઈ લો તો રોગો અડશે પણ નહીં. લીમડાનો ઉપયોગ કરવાથી ઘણી બધી મોટી બીમારીઓનો ખતરો પણ ટળે છે. આ વૃક્ષનો દરેક ભાગ જેમ કે તેના પાન છાલ જડ ફૂલ બધું હેલ્થ માટે ખૂબ જ લાભકારી છે. લીમડામાં એન્ટીબેક્ટેરિયલ એન્ટીફંગલ એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ રહેલી છે. લીમડાના પાન ભલે કડવા હોય પણ તેના ફાયદા અમૃત જેટલા મીઠા હોય છે.
પેટ સંબંધી અનેક સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે લીમડાના પાન અત્યંત ઉપયોગી છે.લીમડાના પાનના રસમાં મધ અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને પીવાથી પેટ સાફ થાય છે. કમળામાં લીમડો ઘણો ફાયદાકારક સાબિત થાય છે. પિત્તાશયથી આંતરડામાં જતા પિત્તમાં અડચણ આવવાને કારણે કમળો થતો હોય છે. આ રોગમાં લીમડાના પાનના રસમાં સૂંઠ પાવડર મિક્સ કરીને પીવાથી અથવા તો 2 ભાગ લીમડાના પાનનો રસ અને 1 ભાગ મધ મિક્સ કરીને પીવાથી પણ ઘણી રાહત થાય છે.
દાઝી ગયા હોય ત્યાં લીમડાનું તેલ અથવા પાન પીસીને તૈયાર કરવામાં આવેલી પેસ્ટ લગાવવાથી આરામ મળે છે. લીમડામાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે, તેના કારણે ઈજા થઈ હોય ત્યારે તેનું તેલ લગાવવાથી ટેટનેસની બીક નથી રહેતી. લીમડાના પાનને પાણીમાં ઉકાળો અને પાણી ઠંડુ થાય તો તેનાથી મોઢું ધોવાથી ખીલની સમસ્યા દૂર થાય છે.
લીમડાના પાન ચાવવાથી લોહીમાં રહેલા અનેક પ્રકારના હાનિકારક તત્વો દૂર થાય છે. આના કારણે ચહેરા પર નવી ચમક પણ આવે છે અને લોહીને લગતી બીમારીઓ દૂર થાય છે. લીમડાના પાનને પાણીમાં 1 કલાક ઉકાળી ઠંડુ કરી આ પાણીથી ચહેરો ધુઓ. સ્કિન સાફ રહેશે અને ડાઘ દૂર થશે. પથરીની સમસ્યાથી બચવા માટે લગભગ 150 ગ્રામ લીમડાના પાનને 1 લીટર પાણીમાં ઉકાળો.
આ પાણી પીવાલાયક ઠંડુ થાય એટલે પીવો. નિયમિત આ પ્રયોગ કરવાથી પથરી નીકળી શકે છે. જો પથરી કિડનીમાં હોય તો રોજ લીમડાના પાનની લગભગ 2 ગ્રામ રાખ પાણી સાથે લો, ફાયદો થશે. જો વાળ ખરવાની સમસ્યા હોય તો લીમડાના પાનને ઉકાળી ને આ પાણી વાળમાં લગાવો. આનાથી વાળ ખરવાની સમસ્યા ઘણી ઓછી થઈ જશે. લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી ડેન્ડ્રફ દૂર રહે છે અને વાળ ખરતાં બંધ થઈ જાય છે.
લીમડાના પાન ચાવવાથી લોહીમાં રહેલા અનેક પ્રકારના હાનિકારક તત્વો દૂર થાય છે. આના કારણે ચહેરા પર નવી ચમક પણ આવે છે અને લોહીને લગતી બીમારીઓ દૂર થાય છે. લીમડાના પાન નેચરલી ઈન્સ્યૂલિન નિયંત્રિત કરે છે. તેના પાનનો રસ રોજ સવારે ખાલી પેટ લેવાથી અથવા પાન ચાવીને ખાવાથી ફાયદો થશે.
લીમડામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોવાને કારણે તે માથામાં જૂને દૂર કરે છે. લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેનાથી માથું ધોવું જોયએ. નારિયેળ તેલમાં લીમડાના પાનનો રસ મિક્સ કરી શરીર પર લગાવવાથી મચ્છર પાસે આવતા નથી. લીમડો એક ખૂબ જ સારું હેર કંડીશનર પણ છે. લીમડાને પાણીમાં ગરમ કરીને તેને ક્રશ કરીને પેસ્ટ બનાવીને તે પેસ્ટમાં મધ નાખીને આ મિશ્રણને વાળ ઉપર લગાવવાથી વાળ રૂ જેવા મુલાયમ થઈ જશે.
લીમડાનું દાતણ કરવાથી દાંત મજબૂત બને છે. તેના પાન પાણીમાં ઉકાળી તેનાથી કોગળા કરવાથી દાંતનો દુખાવો મોઢાની દુર્ગંધ દૂર થાય છે.1 કપ લીમડાની પણ ના ઉકાળામાં ધાણા અને સૂંઠ પાઉડર મિક્સ કરીને પીવાથી મલેરિયામાં ફાયદો થાય છે.સવારે ખાલી પેટ 1 કપ લીમડાના પાનનો રસ પીવાથી શરીરના વિષાક્ત તત્વો નીકળી જાય છે અને હેલ્થ સારી રહે છે.
કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણ કરી શકાય છે. 200 ગ્રામ જેટલા પત્તાને પાણીમાં લઈને ગરમ કર્યા પછી તેને ઠંડુ કરવું અને લઈ શકાય છે. તથા લીમડાના પાનનો રસ લઈને પણ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખી શકાય છે. હૃદયની બીમારીઓ, આંખોની બીમારી, ચામડીની બીમારી, આંતરડાની બીમારી, આ બીમારીઓથી આપણને દૂર રાખે છે. લીમડા ના પણ માં ડાયાબિટીસ અને વાયરસ સામે લડવા માટેની શક્તિ છે.
આહારમાં જો પ્રોટીનનું પ્રમાણ ઘટે તો ડાયાબિટીસ થવાની શક્યતા છે. ડાયાબીટીસ માટેનો રામબાણ ઇલાજ લીમડો છે. સવારે ઉઠ્યા પછી લીમડાનો રસ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત રહેશે. તેની સાથે જ લીમડાના પાંદડાંનો રસ અને એલોવેરાના રસને મિશ્રણ કરીને લેવાથી સુગર નિયંત્રણમાં રહે છે.