જાણો શા માટે લીલા પાંદડા વાળું પાલક છે સ્વાસ્થય માટે અમૃત સમાન

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પાલક ખૂબ જાણીતી ભાજી છે. યુરોપ, અમેરિકા અને એશિયાના ઘણા ભાગોમાં શાક માટે પાલક નું વાવેતર થાય છે. ભારતમાં ઘણા જૂના વખતથી તેનું વાવેતર થાય છે. રેતાળ સિવાયની બધી જાતની જમીન તેને માફક આવે છે. તેના છોડ આશરે એક વેંત થી એક ફૂટ સુધી ઊંચા થાય છે. તેની દાંડી પોલી અને ખૂણા વાળી હોય છે.

તેના પાન કોમળ, જડાં, માંસલ, લીલા રંગના, સામાન્ય રીતે ત્રિકોણાકાર અને થોડા કાતરાદાર હોય છે. જે ભાગમાં ઉષ્ણતાપમાન સરખું રહેતું હોય ત્યાં લગભગ બારેમાસ પાલક થઈ શકે છે. પાલક ની વાવણી વર્ષમાં અનેકવાર થાય છે. આસો કારતક માસમાં તેના બી વેરીને વવાય છે. વાવ્યા પછી ત્રણ ચાર અઠવાડિયામાં ભાજી તૈયાર થાય છે.

પાલકની સંખ્યાબંધ જાતો થાય છે. જેના કુણા પાન ની ગુણવત્તા ઊંચી હોય, દરેક કાપણી પછી તેના નવા પાન નો ફાલ સારો અને ઝડપી રીતે આવતો હોય તથા જેમાં બીજ દંડ મોડેથી નીકળતો હોય એવા લક્ષણ વાળી જાત સારી ગણાય છે. પાલક ના પાનમાં પુષ્કળ ઔષધિય ગુણો રહેલા છે.

તેમાં સાજીખાર અને ચીકાશ વધુ છે. એ પથરીને ઓગાળીને બહાર કાઢે છે, એ તેનો મોટામાં મોટો ગુણ છે. એ ફેફસાંના સડાને પણ સુધારે છે. ઉપરાંત આંતરડાંના રોગ ઝાડો, મરડો, સંગ્રહણી વગેરેમાં પણ તે લાભદાયક છે. ટામેટા પછી શાકભાજીમાં પાલખની ભાજી સૌથી વધુ તાકાત આપનાર છે.

પાલક ની ભાજીમાં લોહ અને તાંબાના અંશો હોવાથી એ પાંડુ રોગી ને માટે પથ્ય છે. તેનામાં લોહી વધારવાનો ગુણ વધુ છે, એ લોહીને શુદ્ધ કરે છે અને હાડકાંને પણ મજબૂત કરે છે. પાલક ના લીલા પાન જીવનશક્તિ નું મૂળ છે. દૂધ પૂરતા પ્રમાણમાં ન મળી શકે ત્યારે પાલખના લીલાં પાનનો રસ બાળકોને આપવાથી પૂરતો ફાયદો મળી શકે છે. ગુણોની બાબતમાં પાલખની ભાજી સૌ ભાજીઓમાં શ્રેષ્ઠ છે. તેનાં બીનો પણ ઔષધી રૂપે ઉપયોગ થાય છે.

પાલક ના ફાયદા

પાલક વાયુ કરનાર, ઠંડો, કફ કરનાર, ઝાડો છૂટો પાડનાર, ભારે અને મળને રોકનાર છે. એ મદ, શ્વાસ, પિત્ત, લોહીનો બગાડ અને કફનો નાશ કરનાર છે, પાલક નું શાક રુચિકર અને જલદી પચે તેવું છે. પાલખ આંતરડાંને ક્રિયાશીલ રાખે છે અને આંતરડાંમાંના મળનું નિ:સારણ કરવામાં મદદરૂપ થાય છે એ મધુપ્રમેહના રોગમાં પણ અત્યંત ગુણકારી છે.

તેનાં બી કફરોગ અને શ્વાસવિકારમાં પણ હિતકારી છે. પાલકના બી સારક તથા શીતળ છે. એ યકૃતના રોગ, કમળો, પિત્તપ્રકોપ, કફરોગ અને શ્વાસની વિકૃતિમાં હિતકારી છે. તેનાં બીમાંથી ચરબી જેવું ઘટ્ટ તેલ નીકળે છે તે કૃમિ અને મૂત્રરોગ માટે લાભદાયક છે.

પાલકના પાનના રસના કોગળા ગળાની બળતરા પર કરાવાય છે. પાલકમાં આંતરડાંને કષ્ટ આપનાર દ્રવ્ય ન હોવાથી આંતરડાંના રોગમાં અતિ હિતકારી છે. પાલકનાં પાનનો સ્વરસ આપવાથી પથરી ઓગળી જાય છે. મૂત્ર વૃદ્ધિ થઈને પથરીના કણ બહાર નીકળી જાય છે. પાલકના પાનને પીસી, પેટીસ બનાવી અથવા તેના બીને કુટી ખદબદાવી પેટીસ બનાવી અપક્વ ગાંઠ પર બાંધવાથી ગાંઠ જલદી પાકી જાય છે અને તાવ આવતો હોય તો ઓછો થઈ જાય છે.

