Site icon Ayurvedam

શિયાળા ને આવકારો દરરોજ આ ગુણકારી વસ્તુ ના સેવન થી, અનેક બિમારીઓમાં છે રામબાણ ઇલાજ

શિયાળાની શરૂઆત સાથે જ લીલી હળદરનુ બજારમાં આગમન થઈ ગયું છે. બજારમાં પીળી અને સફેદ એમ બંને પ્રકારની હળદર મળે છે. આ બન્ને પ્રકારની લીલી હળદરનાં ગુણ સરખા જ છે. સુકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી છે. કડકડતી ઠંડીમાં લીલી હળદર ખાવાના અઢળક ફાયદા છે.

લીલી હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓથી બચી શકાય છે. દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી છ ડ્રગ્સ એટલે કે છ દવાઓમાં જે તત્વ ઉમેરવામાં આવે છે, એ છ તત્વ હળદરમાં સમાયેલાં છે. હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે. સાથે જ હળદરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે.

લીલી હળદરમાંથી ભરપૂર માત્રામાં આર્યન મળે છે. આટલા બહોળા પ્રમાણમાં મળતું આર્યન લોહીમાં હીમોગ્લોબિનની માત્રા વધારે છે, જેથી લાલ રક્તકણોના ઉત્પાદનમાં વધારો થાય છે.  અને શરીરના દરેક અવયવને પૂરતી માત્રામાં ઑક્સિજન મળી રહે છે, જે ખૂબ જરૂરી છે. આમ લીલી  હળદર ખાવાથી ઍનિમિયા જેવા રોગથી બચી શકાય છે.

આ ઉપરાંત તેમાંથી મળતું પોટૅશિયમ હૃદયના ધબકારા અને બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવાનું કાર્ય કરે છે, જ્યારે મૅગેનીઝ ઍન્ટિ-ઑક્સિડન્ટ માટે સહાયક પરિબળની ભૂમિકા ભજવે છે. એકથી બે ચમચી લીલી હળદરના ટુકડા સવાર-સાંજ ખુબ ચાવીને ખાવાથી કફપ્રકોપ, ચામડીના રોગો, પ્રમેહ, રક્તનો બગાડ, સોજા, પાંડુરોગ, વ્રણ-ચાંદાં-ઘા, કોઢ, ખંજવાળ, વીષ, અપચો વગેરે મટે છે.

લીલી હળદર માં વિટામિન સી રહેલું છે, જે પાણીમાં દ્રાવ્ય વિટામિન છે. વિટામિન સી ખાસ કરીને શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. લીલી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી શરીરને થતા કોઈ પણ ઇન્ફેક્શન સામે સારું રક્ષણ મળી શકે છે. ખાસ કરીને ગળાના અને ચામડીના ઇન્ફેક્શનમાં કાચી હળદર ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

જો  મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો, તો એકલી હળદર ખાવાથી  મેદ ઓછો થઈ જાય છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘા માં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે. માંદગી અડતી નથી. વળી, લીલી હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે. હળદર મૂત્રમાર્ગ અને ચામડીના રોગો, રક્તવિકાર, બરોળ અને લીવરના રોગ, કમળો, સંગ્રહણી, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખુબ જ ફાયદાકારક છે .

આ ઉપરાંત હળદર વણ્ય એટલે દેહનો રંગ સારો કરનાર, મળને ઉખેડનાર, ખંજવાળ મટાડનાર, કફ, પિત્ત, પીનસ, અરુચિ, કુષ્ટ, વિષ, પ્રમેહ, વ્રણ, કૃમિ , પાંડુરોગ અને અપચાનો નાશ કરનાર છે. હળદરમાં રહેલું કર્ક્યુમિન બેસ્ટ એન્ટીઓક્સીડેન્ટ છે. જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતાં નુકસાનથી બચાવે છે. જેથી કેન્સર, આર્થ્રાઈટિસ અને  અલ્ઝાઇમર જેવા રોગો સામે રક્ષણ કરે છે.

તે સ્કિન માટે પણ બેસ્ટ છે અને સ્કિનનો નેચરલ ગ્લો પણ વધારે છે. એજિંગ પ્રોસેસ સ્લો કરીને રિંકલ્સ દૂર કરે છે અને સ્કિનને ડેમેજ થતાં બચાવે છે. લીલી હળદરમાંથી ભરપૂર પ્રમાણમાં આયર્ન મળી રહે છે. તે શરીરમાં રેડ બ્લડ સેલ્સ વધારે છે. જેથી રોજ સલાડતરીકે શિયાળામાં તેને ખાઈ લેવામાં આવે તો શરીરમાં લોહીની કમીની સમસ્યા દૂર થાય છે.

શરદી, ઉધરસમાં આ હળદર ઉત્તમ દવા માનવામાં આવે છે. આ સિવાય કોઢ થયો હોય, પેટમાં કૃમિ થયા હોય, લોહીને શુદ્ધ કરવા માટે આ લીલી હળદર લાભદાયી ગણાય છે. જે વ્યક્તિઓને સાંધાનો દુઃખાવો રહેતો હોય તેઓએ રોજ આ લીલી હળદરનું સેવન કરવું લાભદાયી છે. લીલી હળદર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આયર્ન, ફોસ્ફરસ, કેલ્શ્યિમ, વિટામિન એનો સોર્સ ગણવામાં આવે છે.

લીલી હળદરમાં પોટેશિયમ હોય છે. જેથી શિયાળામાં રોજ લીલી હળદર ખાવાથી બ્લડપ્રેશર અને હાર્ટ ડિસીઝ સામે રક્ષણ મળે છે. જે લોકોને પાચનની સમસ્યા રહેતી હોય તેને પણ રોજ લીલી અને આંબા હળદર ખાવી જોઈએ. તેમાં રહેલું ડાયટરી ફાયબર ડાઈજેશન બૂસ્ટ કરે છે અને અપચો અને કબજિયાતની સમસ્યા દૂર કરે છે. લીલી હળદરમાં રહેલી એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી આર્થ્રાઈટિસ અને ઓસ્ટિઓપોરોસિસના ખતરાને દૂર કરે છે.

લીલી હળદડ બ્લડ પ્યૂરીફાયબરનું પણ કામ કરે છે. આ શરીરમાં રહેલાં ટોક્સિન્સ પણ દૂર કરે છે અને બ્લડ ક્લોટ થતાં રોકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લીલી હળદરનું સેવન બેસ્ટ છે. તે બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. દરરોજ બપોરે જમતી વખતે સલાડ રૂપે લીલી અને આંબા હળદર ખાઈને તેના ફાયદા મેળવી શકો છો.

Exit mobile version