માત્ર કરી લ્યો આ બે વસ્તુના મિશ્રણનું સેવન, 24 કલાકમાં શરદી-ગળાના દુખાવા, કળતર દૂર કરી શુક્રાણુણી સંખ્યામાં કરશે વધારો, મોંઘી દવાઓ કરતાં પણ જલ્દી મળશે રિજલ્ટ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

બદલતા વાતાવરણની અસરના કારણે લોકોને શરદી, ઉધરસ, તાવ, માથાનો દુખાવો, ઈંફેકશન જેવી સમસ્યા વારંવાર થતી હોય છે. જો આ બીમારીઓથી બચવા માટે પૂરતું ધ્યાન આપવામાં ન આવે તો વધારે તકલીફ થઈ શકે છે. આવી બીમારીઓથી બચવામાં લસણ અને મધ મદદ કરી શકે છે. આ બંને વસ્તુ દરેક ઘરના રસોડામાં મળી રહે છે. લસણ અને મધ બંનેમાં ઔષધિય ગુણ હોય છે. મધ અને લસણને મિક્સ કરી તેનું સેવન કરવામાં આવે તો અનેક બીમારીઓ શરીરમાંથી જડમૂળમાંથી દૂર થઈ જાય છે. તો ચાલો આજે આપણે લસણ અને મધથી થતાં ફાયદાઓ વિશે જાણીએ.

મધમાં પલાળેલા લસણનું સેવન કરવાથી શરીરમાં ગરમી આવે છે. જેના કારણે તમને તમને શરદી થવાની સમસ્યાથી છૂટકારો મળી શકે છે. મધ અને લસણને મિક્સ કરીને ખાવાથી શરીરનું વજન ઓછું થાય છે. આ સાથે જ જાડાપણાની પરેશાનીથી છૂટકારો મળે છે અને શરીર સ્વસ્થ રહે છે. મધ અને લસણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ફંગલ ઇન્ફેક્શનને દૂર કરવાનું કામ કરે છે.

લસણ અને મધનું આ મિશ્રણ તમારી શક્તિ વધારશે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત થવાથી ઋતુઓ બદલાવા છતાં શરીર અંદરથી મજબૂત રહેશે અને તમે બિમારીઓથી સરળતાથી દૂર રહી શકશો. વળી આનાથી હદયની ધમનીઓમાં જે ફેટ જમા થાય છે તેનો નિકાલ થશે લોહીનો પ્રવાહ ઠીક રીતે હદય સુધી પહોંચશે. કોલેસ્ટ્રોલ ઓછું થશે અને હદયની સુરક્ષા થશે.

લસણને મધમાં નાંખીને ખાવાથી પાચનક્રિયા વધે છે અને ચરબી ઓછી થાય છે તેમજ આ ખાવાથી તમારું વધતું વજન ઓછું થશે તે હૃદય માટે પણ અમૃત છે તેને ખાવાથી ખાસ કરીને હાર્ટ દર્દીઓ રોજ તેનું સેવન કરી શકે છે તેમાં હૃદયના અવરોધોને રોકવાની શક્તિ પણ છે. મધ અને લસણ એક સાથે ખાવાથી તે ખરાબ કોલેસ્ટરોલ સાથે લડે છે અને સારા કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણ કરે છે.

લસણ અને મધ બંને શુક્રાણુઓની સંખ્યામાં વધારો કરવા માટે જોવા મળે છે. લસણનું સેવન કરવાથી પરિણીત પુરુષો માટે ઉત્તમ ફાયદા પણ મળે છે. ખાસ કરીને એવા પુરુષો કે જેઓ પિતા બનવા માંગે છે અને શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવાને કારણે તેઓને તકલીફ થઈ રહી છે, પછી લસણ અને મધનું સેવન તેમના માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.

ઘણા પુરુષો અને યુવાનોને પણ અનિંદ્રાની તકલીફ સહન કરવી પડે છે. આના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે તાણ અથવા ક્યારેક દિવસ દરમિયાન સૂવાની આદતને કારણે મોડી રાત સુધી ઊંઘ ન આવતી હોય લસણ અને મધનું સેવન કરવાથી તે મેલાટોનિન હોર્મોનનાં ગુણધર્મોને વધારીને ઝડપી નિંદ્રામાં મદદ કરે છે.

ફંગલ ઈંફેકશન હોય ત્યારે શરીર નબળું પડી જાય છે. તેવામાં લસણમાં મધ ઉમેરી ખાવાથી લાભ થાય છે. લસણ અને મધનું મિશ્રણ શરીરની અંદરની ગંદકી સાફ કરી શરીરને ડિટોક્સ કરે છે. બાળકને ઝાડા થઈ જાય તો તેને થોડું લસણ અને મધ મિક્સ કરી ખવડાવવું. તેનાથી પેટની બીમારીઓ દૂર થાય છે. હાથ-પગમાં કળતર થતી હોય તો લસણ અને સૂંઠને ઘીમાં શેકી મધ સાથે થોડા દિવસ ખાવાથી કળતર દૂર થાય છે.

સાયનસની સમસ્યા જેને હોય તેણે લસણ અને મધને એકસાથે ખાવા જોઈએ. તેનાથી શરીરની અંદર ગરમી વધે છે અને રોગ નાબૂદ થાય છે. સવારે લસણ અને મધ ખાવાથી હાઇપર ટેન્શન ઘટે છે અને શરીરના લોહીના ગઠ્ઠા જામવાની શક્યતા ઘટી જાય છે.લસણ લોહીને પાતળુ કરવામાં મદદ કરે છે જેને કારણે લોહીનુ પરિભ્રમણ વધારે સારી રીતે થાય છે.લસણ હૃદય રોગની સામે રક્ષણ આપે છે. તે તમારી નળીઓને સાંકડી થતા અથવો તો કડક થતા અટકાવે છે.

લસણની 5 કળીને થોડાક પાણીમાં નાખીને પીસી લેવી અને તેમાં 10 ગ્રામ મધ મિક્ષ કરીને સવાર-સાંજ તેનું સેવન કરવું. આ ઉપાય કરવાથી સફેદ વાળ કાળા થઈ જાય છે. એક બે લસણની કળીને પીસે તેમાં થોડું મધ નાખી ખાવાથી ધમનીઓમાં જામેલ ચરબી નીકળી જાય છે. જેનાથી લોહીનો પ્રવાહ યોગ્ય રીતે હૃદય સુધી પહોચી જાય છે. આનાથી હદયની સુરક્ષા રહે છે અને હાર્ટ અટેક જેવી બીમારી થવાનો ભય ઓછો રહે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!