કોઠા ખાવાથી શરીરને ખુબજ ફાયદો કરે છે તે ખાટું, તૂરું, કડવું, ઠંડુ છતાં કામશક્તિ વધારનાર , મળને રોકનાર, વાયુ અને પીત્ત ને રોકનાર છે. કાચું હોય ત્યારે ખાટું અને મધુર જોવા મળે છે. તે કફ અને વિષનાશક છે. કોઠાના ગર્ભમાં સાઈટરીક એસિડ જોવા મળે છે. કોઠામાં કેલ્શિયમ અને લોહનો ક્ષાર જોવા મળે છે.
કોઠું કફ, અરુચિ, શ્વાસ, ખાંસી, તરસ વગેરેને મટાડનાર છે. કોઠું ખાવાથી તે શરીરને ખુબજ ફાયદો કરે છે. આથીજ કોઠું ખાવું શરીર માટે ખુબજ ફાયદો કરે છે. આ ફળ મા ઘણા પ્રકાર ના ઔષધીય ગુણો છે કે જે માનવ શરીરના સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા મદદરૂપ સાબિત થાય છે. તો ચાલો આપણે જાણીએ કોઠાના ફાયદાઓ વિશે.
કોઠુ પેટની સમસ્યા દૂર કરે છે. સાથે આંતરડા પણ સાફ કરે છે. કબજીયાત, અપચો, પેપ્ટિક અલ્સ વગેરેમાં તેનું સેવન આરામ દાયી છે. ગરમીમાં લૂી બચવા માટે પાકેલા કોઠાના માવાને મસળી, તેને પાણીમાં મિક્સ કરી તેમાં થોડી ખાંડ મિક્સ કરીને પીવા થી લૂ લાગતી નીથી. તેમા ગોળ અથવા સાકર નાખીચટણી બનાવી ખાવાના ઉપયોગ માં લેવાય છે. પાકા કોઠા નો મુરબ્બો પણ થાય છે. શરીર પર પીત્તના ઢીંમણા પર કોઠીના પાનની ચટણી લગાવવાથી આરામ થાય છે.
કોઠાના બીજ હ્રદય રોગ તેમજ માથા ના દુખાવા જેવી તકલીફો મા પણ અસરકારક ઇલાજ સાબિત થાય છે. આ ફળ ના બી નો રસ પીવા મા સ્વાદે એકદમ ફિક્કો તેમજ મીઠો હોય છે. જેનાથી માનવ શરીર મા થતી પીત, કફ, ઊલટી તેમજ હેડકી જેવી તકલીફો દુર થાય છે. સાથોસાથ આ ઝાડ ના ફુલ નો મોટેભાગે ઉપયોગ કોઇપણ પ્રકાર ના તાવ ને દૂર કરવા માટે કરવામા આવે છે.
કોઠાના પા ની ચટણી બનાવી તેમાં દહીં નાખીને ખાવાથી મરડો મટે છે. કોઠામાં મરી, સુંઠ અને પીપર મૂળ નાખીને ખાવાથી ઉલટી બંધ થઈ જાય છે. જે લોકોને રક્તસ્રાવ થતો હોય ત્યારે કોઠા અને બિલ ના ગર્ભ ને ખાવાથી રક્તસ્તાવ બંધ થઈ જાય છે અને હરસ મસમાં ફાયદો થાય છે. કોઠાના કુમળા પાનને સુંઘવાથી હેડકીમાં રાહત મળે છે. તે ઉપરાંત કોઠાના પાનમાં પીપરના ચૂર્ણ ને નાખીને ખાવાથી ઉલ્ટીમાં રાહત થાય છે.
સ્ત્રીના પ્રદર રોગમાં કોઠી તથા વાસના પાન નું ચુર્ણ મધ માં આપવાથી સારો ફાયદો થાય છે. સવારના પહોરમાં પાકા કોઠા ના ગર્ભ સાથે ગોળ તથા પાણી મેળવી સરબત બનાવી પી જવાથી 15 દિવસમાં હરસ મસા નાબુદ થાય છે. સવારે પાકા કોઠા ના ગર્ભ સાથે ગોળ તથા પાણી મેળવી શરબત બનાવી 15 દિવસ સુધી પીવાથી હરસ નાબૂદ થાય છે. અસ્થમાનાં એટેક આવવા કે પછી હૃદયના ધમબકારા અસામાન્ય ન હોય ત્યારે કોઠાના મૂળીયાનો ઉકાળો બનાવીને પીવાથી આરામ મળે છે.
કોઠાના પાનને વાટીને કાનમાં તેનો રસ નાખવાથી કાનનો દુખાવો મટે છે. પાક કોઠાને ખાવાથી અરુચિ, ભૂખ વગેરે નો નાશ કરી શકાય છે. પાકું કોઠું સ્વાદમાં ખુબજ મીઠું હોવાથી શરીરને વિટામિન સી મળી રહે છે. કોઠામાં મરચું, કોથમીર, ફુદીનો, ગોળ વગેરે નાખીને ચટણી બનાવી જમ્યાના અડધો કલાક પહેલાં ખાવાથી ખોરાકની અરુચિ ઓછી થાય છે અને જઠરાગ્નિ ઉત્તપન્ન થાય છે.
કોઠું રક્ત દબાણ જેવી તકલીફો માંથી પણ છુટકારો અપાવે છે. આ ફળ ના સેવન થી રક્ત દબાણ નિયંત્રણ મા રાખવામા ઘણું ઉપયોગી સાબિત થાય છે. આ ફળ ના ઉપયોગ થી ઘણા પ્રકાર ના નાના-મોટા રોગો માંથી પણ તાત્કાલિક મુક્તિ મેળવી શકાય છે. આ ફળ માનવ શરીર ના તાપમાન ને નિયંત્રણ મા રાખવા માટે ઘણો ઉપયોગી સાબિત થાય છે. આ ફળ ના સેવન થી શરીર મા જામેલ વધારા ના કોલેસ્ટ્રોલ દૂર થાય છે તેમજ આ ફળ થી મોટાપા ની સમસ્યા માંથી પણ રાહત થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.