શરીરને પ્રવાહીની વધારે જરૂર પડે છે અને આ માટે લોકોનું મનપસંદ પીણું લીંબુ શરબત છે. લીંબુ પાણી શરીર માટે ઘણું જ ઉપયોગી સાબિત થાય છે. લીંબુ પાણીમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે જે શરીરના સ્વસ્થ અને તાજગીભર્યું બનાવી રાખવામાં મદદ કરે છે.
સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવું શરીર માટે ઘણું જ અસરદાર હોય છે. તેનાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા પણ મજબૂત બને છે. આ ઉપરાંત સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે.
રોજ સવારે લીંબુનું સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે. દરરોજ લીંબુ પાણીના સેવાનથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે. જ્યારે વધતી ઊંમરની કરચલીઓને પણ ઘટાડી શકાય છે. ચમકદાર ત્વચા માટે લીંબુ પાણી ઘણું મદદરૂપ થાય છે.
લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ ઘણું જ હોય છે જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ મળે છે. સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે.
લીંબુ પાણી પાચનમાં મદદ રૂપ થાય છે. રોજ સવારે લીંબુ પાણી પીવાથી સમગ્ર દિવસની પાચન ક્રિયા મજબૂત બને છે. આ ઉપરાંત લીંબુ પાણીથી એસિડિટીમાંથી પણ છૂટકારો મેળવી શકાય છે.
ઊનાળાની સિઝનમાં લીંબુનો આ ગુણ સૌથી વધારે મહત્વનો બની જાય છે. ગરમીથી કંટાળીને થાકી ગયા બાદ જો શરીરમાં ફરીથી જાદગી લાવવી હોય તો લીંબુ પાણી રામબાણ ઈલાજ છે. રોજ સવારે લીંબુ પાણી પીવાથી શરીરમાં તાજગી આવી જાય છે. લીંબુ પાણીથી મૂડ પણ સારો બની જાય છે.
વધતા વજનથી પરેશાન લોકોએ લીંબુ પાણીનો ઉપયોગ ચોક્કસથી કરવો જોઈએ. હકિકતમાં લીંબુમાં રહેલા પેક્ટિન ફાઈબર શરીરને ભૂખનો અુનુભવ કરવા દેતા નથી. જેના કારણે વ્યક્તિ કવેળાનો નાસ્તો વગેરે ખાઈ શકતી નથી. જેનાથી વજન નિયંત્રણ રાખવામાં મદદ મળે છે.
લીંબુ ના મદદથી તમે તમારૂ વજન ઓછું કરી શકો છો. જો તમારું વજન વધારે હોય તો લીંબુ ના રસનો ઉપયોગ કરો લીંબુ નો શરબત પીવાથી શરીરનું વજન ઓછું થવા લાગે છે, અને વજન નિયંત્રણ માં આવી જશે. એટલ માટે જે લોકો નું વજન વધુ હોય તો એમને પણ લિબુ નો રસનો પીવો જોઈએ.
રોજ ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવી પીવાથી કબજિયાતની સમસ્યા નથી થતી તેથી જે લોકોનું પેટ સાફ નથી રહેતું તેઓએ દરરોજ સવારે ખાલી પેટ લીંબુ નું સેવન કરવું આ પાણી પીવાથી પેટ હલકું બનશે.
જો તમારા પીળા દાંત હોય તો દાંત ઉપર લીંબુનો રસ લગાવો, લીંબુનો રસ દાંત પર લગાવવાથી દાંત ની પીળાશ દૂર થશે, અને દાંત સંપૂર્ણ સફેદ થાય છે. આ સિવાય જો લીંબુના પાણીથી કોગળા કરવામાં આવે તો મોંમાંથી દુર્ગંધ પણ દૂર થાય છે.
લીંબુ માં બાયોફ્લેવોનોઇડ્સ, વિટામિન સી અને ફાયટોન્યુટ્રિએન્ટ્સ હોય છે. આ બધા સ્રોતો પ્રતિરોધનક ક્ષમતા ને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેથી, જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તેઓએ લીંબુનું સેવન કરવું.
લીંબુના ફાયદા પણ ડાયાબિટીઝ સાથે સંકળાયેલા છે અને લીંબુ નો રસ પીવાથી શરીરમાં સુગર નું પ્રમાણ વધતું નથી. તેથી, જે લોકોને ડાયાબિટીઝનો રોગ છે તેઓએ દરરોજ એક ચમચી લીંબુનો રસ પીવો.
