Site icon Ayurvedam

અત્યારે સિજન ચાલુ છે ત્યાં ખાઈ લ્યો, ખૂબજ સ્વાસ્થ્ય વર્ધક છે આ લીલા દાણા: જાદુઇ ફાયદા જાણશો તો આજથી જ ખાવા લાગશો

લીલા ચણા શરીર માટે સ્વાસ્થ્ય વર્ધક હોય છે જે ઘણા સ્વાદિષ્ટ હોય છે. તેનો પ્રયોગ શાક, અનેક પ્રકારના વ્યંજન અને ચટનીઓ બનાવવા માટે પણ થાય છે. તેને કાચા, શેકીને અથવા તો બાફીને ખાવાની મજા જ અલગ છે. પરંતુ તમે તેના જાદુઇ ફાયદા નહી જાણતા હોવ. લીલા ચણાનું સેવન કરવાના એટલા ફાયદા છે કે જાણશો તો આજથી જ ખાવાનું શરૂ કરી દેશો. રોજ સવારે એક નાનો બાઉલ લીલા ચણા ખાવાથી અનેક બીમારી સામે રક્ષણ મળે છે. ચણામાં વિવિધ પ્રકારના વિટામિન અને મિનરલ્સ હોય છે જેથી તેનું સેવન કરવાથી ફાયદો થાય છે.

લીલા ચણામાં ખુબ પ્રમાણમાં વિટામીન અને મિનરલ્સની સાથે એન્ટીઓક્સીડેંટ પણ હોય છે. તે આપણને બીમારીઓથી બચાવે છે અને જલ્દીથી આવતા ઘડપણને પણ દુર રાખે છે. લીલા ચણામાં પ્રોટીન, નમી, ચિકાશ, ફાઈબર્સ, કેલ્શિયમ, કાબ્રોહાઈડ્રેટ, આયરન અને વિટામિન્સ ખૂબ પ્રમાણમાં રહેલા હોય છે. જે શરીરને એનર્જી આપવાનુ કામ કરે છે. લીલા ચણાનું સેવન શરીરને સ્નસ્થ રાખે છે, પ્રચૂરમ માત્રામાં ફાઇબર સમાયેલા હોય છે. ફાઇબરનું મુખ્ય કામ ભોજન પચાવવાનું હોય છે, તેથી ચણા પાચન ક્રિયા સુધારે છે. વધેલા વજનથી કંટાળેલા લોકોપોતાના રોજિંદા આહારમાં ગ્લાઇસેમિકઇન્ડેકસ નામનું તત્વ હોય છે જે ભૂખ ઓછી કરે છે, તેથી વજન ઘટે છે.

લીલા ચણામાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર્સ અને મિનરલ્સ મળે છે, જે આંતરડાના ખરાબ બેક્ટેરિયાને નાશ કરી કેન્સર સામે રક્ષણ આપે છે.લીલા ચણા ખાવાથી જે લોકોમાં લોહીની કમી હોય છે. તે દુર થઈ જાય છે. લીલા ચણા લોહતત્વથી ભરપુર હોય છે જે લોહીની ઉણપ દુર કરવામાં આપણી ખાસ મદદ કરે છે. લીલા ચણામાં વિટામિન સી ની માત્રા હોય છે. નાસ્તામાં રોજ લીલા ચણાને ઉપયોગ કરવાથી હાડકા મજબૂત રહે છે.બ્લડ સુગરને નિયંત્રિત રાખવા લીલા ચણાનું સેવન કરવું જોઇએ. તેમાં ફાઇબર હોવાથી બ્લ સુગરને નિયયંત્રિત રાખે છે.

લીલા ચણા ખાવાથી કેન્સરના જોખમમા ઘટાડો થાય છે. લીલા ચણામાં બ્યુટીરેટ નામનુ ફેટિ એસીડ હોય છે કે જે કેન્સરનો જન્મ કરતી માંસપેશીઓનો વિનાશ કરવામા સહાય કરે છે.ચણાનું સેવન આંખની રોશની વધારે છે. તેમાં રહેલ બી-કેરોટિન તત્વ આંખની કોશિકાઓને હાનિ થતા બચાવે છે. જેથી જોવાની ક્ષમતા તંદુરસ્ત રહે છે. લોહીમા રહેલા રક્તકણની ખામીને એનિમિક તરીકે ઓળખવામા આવે છે. લીલા ચણા કાયમ આરોગવાથી ચણામા રહેલ આર્યન પ્રાપ્ત થાય છે. જે આપણા દેહમા હેમોગ્લોબિનની જરૂરી માત્રાને જાળવી રાખે છે.

ગર્ભવતી સ્ત્રીઓ માટે ચણાનું સેવન લાભકારી છે. તેમાં પ્રોટીન વધુ માત્રામા રહેલુ છે. તે પેટમા ઉછરી રહેલા બાળક માટે પણ લાભકારક સાબિત થાય છે તેમજ માતાને પણ સ્ફૂર્તી આપે છે. લીલા ચણામા વિટામિન એ, બી તેમજ ઇ હોય છે જે કેશને તંદુરસ્ત અને બળવાન રાખે છે. ચણા પચવામા ભારે હોય છે, તેથી પોતાની પાચનશક્તિ મુજબ આરોગવા જોઇએ. પ્રોટીન અને ખનિજો સિવાય લીલા ચણામાં વિટામિનનો ખૂબ સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેના સેવનથી નબળાઇ દૂર થાય છે અને શરીરમાં ઉર્જા મળે છે.તેથી આહારમાં સામેલ કરી શકાય.

લીલા ચણામાં ખુબ પ્રમાણમાં વિટામીન અને મિનરલ્સની સાથે એન્ટીઓક્સીડેંટ પણ હોય છે. તે આપણને બીમારીઓથી બચાવે છે અને જલ્દીથી આવતા ઘડપણને પણ દુર રાખે છે. રોજ અડધી વાડકી લીલા ચણાનુ સેવન કરવાથી દિલ મજબૂત રહે છે. સાથે જ  કોલેસ્ટ્રોલનુ લેવલ ઘટે છે અને હાર્ટ ડિઝીઝનો ખતરો ઓછો થઈ જાય છે. લીલા ચણામાં વિટામિન-એ, બી અને વિટામિન ઈ હોય છે જે વાળને સ્વસ્થ અને મજબૂત રાખે છે. ચણા પચવામાં ભારી હોય છે, તેથી પોતાની પાચન શક્તિ અનુસાર ખાવા જોઇએ.

Exit mobile version