આ જાદુઈ ડ્રિંકનું સેવન કરવાથી થઈ જાય છે કિડની સહિત દરેક અંગ ની સફાઇ, સાચુંનાં લાગતું હોય તો એકવાર જાતે જ કરી જુઓ ટ્રાઈ….

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કોથમીર નો ઉપયોગ શાકમાં કરવામાં આવે છે. શાક માં સ્વાદની માત્રા વધારવા અને સ્વાદિષ્ટ બનાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. કોથમીર માં વિટામિન ‘એ’ વધુ માત્રામાં હોય છે. આમાં ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, ખનિજ પદાર્થ જેવા કે કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, કેરોટિન, થીયામીન, પોટેશિયમ અને વિટામિન સી ભરપૂર માત્રામાં મળી આવે છે.

પેટના રોગો માટે ફાયદાકાર કોથમીર ગેસથી છુટકારો આપવામાં મદદ કરે છે. પાચન તંત્રને સુધારવા માટે કોથમીર ની ચા અને કોફી ખુબ ફાયદાકારક છે. ૨ કપ પાણી લઈને તેમાં જીરું અને કોથમીર ના પાંદડા નાખો પછી તે મિશ્રણ ની અંદર ચા ના પાંદડા અને વરિયાળી નાખીને ૨ મિનિટ સુધી ઉકાળો, પછી જરૂર અનુસાર સાકર મિક્ષ કરો અને સાથે આદુ પણ નાખો, સાકરને બદલે આમાં મધ પણ મિક્ષ કરી શકાઈ છે.

આ મિશ્રણનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ થી રાહત મળે છે. સાથે જ ગેસ થી છુટકારો મળે છે. અને ગળાની સમસ્યા માં પણ રાહત થાઈ છે. ગરમીના કારણે વારંવાર ઝાડા થઇ ગયા હોય તો, તમે 50 ગ્રામ તાજા કોથમીર પીસીને છાસ કે ઠંડા પાણીમાં મિક્ષ કરીને તેનું જ્યુસ બનાવી દિવસમાં 2 વાર પીવાથી ઝાડા મટી જાય છે.

નસકોરી ફૂટે ત્યારે 20 ગ્રામ કોથમીર લઈને તેમાં ચપટી કપૂર નાખીને પીસી લો. પીસાઈ ગયા પછી તેના રસને ગાળી ને અલગ કરી નાખો. આ રસના બે ટીપા નાકમાં નાખવા અને માથા પર માલિશ કરો આનાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થઇ જાય છે.

પેશાબમાં પીળાપણું વધારે આવતું હોય તો, સૂકી કોથમીર પીસીને 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી પીસેલ કોથમીર મિક્ષ કરીને 5 થી 7 મિનિટ સુધી ઉકાળવું. ઠંડુ કરીને સવાર-સાંજ પીવું જેનાથી પેશાબ સાફ આવે છે.

લીલી કોથમીર લઈને પીસી લો પછી તેને પાણીમાં નાખીને ઉકાળી લો. થોડા સમય ઉકાળ્યા પછી તેને ઠંડુ કરી ને ગાળી લેવું.રોજ આના ટીપા આંખોમાં નાખવાથી આંખોની બળતરાથી રાહત થાય છે અને આંખોમાંથી પાણી નીકળતું બંધ થઈ જાય છે. આંખો સારી રાખવા માટે કોથમીર માં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે. ભોજનમાં કોથમીર નું સેવન કરવાથી આખો નું તેજ વધે છે.અને નંબર આવતા નથી.

જ્યારે છાતીમાં કફ જામી ગયો હોય તો ૫૫ગ્રામ  પીસેલા કોથમીર, ૧0 ગ્રામ  કાળા મરી, ૪-૫ ગ્રામ  લવિંગ અને ૧00 ગ્રામ  સુંઠ લઈને ચૂર્ણ બનાવી લો. આમાંથી અડધી ચમચી ચૂર્ણ સવારે મધની સાથે ચાટવાથી ખાંસીમાં રાહત થાય  છે. ડાયાબિટીસ ના દર્દીઓને કોથમરી ખાવી જોઈએ,કારણ કે કોથમીર નું જ્યુસલોહીમાં ઈન્સુલિનની માત્ર ને નિયંત્રીત કરે છે . માટે કોથમરી નું સેવન કરવાથી સ્વાસ્થ્ય સુધરે છે.

આના નિયમિત સેવનથી બ્લડમાં સંતુલન જળવાઈ રહે છે. આમાં રહેલ વિટામીન અલ્ઝાઇમરની બિમારી માટે ફાયદાકારક છે. જો શરીરમાં થાક અને નબળાઇ વધારે મહેસૂસ થાય છે.  તો તમે બે ચમચી કોથમીરના જ્યુસ માં 10 ગ્રામ ખાંડ અને અડધી વાટકી પાણી મિક્સ કરીને સવાર સાંજ પી લો. તેનાથી શરીરમાં ઉર્જા મળશે અને આખો દિવસ તરોતાજા રહેશો.

કોથમીર માં એન્ટિસેપ્ટિક  અને એન્ટિકિસડન્ટસ નામના તત્વો મળી આવે છે. જે ત્વચા માટે ફાયદાકારક છે. જો  ચહેરા પણ વારંવાર ખીલ થતા હોય તો બે ચમચી કોથમીર પીસીને તેમાં અડધી ચમચી ગ્લિસરીન મેળવીને ચહેરા પર લગાવવાથી ખીલ ની સમસ્યા દુર થાય છે. અને ચહેરો ખૂબ સુંદર બની જાય છે.

ટાઈફોઈડ માં પણ કોથમરી નું જ્યુસ ઉપયોગી છે, ટાઈફોઈડ ની બીમારી થાય એટલે આના લીવ્સનું સેવન કરવું.માસિકધર્મ માં છ ગ્રામ સુકી કોથમીર ના બીજ ને અડધા લીટર પાણીમાં ઉકાળવા. પાણી અડધું થાય એટલે થોડી ખાંડ નાખીને ગરમ પીવું. સાંધામાં દુ:ખાવો હોય તો આર્થરાઇટિસ થવા પર કોથમીરનો લેપ ઘણો લાભદાયક હોય છે.

ઉનાળા માં લૂ થી બચવા માટે કોથમીર ના જ્યુસ પીવ થી રાહત મળે છે. માથામાં વાળ ખરવા લાગે તો કોથમીર નું જ્યુસ કરીને પીવાથી ફાયદો થાય છે. જો ઊંઘ આવતી ના હોય તો કોથમીરમાં ખાંડ મિક્સ કરીને ચાસણી બનાવો અને બે ચમચી સવાર સાંજ પાણી સાથે પીવો. થોડાં જ દિવસોમાં તેની અસર જોવા મળશે. એક નાની ચમચી કોથમીર લો તેને એક કપ બકરીના દૂધમાં મિક્સ કરી મિઠાસ માટે શાકર નાખી જ્યુસ બનાવી પીવા થી મૂત્રના બળતરા ખત્મ થશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top