લીંબુની અંદર વિટામિન સી હોય છે. અને વિટામિન સી શરદી ને દૂર કરવા માટે કાર્ય કરે છે. જો તમને શરદી થાય છે, તો એક ચમચી લીંબુ ના રસમાં થોડું મધ અને આદુનો રસ મિક્સ કરીને આ મિશ્રણ પીવો. આ મિશ્રણ પીવાથી બંધ નાક ખુલી જશે અને શરદી પણ મટી જશે.
તાવ આવે ત્યારે લીબુનો પીવાથી તાવ દૂર થાય છે ખરેખર, લીંબુમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે તાવ ઘટાડવાનું કામ કરે છે. તેથી, જો તમને તાવ આવે છે, તો એક ચમચી લીંબુનો રસ પીવો. જો તમે ઈચ્છો છો તો તમે આ રસની અંદર તુલસીનો પાન પણ ઉમેરી શકો છો.
લીંબુમાં વિટામિન સી હોય છે અને વિટામિન સી આંખો માટે ફાયદાકારક માનવામાં આવે છે. જે લોકો લીંબુ નો રસ નિયમિત પીતા હોય છે. તે લોકોમાં આંખને લગતા રોગો જેવા કે મોતિયા અને પિંગુકુલા નું જોખમ ઓછું હોય છે. આ સિવાય લીંબુ આંખોની રોશની માટે પણ ઉપયોગી માનવામાં આવે છે.
જો તમને પગના સ્નાયુઓમાં દુ:ખાવો થતો હોય, તો તમે ડોલમાં થોડું ગરમ પાણી લો અને આ પાણીની અંદર લીંબુનો રસ ઉમેરો. તમે તમારા પગને આ પાણીમાં 15 મિનિટ રાખો આ કરવાથી, તમારા સ્નાયુઓને આરામ મળશે અને શરીરનો થાક પણ દૂર થઈ જશે.
બેક્ટેરિયા અને વાયરસને કારણે ગળામાં દુખાવો થાય છે. જો કે, જ્યારે ગળામાં દુખાવો થાય ત્યારે લીંબુનો રસ પીવામાં આવે છે, તો ગળા નો દુખાવો ઠીક થઈ જાય છે. ખરેખર માં, લીંબુ ની અંદર રહેલા એન્ટીબેક્ટેરિયલ્સ ફોલ્લીઓનું કારણ બનેલા બેક્ટેરિયા અને વાયરસને દૂર કરવા માટે કાર્ય કરે છે.
લીંબુના ફાયદા વાળ સાથે પણ છે અને લીંબુની મદદથી તમે વાળ સંબંધિત અનેક સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.ખોડો થવા પર તમે માથા માં લીંબુનો રસ લગાવો. લીંબુનો રસ માથાની ચામડી પર નાખવાથી ખોડો દૂર થાય છે અને વાળ મજબૂત બને છે. તમે બાઉલમાં નાળિયેર નું તેલ લો અને તેમાં લીંબુનો રસ મિક્સ કરો. પછી તમે તેને તમારા વાળના મૂળમાં લગાવો અને તેને તમારા વાળ પર 20 મિનિટ સુધી રહેવા દો અને જ્યારે તે સુકાઈ જાય છે ત્યારે ગરમ પાણી ની મદદથી તમારા વાળ ધોઈ લો, અઠવાડિયામાં બે વાર વાળ પર લીંબુનો રસ લગાવવાથી ડેંડ્રફની સમસ્યાથી રાહત મળે છે..
લાંબા સમય સુધી તડકામાં રહેવાથી ચહેરા પર ટૈન થઇ જાય છે અને ત્વચા કાળી કે લાલ થાય છે. ટૈન થવા પર તમે થોડી મુલતાની માટી લો અને તેમાં લીંબુનો રસ નાખો અને આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવવાથી ટૈન દૂર થઈ જશે.
લીંબુ નખ સાફ કરવામાં પણ મદદગાર છે. જો લીબુ ના રસમાં નખ ને રાખવામાં આવે તો નખમાં રહેલી પીળાશ પણ દૂર થાય છે. તમે એક વાસણની અંદર ગરમ પાણી લો અને તેમાં બે ચમચી લીંબુનો રસ ઉમેરો. આ પછી તમે તેમાં તમારી આંગળીઓ ને મૂકો. અને 15 મિનિટ પછી તમે તમારી આંગળીઓને બહાર કાળી લો. તમારા નખનું પીળાપણ દુર થશે.