વૈજ્ઞાનિક મત પ્રમાણે પાલકમાં વિટામીન ‘એ’, ‘બી’, ‘સી’ તેમજ પ્રોટીન, સોડીયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ ક્લોરીન અને લોહ છે, એ લોહીના રક્તાણુઓને વધારે છે. પાલકમાં વધારેમાં વધારે પ્રોટીન ઉત્પાદક એમિનો એસિડ છે.તેના લીલા પાનમાં એક એવું તત્વ છે જે પ્રાણીમાત્રની વૃદ્ધિ અને વિકાસ કરે છે અને બુદ્ધિ વધારવામાં મદદરૂપ બને છે.

પાલકની ભાજી વાયુ કરનારી હોય તો ચોમાસામાં તેનું સેવન ન કરવું, તેમાં જીવાત રહેતી હોવાથી ભાજીને ગરમ પાણીમાં ધોયા પછી જ વાપરવી જોઈએ, લોહીમાં હીમગ્લોબિનનું પ્રમાણ ઘટી ગયું હોય તેવા લોકોને ડોક્ટર પાલકની ભાજીનું સેવન કરવાની સલાહ આપે છે. કબજિયાત અને અપચાની સમસ્યાનો હલ પણ પાલકની ભાજીમાં રહેલો છે.

પાલકમાંથી મળતું કેલ્શિયમ બાળકો, વૃદ્ધો, ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે બહુ લાભકારી હોય છે. ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઉણપને દૂર કરવામાં પાલક સક્ષમ હોય છે. આના નિયમિત સેવનથી યાદશક્તિ તેજ થાય છે.

પાલકમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. તેના નિયમિત સેવનથી કરચલીઓ દૂર થઈ જાય છે. સાથે જ ત્વચામાં સંકોચન આવે છે. પાલક અને લીંબુનો રસ સરખી માત્રામાં મેળવો. આ રસમાં બે કે ત્રણ ટીપાં ગ્લિસરીન મેળવીને ત્વચા પર રાતે સૂતી વખતે લગાવો. કરચલીઓ દૂર થવા લાગશે.

પાલકનું  જ્યૂસ પીવાથી સ્કિન પ્રોબ્લેમ દૂર થઈ જાય છે. ઘણીવાર શરીર ઉપર દાણા થઈ જાય છે. પાલકના નિયમિત સેવનથી લોહી સાફ રહે છે. પાલકના પાનને પીસીને ચહેરા ઉપર 15-20 મિનિટ સુધી લગાવીને રાખવાથી ખીલની સમસ્યા દૂર થઈ જાય છે અને ચહેરો ચમકવા લાગે છે. પાલકના પાનને પાણીમાં ઉકાળીને ચહેરો ધોવાથી પણ ત્વચાની સમસ્યાઓ દૂર થઈ જાય છે.

પાલકમાં ફાઈબર સારી માત્રામાં જોવા મળે છે. એટલા માટે તેના સેવનથી પાચન સારી રીતે થઈ જાય છે. કબજિયાતથી આરામ મેળવવા માટે 100 મિલિલીટર પાલકના જ્યૂસમાં એટલું જ પાણી મેળવીને પીવાથી ફાયદો થાય છે. પાલકનો રસ જઠર, આંતરડા કે પેટની બીમારીઓમાં ખૂબ જ લાભદાયી રહે છે. તેના સેવનથી કબજિયાત, એસિડીટી, ગેસ, અપચો, હરસ વગેરે સમસ્યાઓ દૂર થઈ જાય છે.

હૃદયરોગના દર્દીને દરરોજ એક કપ પાલકના જ્યૂસની સાથે 2 ચમચી મધ મેળવીને લેવું જોઈએ, તે ખૂબ જ ગુણકારી છે. કાચા પાલકનો રસ અત્યંત ગુણકારી હોય છે. તે સમગ્ર પાચન તંત્ર પ્રણાલીને ઠીક કરે છે. ખાંસી કે ફેફસાંમાં સોજા આવ્યા હોય તો પાલકના રસના કોગળા કરવાથી લાભ થાય છે.

પાલકનો રસ પીવાથી આંખોની રોશની વધે છે. પાલકનો રસ રોજ પીવાથી મેમરી બૂસ્ટ થાય છે. તેમાં આયોડીન હોવાથી મગજનો થાક દૂર કરે છે. પાલકનો રસ અને બીટનો રસ મિક્સ કરીને પીવાથી મસલ્સ મજબૂત થાય છે અને લોહી સાફ થાય છે. ભરાવદાર, કાળા અને લાંબા વાળ માટે પાલકના રસમાં કાકડી અને ગાજરનો રસ સમાન માત્રામાં મિક્સ કરીને પીવાથી ફાયદો થશે.

પાલકના રસના એન્ટીઈન્ફ્લામેટરી અને એન્ટી કેન્સર પ્રોપર્ટી પણ રહેલી છે. પાલકના રસમાં મધ અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને પીવાથી ખાંસી અને શ્વાસનાપ્રોબ્લેમમાં ફાયદો થાય છે. પાલક અને તુલસીના પાન નો રસ કાઢી બંને મિક્સ કરી ફોલ્લીઓ અને સોજા વાળા ભાગ પર લગાવવાથી જલ્દી ફાયદો થાય છે.

પાલકને વિવિધ રીતે ભોજનમાં સામેલ કરી શકાય છે. પાલકનું સૂપ, પાલક ની ચટણી, પાલક નુ શાક, પાલકના  મુઠીયા, પાલકના પરોઠા, પાલક નો પુલાવ જેવી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે. પાલકને રાંધવાથી તેના પોષક તત્વો નાશ પામતા નથી. લોકો પાલક પનીર નું શાક વિશેષ પસંદ કરે છે. પાલખ નો સમજી-વિચારીને પ્રમાણસર કરેલા ઉપયોગ આરોગ્ય માટે લાભપ્રદ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top