ભારતીય મસાલા ની અંદર લવિંગનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરવામાં આવે છે. લવિંગ સ્વાદમાં તીખા હોય છે અને ભારતીય રસોડાની અંદર દરરોજનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે કે જેથી કરીને તેની રસોઈના સ્વાદમાં વધારો થાય. લવિંગ ની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો પણ હોય છે કેજે તમારા શરીરની અંદર રહેલી દરેક પ્રકારની પરેશાનીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
લવિંગમાં પોષકતત્વો હોય છે, જે વાળનો ગ્રોથ વધારવાની સાથે સાથે વાળમાં શાઈનિંગ પણ લાવે છે. આ સાથે જ આમાં સોડિયમ, આયર્ન, કેલ્શિયમ જેવા ખનીજ તત્વો પણ હોય છે જે વાળના ગ્રોથ માટે લાભકારી છે. આજે અમે જણાવીશું લવિંગના તેલથી વાળને થતા ફાયદા વિષે.
લવિંગનું હેરમાસ્ક બનાવવવાની રીત:
લવિંગનો પાવડર – 2 ચમચી, ગુલાબજળ –½ ચમચી, ઓલિવ ઓઇલ – 1 ચમચી, એરડીયાનું તેલ – 1 ચમચી
ઉપર જણાવેલ બધી સામગ્રીને એકઠી કરીને હેર માસ્ક તૈયાર કરવું. અને આ માસ્કથી વાળમાં મસાજ કરતાં-કરતાં લગાવવું. એક કલાક પછી વાળને શેમ્પુથી ધોઈ લો. આ માસ્કનો અઠવાડીયામાં બે વાર ઉપયોગ કરો. એક મહિનામાં જ ખરતા વાળ બંધ થઈ જશે.
વાળને નેચરલ કલર કરી ખરતા અટકાવવા મહેંદીની અંદર લવિંગનું તેલ અથવા લવિંગનો પાવડર નાખો અને પછી તેનો ઉપયોગ કરવો. આ ઉપરાંત, મહેંદીમાં પલાળતી વખતે ચા અથવા કોફીનું પાણી ઉકાળીને પણ નાખી શકાય. આ મિશ્રણ વાળમાં લગાવી ૨ કલાક પછી વાળને ધોઈ લો અને શેમ્પૂનો ઉપયોગ ન કરો. જ્યારે વાળ સારી રીતે સુકાઈ જાય એ પછી લવિંગના તેલમાં જેતૂનના તેલને મિક્સ કરીને મસાજ કરો અને પછી બીજા દિવસે વાળમાં શેમ્પૂ કરો. આ ટિપ્સથી વાળમાં એક કુદરતી કલર મળે છે અને વાળનો ગ્રોથ પણ સારો થાય છે.
લવિંગના પાઉડરનો તમે ફેસપેક તરીકે ઉપયોગ કરી શકો છો. લવિંગના પાવડર ની અંદર થોડો ચણાનો લોટ ઉમેરી ત્યારબાદ તેને તમારા ચહેરા પર લગાવી લો આમ કરવાથી ચહેરા ઉપરની દરેક સમસ્યાઓમાંથી રાહત મળે છે. લવિંગને ગરમ પાણીની અંદર ઉકાળી, ત્યારબાદ વાળને એ પાણીથી ધોઈ લો.આમ કરવાથી તમારા વાળમાં કુદરતી ચમક આવે છે અને સાથે સાથે તમારા વાળ જડમૂડથી મજબૂત બને છે.જેથી કરીને ખરતા વાળની સમસ્યામાંથી છુટકારો મળે છે.