ભારતીય ભોજનમાં લીંબુનો વધુ ઉપયોગ થાય છે. લીંબુ માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતું પણ શરીરને રોગોથી દૂર રકગી આરોગ્ય અને સૌંદર્ય લાભ પણ આપે છે. સામાન્ય રીતે લોકો લીંબુનો રસ અને છાલનો ઉપયોગ કરતા જોવા મળે છે. પરંતુ તેના બીજ ફેંકી દે છે. લીંબુના બીજ સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ છે. કેમકે કેટલાક લોકો એવું માને છે કે લીંબુના બીજનું સેવન શરીર માટે હાનિકારક છે પરંતુ એવું કંઈ નથી. જો વધારે પ્રમાણમાં લીંબુનાબીજનું સેવન કરવામાં આવે તો સમસ્યા થઈ શકે છે.
જે તમે કોઈ પણ વસ્તુનું વધુ સેવન કરો તો તે ફાયદા ને બદલે નુકશાન કરી છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ ઘણા રોગોથી પણ બચાવી શકે છે. લીંબુના રસ અને પાણી સાથે 1-2 બીજ ગળો તો શરીર ડિટોક્સિફાય થાય છે.
લીંબુના બીજના ફાયદા:
લીંબુના બીજમાં સેલિસિલિક એસિડ હોય છે. શરીરમાં ક્યાંય પણ દુખાવો થતો હોય તો લીંબુના બીજ તેમાં ફાયદો કરે છે. આ દુખાવાથી છુટકારો મેળવવવા માટે લીંબુના બીજની પેસ્ટ બનાવી તેને દુખતા ભાગ પાર લગાવો તેનાથી દુખાવામાં રાહત મળે છે.
પેટમાં કૃમીની સમસ્યા ઘટાડે છે કૃમી એક સામાન્ય સમસ્યા છે. જો કે તે કોઈને પણ થઈ શકે છે, પરંતુ તે મોટાભાગે બાળકોમાં જોવા મળે છે. તેઓ મુખ્યત્વે આંતરડા અને ગુદામાર્ગને ચેપ લગાડે છે. આનાથી યુરિન ઇન્ફેક્શન થવાની સંભાવના પણ છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે, મુઠ્ઠીભર લીંબુના બીને વાટીને પાણીમાં ઉકાળો. આ પાણીથી ગુદામાર્ગને સાફ કરો. જો તમે ઇચ્છો તો, તમે આ પાણીનું સેવન પણ કરી શકો છો કારણ કે તેમાં ડિટોક્સિફાઇંગ ગુણધર્મો છે.
બીજ ત્વચા માટે પણ ફાયદાકારક છે. લીંબુના રસની જેમ લીંબુના બીજમાં પણ વિટામિન-સીની સારી માત્રા હોય છે. તેથી ઉપયોગ ત્વચાને સાફ કરવા માટે થઇ શકે છે. લીંબુના બીજને વાટીને મધમાં મિક્સ કરો. આ રીતે હોમમેઇડ ફેસ સ્ક્રબ તૈયાર થઈ જશે.તેનો ઉપયોગ બોડી સ્ક્રબ તરીકે પણ કરી શકાય છે.
લીંબુના બીજમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ હોય છે. બજારમાં લીંબુના બીજનું તેલ પણ મળે છે. આ ઉપરાંત ઘરે પણ લીંબુના બીજનું તેલ તૈયાર કરી શકાય છે. ખીલની સમસ્યામાં તો લીંબુના બીજનું તેલ ખૂબ ફાયદાકારક છે.
નેઇલ ઇન્ફેક્શન એટલેકે નખમાં પાક થવાની સમસ્યામાં પણ લીંબુના બીજની પેસ્ટ લગાવવાથી રાહત મળે છે. આ ઉપરાંત, આ બીજ માંથી સ્પ્રે પણ બનાવી શકાય છે જે ચામડીના રોગ, ખંજવાળ અને મચ્છરના કરડવાથી બચાવે છે, એન્ટીબેક્ટેરિયલ સ્પ્રે તૈયાર કરવા માટે લીંબુના એકત્રિત કરી 1 વાટકી લીંબુના બીજને 1 લિટર પાણીમાં ઉકાળો. જ્યારે પાણી અડધું થઈ જાય, તેને ઠંડુ કરો અને તેને સ્પ્રે બોટલમાં ભરો.