Site icon Ayurvedam

…તો ફક્ત આ એક વસ્તુ મદદ કરશે તમને તમામ મુશ્કેલી માંથી છુટકારો મેળવવામાં

નશો ઉતારવા માટે શું કરવું? 

જ્યારે કોઈ વ્યક્તિએ વધારે નશો કરી લીધો હોય ત્યારે નશામાં તે ઘણી વાર તે પોતાની જાત ને અથવા અન્યો ને શારીરિક નુકશાન પહોંચાડી બેસે છે. આવા વ્યક્તિઓનો નશો ઉતરવો ખૂબ જરૂરી છે. ગાંજો, ધતૂરો, અફીણ, ભાંગ, દારૂ, ચરસ વગેરે વધારે પ્રમાણમાં

લેવામાં આવે ત્યારે નશો ચઢે છે. આ નશો ઉતારવા માટે રીંગણના બીજને લીંબુના રસમાં લસોટીને પીવડાવવાથી નશાની અસર ઓછી થવા માંડે છે. આ ઉપતંર પાણીમાં લીંબુ નીચોવી તેમાં થોડી અડદની દાળ નાંખી પલાળવા દેવી. થોડી વાર પછી ઉપરનું પાણી પીવડાવવું. ઉપરના માંથી કોઈ વસ્તુ હજાર ણ હોય તો એક લીંબુના પાણીમાં અડધી ચમચી સૂંઠનો પાવડર ઉમેરી પીવડાવવાથી શરીરમાં નશાથી થતું નુકસાન અટકી જાય છે.

ચક્કર આવે ત્યારે શું કરવું? 

શરીર માં લોહીનું દબાણ ઘટવાથી, પેટમાં ગેસ થવાથી, અજીર્ણ થવાથી અને સ્ત્રીઓને માસિક ધર્મમાં ખરાબી થવાથી ચક્કર આવે છે. * લીંબુના રસમાં ધાણા અને ખાંડ મેળવી ચાટવાથી ચક્કર આવતાં બંધ થાય છે. લીંબુના રસમાં દળેલી હળદર નાંખી તેનો માથા ઉપર લેપ કરવાથી ચક્કર બંધ થાય છે. તડબૂચના બીજને છીણી દેશી ઘીમાં શેકી બરાબર પીસવાં તેમાં લીંબુનો રસ ઉમેરી ખાવાથી રાહત થાય છે. * કાળાંમરી અને સાકરને વાટવાં પછી તેમાં બે ચમચી લીંબુનો રસ ઉમેરી સેવન કરવાથી ચક્કર મટે છે.

શરદી માં લીંબુ નો પ્રયોગ કી રીતે કરવો? 

ઘણીવાર શરદી થઈ હોય ત્યારે આંખો અને નાકમાંથી પાણી નીકળે છે, માથુ દુ :ખે છે,  ઉપરાઉપરી છીંકો આવે છે. આવ સમયે દર્દીને  એક ચમચી આદુનો રસ, બે લવિંગનો ભૂકો, બે કાળાં મરીનો ભૂકો, તુલસીનાં ચાર મોટાં પાનનો રસ અને એક ચમચી લીંબુનો રસ મેળવી પીવડાવી દેવું. આ સિવાય તમે અન્ય પણ એક પ્રયોગ કરી શકો છો. લીંબુડીના ચાર પાન, જામફળીનાં ચાર પાન અને બે લવિંગ વાટીને ચટણી બનાવવી. આવી ચટણી બે દિવસ સવાર-સાંજ ચાટવી.

શરદી વખતે ગરમ પાણીમાં અડધું લીંબુ નીચોવીને પીવું. લસણને આગ ઉપર શેકવું પછી તેને પીસીને ચૂર્ણ બનાવવું. બે ચપટી ચૂર્ણ લીંબુના રસ સાથે સેવન કરવું. સૂંઠ પાવડરને અડધા કપ પાણીમાં બરાબર ઉકાળવો. આ પાણી ગાળી તેમાં એક ચમચી લીંબુનો રસ અને થોડોક ગોળ નાંખી ઉકાળાને ઘૂંટડે ઘૂંટડે પીવાથી ઘણી રાહત થાય છે.

માથામાં જુ પડી છે? તો અપનાવી લ્યો આ ઉપાય: 

સૂકી મેથીના દાણા લીંબુના રસમાં બાફવા પછી વાટીને જે મલમ બને તેને વાળમાં ચોપડવો. વડનાં પાંદડાંને લીંબુના રસમાં પીસવાં, તે મલમને વાળમાં ઘસવો, મૂળ સુધી પહોંચે તેમ ઘસવો. ચાર ચમચી નાળિયેરના દૂધમાં એક લીંબુનો રસ ઉમેરી વાળના મૂળમાં ઘસવું, જૂ મરી જાય છે. ખોડો પણ દૂર થાય છે. 1 ચમચી લસણના રસમાં 1 ચમચી લીંબુનો રસ મેળવી વાળના મૂળમાં ઘસવું, પછી વાળને શિકાકાઈ સાબુ અથવા મુલતાની માટીથી ધોવા, કોરા થયા બાદ કોપરેલ તેલ ઘસવું, જૂ મરી જાય છે, વાળ ચમકીલા બને છે

Exit mobile version