આપણા રસોડા માં ઘણા મરી મસાલા હોય છે ખાવામાં લવિંગ નાખવાથી ખાવાનો સ્વાદ વધી જાય છે. જેના ઉપયોગ થી આપણી સમસ્યાઓ દુર કરી શકીએ છીએ. આયુર્વેદ માં લવિંગનું બહુ જ મહત્વ રહેલું છે. લવિંગમાં યૂજેનોલ હોય છે જે સાઈનસ અને દાંતના દુખાવા જેવા સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓએન ઠીક કરવામાં મદદ કર છે. લવિંગની તાસીર ગરમ હોય છે. તેથી શિયાળામાં તે ખૂબ લાભકારી છે.
લવિંગને મેાંમાં રાખી રસ ચૂસવાથી કંટાળાજનક ખાંસી મટે છે. લવિંગને દીવા ઉપર શેકીને મેમાં રાખવાથી શરદી, ગળાનો સોજો અને ખાંસી મટે છે. લવિંગ ચાવીને રસ ગળવાથી સરેખમ, શરદી, કફ, રકતપિત્ત અને શ્વાસમાં ફાયદો થાય છે. દમમાં દશ-પંદર લવિંગ ચાવીને તેનો રસ ગળવાથી રાહત થાય છે. લવિંગનો ઉકાળો કરીને પીવાથી તેમ જ લવિંગના તેલમાં બે ટીપાં ખાંડ નાખીને લેવાથી શરદી મટે છે.
લવિંગ, મરી, બહેડાં એ ત્રણે સરખે ભાગે લઈ, તેમાં એટલા જ વજન જેટલો ધોળો કાથો મેળવી, તેને ખૂબ લસોટી, બાવિળયાની અંતરછાલના કાઢામાં ઘૂંટી, ચણીબોર જેવડી ગોળીઓ બનાવવી. આ ગોળીઓને ‘લવંગાદિવટી ‘ કહે છે. આયુર્વેદમાં લવંગાદિવટી એ ખાંસીમાં મોંમાં રાખવાની પ્રસિદ્ધ ગોળીઓ છે. આ ગોળી દિવસમાં બે-ત્રણ વાર મોંમાં રાખીને ચૂસવાથી ઉધરસ મટે છે.
લવિંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં આપવાથી કૉલેરાના ઝાડા-ઊલટીમાં ફાયદો કરે છે. એ રીતે તેનું તેલ લેવાથી પેટની પીડા, આફરો, વાયુ અને ઊલટી મટે છે. લવિંગને પાણીમાં લસોટી, જરા ગરમ કરી માથામાં ભરવાથી માથાનો દુખાવો મટે છે. માથાના દુખાવામાં લવિંગ વાટીને કપાળ પર પણ ભરાય છે.
જો પેટમાં દુખવાની અથવા તો પાચન શક્તિ કમજોર હોવાની સમસ્યા છે તો રાત્રે સૂતા પહેલા નવસેકા પાણી સાથે બે લવિંગ ગળી લેવા અથવા તો જમ્યા પછી એક લવિંગ ચાવી લેવું. થોડા દિવસ આવુ કરવાથી પેટના દુખાવામાં ઘણી રાહત થશે અને પાચનશક્તિ માં પણ વધારો થશે. લવિંગના પ્રયોગથી ખીલ, બ્લેકહેડ્સ કે વ્હાઈટહેડ્સથી પણ છુટકારો મેળવી શકાય છે. આ માટે પેલા બે લવિંગ ને બાળી લો. અને પછી લવિંગ ની રાખને ગાય ના દૂધ સાથે મિક્સ કરી ને પેસ્ટ બનાવો. આ પેસ્ટ જ્યાં ખીલ હોય ત્યાં લગાવો. બે વખત લગાવવાથી ખીલ ગાયબ થઇ જશે.
જે લોકો ગેસ ની સમસ્યા થી પીડાતા હોય તો લવિંગ લો. લવિંગ ખાવાથી ગેસ દુર થઇ જશે. જે લોકોને કબજિયાત ની તકલીફ સુધારવામાં પણ મદદ કરે છે. ગેસ અથવા કબજિયાત થવા પર એક ગ્લાસ પાણી ગરમ કરો અને આ પાણીમાં લવિંગ ના તેલનું એક ટીપું નાખો. આ પાણી પીવાથી ગેસ અને કબજિયાતથી રાહત મળશે.
૧ ચમચી ચણાના લોટમાં થોડો લવિંગ નો પાવડર અને ગુલાબજળ ઉમેરી અને પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ આ પેસ્ટને આંખ નીચેના ડાર્ક સર્કલ પર લગાવો. આ પેસ્ટને અઠવાડિયામાં બે વાર લગાવો જેથી ડાર્ક સર્કલ્સ ની સમસ્યા દૂર થઇ જાય છે. આ ઉપરાંત આ પેસ્ટ લગાવવાથી સ્કિન પરના દાગ ધબ્બા પણ દૂર થાય છે. ફેસ પર થતી ફોલ્લીઓ પણ આ પેસ્ટ થી દૂર થઈ જાય છે.
મોઢા ની દુર્ગંધ ને દૂર કરવા માટે લવિંગ નું પાણી અસરકારક સાબિત થાય છે. એક ગ્લાસ પાણીમાં ચાર લવિંગ વાટી ને નાખો. આ પાણીને સારી રીતે ઉકાળો. જ્યારે આ પાણી ઠંડુ થાય છે, તેની સાથે કોગળા કરો. લવિંગના પાણીથી કોગળા કરવાથી મોઢા ની દુર્ગંધ દુર થઇ જશે.
જો પેટમાં દુખવાની અથવા તો પાચન શક્તિ કમજોર હોવાની સમસ્યા છે તો રાત્રે સૂતા પહેલા નવસેકા પાણી સાથે બે લવિંગ ગળી લેવા અથવા તો જમ્યા પછી એક લવિંગ ચાવી લેવું. થોડા દિવસ આવુ કરવાથી પેટના દુખાવામાં ઘણી રાહત થશે અને પાચનશક્તિ માં પણ વધારો થશે.